For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Birthday: નિક જોનસ સાથે પ્રિયંકા ચોપડાના રોમેન્ટીક ફોટા, જોઈને નજર નહિ હટે

18 જુલાઈએ પ્રિયંકા ચોપડા પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. જુઓ નિક સાથે પીસીના રોમેન્ટીક ફોટા..

|
Google Oneindia Gujarati News

18 જુલાઈએ પ્રિયંકા ચોપડા પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. જમશેદપુરથી નીકળી હૉલિવુડની સફર નક્કી કરનાર પ્રિયંકા ચોપડાએ પોતાનાથી 10 વર્ષ નાના અમેરિકી સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા. બંનેએ વર્ષ 2018માં લગ્ન કર્યા. હવે પ્રિયંકા ચોપડા પતિ સાથે અમેરિકામાં જ રહે છે. બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલા ફોટા શેર કરે છે.

નિક-પ્રિયંકાનુ બૉન્ડિંગ જબરદસ્ત

નિક-પ્રિયંકાનુ બૉન્ડિંગ જબરદસ્ત

નિક અને પ્રિયંકામાં 10 વર્ષનો ઉંમરનો તફાવત છે પરંતુ બંનેનુ બૉન્ડિંગ અને પ્રેમ જોઈને ઉંમર પર કોઈનુ ધ્યાન નથી જતુ. કહેવાય છે કે નિક જોનસ પ્રિયંકા પહેલા માઈલી સાયરસ સેલેના ગોમેજ અને કેન્ડર સહિત 8 હસ્તીઓને ડેટ કરી ચૂક્યા છે. પરંતુ પ્રિયંકા ચોપડાનો જાદૂ નિક પર એવો છવાયો કે તે દરેક પળ પ્રિયંકા સાથે રહે છે. તે પત્ની પ્રિયંકા સાથે ભારતમાં પણ ઘણી વાર આવી ચૂક્યા છે.

લગ્ન

લગ્ન

જોધપુરના ઉમેદ ભવનમાં વર્ષ 2018માં પ્રિયંકા ચોપડા અને નિક જોનસે લગ્ન કર્યા. લગ્ન બંનેના રીતિ રિવાજો સાથે થયા. ત્યારબાદ તેમણે ગ્રાન્ડ રિસેપ્શન પણ આપ્યુ.

લગ્નનો ખર્ચો

લગ્નનો ખર્ચો

પ્રિયંકા અને નિકના લગ્ન ગ્રાન્ડ રીતે થયા. લગભગ 200 મહેમાન આ લગ્નમાં શામેલ થયા. જ્યાં મહેમાનોના આવવા જવાની વ્યવસ્થા પ્લેનથી કરવામાં આવી હતી. 4 કરોડ રૂપિયાથી પણ વધુનો ખર્ચો બંનેના લગ્નમાં થયો હતો.

પ્રિયંકા-નિકની પહેલી મુલાકાત

પ્રિયંકા-નિકની પહેલી મુલાકાત

એક વાર નિકે જણાવ્યુ હતુ કે નિકે પ્રિયંકાને ટ્વિટર પર મેસેજ કર્યો. ત્યારબાદ પ્રિયંકાએ નિક જોનસને નંબર આપ્યો અને પછી બંનેની વાતચીત થવા લાગી. ત્યારબાદ આ પ્રેમ લગ્નમાં બદલાઈ ગયો.

ક્યારે કર્યો લગ્નનો નિર્ણય

ક્યારે કર્યો લગ્નનો નિર્ણય

નિકે પોતાની લવ લાઈફ પર વાત કરતા જણાવ્યુ હતુ કે 4-5 મહિના ચેટિંગ કર્યા બાદ જ્યારે બંને મેટ ગાલામાં મળ્યા અને સાથે સમય વીતાવ્યો તો બંને અને નજીક આવી ગયા. વર્ષ 2017માં વેનિટી ફેર ઑસ્કરની આફ્ટર પાર્ટીમાં નિકે પ્રિયંકાને પ્રપોઝ કર્યુ.

ફિલ્મ

ફિલ્મ

પ્રિયંકા ચોપડા છેલ્લી વાર બૉલિવુડ ફિલ્મ સ્કાઈ ઈઝ પિંકમાં જોવા મળી. આ ફિલ્મમાં ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ પણ દેખાયા.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુ કાશ્મીરમાં અમરનાથ મંદિર જશેસંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુ કાશ્મીરમાં અમરનાથ મંદિર જશે

English summary
Birthday: Priyanka-Nick Jonas cutest romantic photos
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X