B'day Special : ફરી ચુમ્મો આપવા ન આવી ‘જુમ્મા’

મુંબઈ, 11 ડિસેમ્બર : જુમ્મા ચુમ્મા દે દે... જુમ્મા ચુમ્મા દે દે ચુમ્મા... ટાઇગર હાથમાં કપ લઈ જુમ્મા પાસે ચુમ્મો માંગતો હતો. આ દૃશ્ય યાદ છે ને? જી હા, ફિલ્મ હમનું આ દૃશ્ય આજે પણ લોકો ભૂલ્યા નથી અને નથી ભૂલ્યા ચુમ્મો માંગનાર ટાઇગર એટલે કે અમિતાભ બચ્ચનને, પરંતુ કદાચ ટાઇગર જેની પાસે ચુમ્મો માંગતા હતો, તે જુમ્મા જરૂર ભુલાઈ ગઈ છે.

જુમ્મા એટલે કે કિમી કાટકર. એક સમયે ટારઝન ગર્લ તરીકે જાણીતા થયેલા કિમી કાટકર છેલ્લે જુમ્મા ગર્લ તરીકેની છબી સ્થાપિત કર્યા બાદ બૉલીવુડના રૂપેરી પડદેથી ગાયબ થઈ ગયાં. આજે કિમી કાટકરનો 48મો જન્મ દિવસ છે. 11મી ડિસેમ્બર, 1965ના રોજ મુંબઈ ખાતે જન્મેલા કિમી કાટકર આજે ક્યાં છે? શું કરે છે? ઘણા બધા પ્રશ્નો આપના મનમાં પણ ઉઠતાં હશે, પરંતુ ચાલો અમે આપને બતાવીએ કિમી કાટકર વિશે.

પત્થર દિલથી શરુઆત

પત્થર દિલથી શરુઆત

કિમી કાટકરે બૉલીવુડમાં પત્થર દિલ ફિલ્મથી શરુઆત કરી હતી, પરંતુ તેમાં તેઓ સહાયક કલાકાર તરીકે હતાં.

ટારઝન ગર્લ

ટારઝન ગર્લ

કિમી કાટકરને ઓળખ મળી ફિલ્મ ટારઝન સાથે. હેમંત બિરજે સાથેની આ ફિલ્મ સફળ રહી હતી અને આ સાથે જ કિમી કાટકર બૉલીવુડમાં ટારઝન ગર્લ તરીકે જાણીતા બન્યા હતાં.

હૉટ કિમી

હૉટ કિમી

ટારઝન ફિલ્મમાં કિમી કાટકરે હૉટ દૃશ્યો આપ્યા હતાં. તેમના બિકિની સીન્સ આ ફિલ્મની યૂએસપી બની ગયા હતાં.

ગૃહિણી કિમી

ગૃહિણી કિમી

કિમી કાટકરે ફોટોગ્રાફર શાંતનુ શૌરી સાથે લગ્ન કરી લીધા છે અને તેમને એક પુત્ર સિદ્ધાર્થ પણ છે કે જે હાલ 16 વર્ષનો થઈ ચુક્યો છે. કિમી કહે છે કે હવે તેઓ એક ગૃહિણી છે.

કળાત્મક પ્રતિભા

કળાત્મક પ્રતિભા

કિમીએ જણાવ્યું કે લગ્ન બાદ તેઓ પોતાની કળાત્મક પ્રતિભાને ઓળખી શક્યાં. હવે તેમને પેંટિંગ, સિલવણ અને કુકિંગમાં આનંદ મળે છે.

મન માટે ફિલ્મો છોડી

મન માટે ફિલ્મો છોડી

કિમીએ જણાવ્યું - મેં માનસિક સંતુલન જાળવી રાખવા માટે ફિલ્મ લાઇન છોડી, પરંતુ આજેય જ્યારે લોકો ઓળખે છે, ત્યારે સારૂં લાગે છે.

બિંદાસ્ત અભિનેત્રી

બિંદાસ્ત અભિનેત્રી

કિમી કાટકર જેટલો વખત બૉલીવુડમાં રહ્યાં, તેટલો વખત તેઓ બિંદાસ્ત અભિનેત્રી તરીકે ઓળખાયાં.

જુમ્મા ગર્લ

જુમ્મા ગર્લ

કિમી કાટકરે 1990માં સુપર સ્ટાર અમિતાભ બચ્ચન સાથે હમ ફિલ્મ કરી અને તે ફિલ્મનું ગીત જુમ્મા ચુમ્મા દે દે... ખૂબ હિટ રહ્યું. આ ફિલ્મ બાદ કિમી કાટકર જુમ્મા ગર્લ તરીકે જાણીતા થઈ ગયાં.

બૉલીવુડમાંથી ગાયબ

બૉલીવુડમાંથી ગાયબ

હમ ફિલ્મ બાદ જોકે કિમીએ થોડી-ઘણી ફિલ્મો કરી, પરંતુ તે પછી તેઓ રૂપેરી પડદેથી ગાયબ જ થઈ ગયાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X