B'day Spl: તસવીરોમાં જુઓ વરૂણ ધવનની ક્યૂટ લાઇફ
[તસવીરો] વરૂણ ધવન આજે 28 વર્ષના થઇ ગયા છે. માત્ર ચાર ફિલ્મોની સાથે બોલીવુડ ઇંડસ્ટ્રીમાં મહત્વનું સ્થાન બનાવનાર વરૂણ આજે ભલે ગંભીર ભૂમિકાઓ માટે ચર્ચામાં હોય, પરંતુ બાળપણમાં વરૂણ ખૂબ જ ધમાલીયા હતા. વિશ્વાસ ના આવતો હોય તો આપ પણ નીચે આપેલી તસવીરો જોઇ શકો છો.
વરૂણે પોતાના ભાઇ રોહિત ધવનના ખૂબ જ નજીક છે. રોહિત જ્યાં બાળપણથી ફિલ્મો બનાવવા ઇચ્છતા હતા, જ્યારે વરૂણ સિલ્વર સ્ક્રીન પર છવાઇ જવાના સપના જોતા હતા. વરૂણે અત્યાર સુધી ચાર ફિલ્મો કરી છે અને ચારેય સફળ રહી છે. ફિલ્મ બદલાપુર માટે વરૂણ ખૂબ જ વખાણને પાત્ર બન્યા છે. હવે તેમની આવનારી ફિલ્મ એબીસીડી-2નું ટ્રેલર પણ રિલીઝ થઇ ચૂક્યું છે અને લોકો તેમને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
જોકે વરૂણના જન્મદિવસ પર અમે અત્રે આપના માટે લાવ્યા છીએ વરૂણની કેટલીંક વણજોયેલી તસવીરો...

ભાઇના નજીક છે
જેમકે વરૂણ ધવને એક ટીવી શોમાં જણાવ્યું હતું કે રોહિત ધવનના ખૂબ જ નજીક છે. બાળપણમાં બંનેએ સાથે ખૂબ જ ધમાલ કરી છે.

પરફેક્ટ પિક્ચર
આ તસવીર જોઇને આપને વિશ્વાસ થઇ જશે કે બંને ભાઇઓમાં કેટલો પ્રેમ છે. રોહિત હંમેશાથી નિર્દેશક બનવા માંગતા હતા, જ્યારે વરૂણ હીરો બનવાનું સપનું જોઇને મોટા થયા.

માતા સાથે વરૂણ
વરૂણે એક ટીવી શોમાં એવું પણ જણાવ્યું હતું કે બાળપણમાં તેઓ ખૂબ જ ધમાલ કરતા હતા. જોકે તેઓ પોતાની માતા કરૂણા ધવનની પણ ખૂબ જ નજીક છે

ડેબ્યૂ ફિલ્મ
વરૂણના પિતા ડેવિડ ધવન એક પોપ્યુલર, ઇંડસ્ટ્રીના જાણીતા નિર્દેશક છે. પરંતુ જ્યારે વાત વરૂણના ડેબ્યૂની આવી તો તેમણે સ્પષ્ટ ઇનકાર કરી દીધો કે વરૂણની ડેબ્યૂ પોતાની ફિલ્મથી નહીં કરે.

કરણ જૌહર
ડેવિડ ધવનનું માનવું હતું કે વરુણ જાતે જઇને ઇંડસ્ટ્રીમાં પોતાના સંપર્ક બનાવે. ત્યારે જ વરુણની લાઇફમાં કરણ જૌહરની એન્ટ્રી થઇ. અને વરૂણને મળી તેમની ડેબ્યૂ ફિલ્મ 'સ્ટૂડેન્ટ ઓફ ધ યર'

સ્ટૂડેંટ ઓફ ધ યર
જ્યારે વરૂણ સ્ટૂડેંટ ઓફ ધ યરની શૂટિંગ કરી રહ્યા હતા, ડેવિડ ધવન એક વાર પણ વરૂણના સેટ પર ન્હોતા આવ્યા. અહીં સુધી કે તેમણે ફિલ્મ રિલીઝના પહેલા એક ફ્રેમ સુધી જોઇ ન્હોતી.

ગોવિંદાના ફેન છે
વરૂણ ધવન ગોવિંદાના મોટા ફેન છે. અને કેમ ના હોય ગોવિંદાએ પોતાની સૌથી વધારે હિટ ફિલ્મો ગોવિંદાની સાથે જ આપી છે.

મે તેરા હીરો
વરૂણ ધવનની બીજી ફિલ્મ હતી મે તેરા હીરો.. જેને તેમના પિતા ડેવિડ ધવને જ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ વરૂણ માટે ખૂબ જ ખાસ છે.

વરૂણની ફિલ્મો
વરૂણની ત્રીજી ફિલ્મ હતી આલિયા ભટ્ટની સાથે એમ્પટી શર્મા કી દુલ્હનિયા જે હિટ રહી હતી. જ્યારે ચોથી ફિલ્મ બદલાપુર સુપરહિટ રહી. આ ફિલ્મમાં વરૂણના અભિનયને ખૂબ જ વખાણવામાં આવી હતી.

કરિયરને લઇને ગંભીર
વરૂણ પોતાની ફિલ્મ બદલાપુરને લઇને એટલા ગંભીર હતા કે તેમણે પોતાના મિત્રો, અહીં સુધી કે ફેમિલી સાથે પણ મળવા અને વાત કરવાનું છોડી દીધું હતું.

ડેવિડ ધવનને ખૂબ પ્રેમ કરે છે
વરૂણ ધવન પર એ સમયે દુ:ખના પહાડ તૂટી પડ્યા હતા, જ્યારે તેઓ પોતાના પિતાની સાથે મે તેરા હીરોની શૂટિંગ વખતે બેંગકોકમાં હતા. ત્યાં ડેવિડ ધવનની હાલત ખૂબ જ ગંભીર થઇ ગઇ હતી અને ઘણા લાંબા સમય સુધી તેમની સારવાર ચાલી હતી.

28 વર્ષના થઇ ગયા વરૂણ
વરૂણ ધવન આજે 28 વર્ષના થઇ ગયા છે. જ્યારે તેમની આવનારી ફિલ્મ એબીસીડી-2નું ટ્રેલર પર રિલીઝ થઇ ચૂક્યું છે. માટે અમે વરૂણને જન્મ દિવસની શુભેચ્છાની સાથે આવનારી ફિલ્મો માટે ઓલ ધ બેસ્ટ પણ વિશ કરીએ છીએ.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
