#BdaySpcl:સ્માર્ટ & સુંદર..અક્ષય સાથે ડેબ્યૂ..જુઓ રેર તસવીરો

Written By:
Subscribe to Oneindia News

લારા દત્તા બોલિવૂડની એવી કેટલીક અભિનેત્રીઓમાંની એક છે, જે પોતાની સુંદરતાની સાથોસાથ સ્માર્ટનેસ માટે પણ જાણીતી છે. આ સાથે જ તે પોતાની અલાયદી ડ્રેસિંગ સેન્સ માટે પણ ખૂબ વખણાય છે. આજે લારાનો 39મો જન્મદિવસ છે. તેણે બોલિવૂડમાં પોતાની એક્ટિંગ અને ગ્લેમરસ અંદાજના જોરે એક ખાસ જગ્યા બનાવી છે. લારાની કેટલીક જૂની, રેર અને સુંદર તસવીરો જુઓ અહીં...

મિસ યુનિવર્સ લારા દત્તા

મિસ યુનિવર્સ લારા દત્તા

જે વર્ષે પ્રિયંકા ચોપરા મિસ વર્લ્ડ બની હતી, એ જ વર્ષે લારા દત્તાએ મિસ યૂનિવર્સનો ખિતાબ મેળવ્યો હતો. વર્ષ 2000માં તેને ફેમિના મિસ ઇન્ડિયા યૂનિવર્સનો તાજ મળ્યો હતો. ત્યાર બાદ વર્ષ 2003માં તેણે અક્ષય કુમાર સાથેની ફિલ્મ અંદાઝથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ જ ફિલ્મ દ્વારા પ્રિયંકા ચોપરાએ પણ ડેબ્યૂ કર્યું હતું.

સ્વિમસૂટ કોમ્પિટિશન

સ્વિમસૂટ કોમ્પિટિશન

મિસ યૂનિવર્સના સ્વિમસૂટ કોમ્પિટિશનમાં લારાએ હાઇએસ્ટ સ્કોર મેળવ્યા હતા. તેના ફાઇનલ ઇન્ટરવ્યૂનો સ્કોર પણ મિસ યૂનિવર્સ કોન્ટેસ્ટની હિસ્ટ્રીમાં કોઇ પણ કન્ટેસ્ટન્ટને ઇન્ડિવિડ્યૂઅલ કેટેગરીમાં મળેલ હાઇએસ્ટ સ્કોર હતો. તેનો ઇન્ટરવ્યૂ જોયા બાદ મોટા ભાગના જજ દ્વારા તેને સૌથી વધુ 9.99 માર્ક્સ આપવામાં આવ્યા હતા.

બેસ્ટ ફ્રેન્ડ અક્ષય કુમાર

બેસ્ટ ફ્રેન્ડ અક્ષય કુમાર

પ્રથમ ફિલ્મથી જ લારા અને અક્ષય કુમાર બેસ્ટ ફ્રેન્ડ્સ છે. પ્રથમ ફિલ્મ અંદાઝ બાદ પ્રિયંકા અને અક્ષયના અફેરની અનેક વાતો ચગી હતી, પરંતુ લાર દત્તા અંગે ક્યારેય કોઇ ગોસિપ સાંભળવા મળી નથી. લારા છેલ્લે સિંહ ઇઝ બ્લિંગ નામની ફિલ્મમાં દેખાઇ હતી. આ ફિલ્મ પણ તેણે પોતાના મિત્ર અક્ષય કુમાર માટે જ કરી હતી.

એવોર્ડ્સ

એવોર્ડ્સ

લારા દત્તાને તેની પ્રથમ ફિલ્મ માટે ફિલ્મફેર બેસ્ટ ફીમેલ ડેબ્યૂ એવોર્ડ અને સ્ટાર સ્ક્રિન એવોર્ડ મોસ્ટ પ્રોમિસિંગ ન્યૂકમર-ફીમેલ મળ્યો હતો. આ સિવાય વર્ષ 2008માં તેને હિંદી સિનેમાના કોન્ટ્રિબ્યૂશન બદલ રાજીવ ગાંધી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 2012માં તેને એફઆઇસીસીઆઇ યંગ અચિવર્સ એવોર્ડ તથા લોરિયલ ફેમિના વુમન એવોર્ડ મળ્યો હતો. વર્ષ 2016માં અઝહર ફિલ્મ માટે તેને બેસ્ટ એક્ટ્રેસ ઇન અ સપોર્ટિંગ રોલનો લક્સ ગોલ્ડન રોઝ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ફિટનેસ માટે જાણીતી લારા

