Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Birthday: શાહરુખ ખાનની કુલ સંપત્તિ જાણીને ચોંકી જશો, જાણો કિંગ ખાનની કમાણી

આવો, આજે શાહરુખનના જન્મદિવસ પર જાણીએ તેમની કુલ સંપત્તિ, વાર્ષિક કમાણી અને મોંઘા કાર કલેક્શન વિશે.

મુંબઈઃ 2 નવેમ્બર એટલે કે આજે શાહરુખ ખાનનો જન્મદિવસ છે. દિલ્લીમાં જન્મેલા કિંગ ખાન આજે 57 વર્ષના થઈ ગયા છે. આ ઉંમરે પણ તે નવા એક્ટરોને રોમાંસ મામલે પાછળ છોડી દે છે. ટીવીની દુનિયાથી પોતાની એક્ટિંગ કરિયરની શરુઆત કરનાર શાહરુખ ખાન આજે બૉલિવુડના મેગાસ્ટાર છે. લૉસ એન્જેલસ ટાઈમ્સે તેમને દુનિયાના સૌથી મોટા મૂવી સ્ટાર ગણાવ્યા છે. આવો, આજે તેમના જન્મદિવસ પર જાણીએ તેમની કુલ સંપત્તિ, વાર્ષિક કમાણી અને મોંઘા કાર કલેક્શન વિશે.

શાહરુખ ખાન પાસે 5100 કરોડની સંપત્તિ

શાહરુખ ખાન પાસે 5100 કરોડની સંપત્તિ

બૉલિવુડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની કુલ સંપત્તિ વિશે જાણીને તમારા હોશ ઉડી જશે. caknowledge.comના રિપોર્ટ અનુસાર શાહરૂખ ખાન પાસે કુલ 5100 કરોડની સંપત્તિ છે. તેમની કુલ સંપત્તિ લગભગ 700 મિલિયન ડૉલર હોવાનુ કહેવાય છે. શાહરૂખ ખાન એક મહિનામાં લગભગ 20 કરોડની કમાણી કરે છે. વળી, તેની એક વર્ષમાં કમાણી લગભગ 250 કરોડ છે.

એક ફિલ્મ માટે વસૂલે છે 55 કરોડ

એક ફિલ્મ માટે વસૂલે છે 55 કરોડ

શાહરૂખ ખાન અને તેનો આખો પરિવાર ખૂબ જ વૈભવી જીવન જીવે છે. શાહરૂખ ખાનથી લઈને તેની પત્ની ગૌરી ખાન, પુત્રી સુહાના, મોટા પુત્ર આર્યન ખાન અને નાના પુત્ર અબરામ સુધી, તમામ લોકોની જીવનશૈલી એકદમ ક્લાસી અને વૈભવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શાહરૂખ ખાન એક ફિલ્મ માટે 50થી 55 કરોડ રૂપિયાની ફી લે છે. બીજી તરફ, બ્રાન્ડ્સ પ્રમોશન અને એન્ડોર્સમેન્ટ માટે આશરે રૂ. 20 કરોડ ચાર્જ કરે છે.

શાહરુખ ખાન પાસે ક્રિકેટની આઈપીએલ ટીમ

શાહરુખ ખાન પાસે ક્રિકેટની આઈપીએલ ટીમ

શાહરૂખ ખાન એક મહાન અભિનેતા હોવા ઉપરાંત એક સફળ બિઝનેસ મેન પણ છે. તમને જણાવી દઈએ કે શાહરુખ ખાન પાસે રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને ડ્રીમ્ઝ અનલિમિટેડ જેવી પ્રોડક્શન કંપનીઓ પણ છે જે ખૂબ જ દમદાર ફિલ્મો બનાવે છે. આ સિવાય શાહરૂખ ખાન પાસે કોલકાતા નાઈટ રાઈડર્સ નામની ક્રિકેટ આઈપીએલ ટીમ પણ છે. જ્યારે શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન ઈન્ટીરીયર ડેકોરેટર છે. તેની પોતાની કંપની છે જેના દ્વારા તે દેશ અને વિદેશમાં મોટા VIP થી લઈને સેલિબ્રિટી સુધીના ઘરો ડિઝાઇન કરે છે.

મોંઘી ગાડીઓનો શોખ

મોંઘી ગાડીઓનો શોખ

તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનને મોંઘા અને શાહી વાહનોનો ઘણો શોખ છે. તેમની પાસે Bagati Veyron, BMW 7 Series, BMW 6 Ceruzu, Mitsubishi Pajero, Audi A6, લેન્ડ ક્રુઝર અને Rolls Royce Drophead Coupe જેવા લક્ઝરી અને મોંઘા વાહનો છે. કિંગ ખાનનો આખો પરિવાર અલગ-અલગ વાહનોમાં મુસાફરી કરે છે. શાહરૂખ ખાન પોતાના અલગ વાહનમાં જોવા મળે છે જ્યારે પત્ની ગૌરી ખાન પાસે અલગ વાહન છે. આર્યન, સુહાના અને અબરામ માટે અલગ-અલગ વાહનો છે.

મન્નતની કિંમત 200 કરોડ

મન્નતની કિંમત 200 કરોડ

તમને જણાવી દઈએ કે મુંબઈમાં શાહરૂખ ખાનનુ ઘર કોઈ ટૂરિસ્ટ સ્પોટથી કમ નથી. શાહરૂખ ખાન તેના પરિવાર સાથે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સમુદ્ર તરફના બંગલા મન્નતમાં રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શાહરૂખ ખાનના ઘર મન્નતની કિંમત લગભગ 200 કરોડ રૂપિયા છે. આ સાથે શાહરૂખ ખાનનો દુબઈમાં એક આલીશાન વિલા પણ છે, જેની સુંદરતા જોવા જેવી છે. શાહરૂખ ખાને મુંબઈમાં ઘણા વિસ્તારોમાં કેટલાક પ્લોટ ખરીદ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X