ફિટનેસ માટે જાણીતી લારા

લારા દત્તાનું સ્કુલિંગ બેંગ્લોરમાં થયું છે તથા તેણે કોલેજનો અભ્યાસ મુંબઇમાં પૂર્ણ કર્યો. લારા દત્તાના પિતા પંજાબી અને માતા એંગ્લો-ઇન્ડિયન છે. લારા દત્તા ઇંગ્લીશ અને હિંદી સિવાય પંજાબી અને કન્નડ ભાષા પણ બોલી શકે છે. લારા દત્તા તેની ફિટનેસ માટે જાણીતી છે, તેણે યુ-ટ્યૂબ પર યોગાને લગતા અનેક વીડિયો મુક્યા છે. ખાસ કરીને પ્રેગનન્સી પહેલા કરવાના યોગ અંગે તેના વીડિયો જોવા મળે છે.

પ્રોડક્શન હાઉસ

પ્રોડક્શન હાઉસ

લારા દત્તાનું ફિલ્મી કરિયર ખાસ સક્સેસફુલ નથી રહ્યું. તેની પ્રથમ ફિલ્મ હિટ રહ્યાં બાદ તેણે પોતાના દમ પર ખાસ કોઇ મોટી ફિલ્મ નથી આપી. પરંતુ તેણે બોલિવૂડમાં પોતાનું આગવું સ્થાન ચોક્કસ ઊભું કર્યું છે. લારાએ પોતાનું પ્રોડક્શન હાઉસ પણ શરૂ કર્યું છે, જેનું નામ છે બસંતી. વર્ષ 2011માં લારાના પ્રોડક્શનની પહેલી ફિલ્મ ચલો દિલ્હી રિલીઝ થઇ હતી. આ ફિલ્મને તથા ફિલ્મમાં લારાની એક્ટિંગને ક્રિટિક્સે ખૂબ વખાણી હતી.

મહેશ ભૂપતિ

મહેશ ભૂપતિ

લારાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓળખાણ પ્રાપ્ત કરી ત્યારે તે મોડેલ કેલી દોરજીને ડેટ કરી હતી. જો કે, તેના આ 9 વર્ષ જૂના સંબંધનો અંત આવ્યો હતો. ત્યાર બાદ સપ્ટેમ્બર 2011માં તેણે ઇન્ડિયન ટેનિસ પ્લેયર મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા હતા.

પરફેક્ટ ફેમિલિ

પરફેક્ટ ફેમિલિ

જાન્યુઆરી, 2012માં લારાએ પોતાની પુત્રીને જન્મ આપ્યો હતો. પુત્રીના જન્મ બાદ લારાએ ફિલ્મી કરિયરમાંથી બ્રેક લીધો હતો. ત્યાર પછી તેની કોઇ ખાસ ફિલ્મો આવી નથી. ચર્ચા છે કે, લારા દત્તા પોતાની હિટ ફિલ્મ નો એન્ટ્રીની સિક્વલ નો એન્ટ્રી મેં એન્ટ્રીમાં જોવા મળશે.

મોડેલિંગ

મોડેલિંગ

લારા દત્તાના મોડેલિંગના દિવસોની એક સુંદર તસવીર. લારા દત્તા એક્ટ્રેસ કરતાં વધુ મોડેલ તરીકે સફળ રહી છે. ફિલ્મોમાં એન્ટર થતાં પહેલાં તેને વર્ષ 2001માં યુએનપીએફએ ગુડવિલ એમ્બેસેડર પણ બનાવવામાં આવી હતી. તેની પ્રથમ ફિલ્મ હતી, અરાસતાચી. આ એક તમિલ ફિલ્મ હતી.

English summary
Former miss universe and actress Lara Dutta is celebrating her 39th birthday.
Please Wait while comments are loading...