B'day Special : 29ની સોનમના 29 સ્ટાઇલિશ અવતાર અને જાણો 29 ફૅક્ટ્સ

મુંબઈ, 9 જૂન : બૉલીવુડના સ્ટાઇલિશ ગર્લ સોનમ કપૂર આજે 29 વર્ષના થઈ ગયાં. બૉલીવુડમાં સફળતા માટે થોડોક વધુ સંઘર્ષ કરનાર સોનમ કપૂર બહુ જલ્દીથી લોરિયલના ચહેરા બની ગયાં અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ લોરિયલનું પ્રતિનિધિત્વ તેમણે જ કર્યું.

સોનમ કપૂરે બૉલીવુડ કૅરિયરની શરુઆત રણબીર કપૂર સાથે સાવરિયા ફિલ્મ દ્વારા કરી હતી, પરંતુ તેમને પ્રારંભે અપેક્ષિત સફળતા નહોતી મળી. બીજી બાજુ તેઓ ફૅશન સ્ટાઇલિસ્ટ તરીકે ઉપસતા રહ્યાં અને રૅમ્પ ઉપર તથા પછી તો મૅગેઝીનો ઉપર પણ પોતાના હુશ્નના જલવા પાથરતા રહ્યાં.

ગત વર્ષે રાંઝણા ફિલ્મ સફળ થઈ અને સોનમ કપૂરની કિસ્મત ચમકી ઉઠી. સોનમ કપૂર ગત વર્ષે સુપર હિટ રહેલી ફિલ્મ ભાગ મિલ્ખા ભાગનો પણ ભાગ રહ્યા હતાં. આજે સોનમ કપૂરને બૉલીવુડમાં કામ મળતુ થયું છે. તેઓની આગામી ફિલ્મોમાં ડૉલી કી ડોલી, રઈસ, પ્રેમ રતન ધન પાયો, બદમાશ લૌંડે તથા મોહિત સુરીની ફિલ્મનો સમાવેશ થાય છે.

ચાલો સોનમ કપૂરના 29મા જન્મ દિવસે જોઇએ તેમના 29 સ્ટાઇલિશ અવતાર સાથે 29 ફૅક્ટ્સ :

ફૅક્ટ 1

ફૅક્ટ 1

વૉગ, એફએચએમ, જીક્યૂ, નૉચ, ગ્રૅઝિયા, વર્વ, એલે, ફૅમિના તથા હાર્પર્સ બઝાર સહિત અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની મૅગેઝીનો પર સોનમ કપૂર ચમકી ચુક્યાં છે.

ફૅક્ટ 2

ફૅક્ટ 2

સોનમ કપૂરનો જન્મ 9મી જૂન, 1985ના રોજ થયો હતો. તેઓ આજે 29 વર્ષના થયાં.

ફૅક્ટ 3

ફૅક્ટ 3

સોનમ કપૂર સલમાન ખાન સાથે બીજી ફિલ્મ પ્રેમ રતન ધન પાયો કરી રહ્યાં છે. સલમાન ખાન સોનમની પ્રથમ ફિલ્મ સાવરિયામાં ગેસ્ટ રોલમાં હતાં.

ફૅક્ટ 4

ફૅક્ટ 4

સોનમ કપૂર મુજબ બૉલીવુડમાં તેમના નજીકના મિત્રોમાં કરીના કપૂર, અસીન, જૅકલીન ફર્નાન્ડીઝ, ઇમરાન ખાન, ધનુષ તથા ફૅશન ડિઝાઇનર શેહલા ખાનનો સમાવેશ થાય છે.

ફૅક્ટ 5

ફૅક્ટ 5

રાંઝણા ફિલ્મનુ મોટાભાગનુ શૂટિંગ વારાણસીમાં થયુ હતું અને એટલે જ ત્યાંના લોકો સોનમ કપૂરના દીવાના બની ગયા છે.

ફૅક્ટ 6

ફૅક્ટ 6

સોનમ કપૂર અરબાઝ ખાનની આગામી ફિલ્મ ડૉલી કી ડોલીમાં ડોલીનો રોલ કરી રહ્યાં છે કેજેનું દિગ્દર્શન નવોદિત દિગ્દર્શક અભિષેક ડોગરા કરી રહ્યાં છે.

ફૅક્ટ 7

ફૅક્ટ 7

અરબાઝ ખાને સોનમની અપૉઝિટ બે યુવાન અભિનેતાઓને સાઇન કર્યાં છે. તેમાં ફુકરે ફૅમ પુલકિત સમ્રાટ તથા કાઇ પો છે ફૅમ રાજકુમાર રાવનો સમાવેશ થાય છે.

ફૅક્ટ 8

ફૅક્ટ 8

સોનમ કપૂર એનડીટીવી બ્રાન્ડ ઍમ્બેસેડર ઑફ ધ ઈયર, કૉસ્મોપોલિટન ઍવૉર્ડ્સ ફન ફીયરલેસ ફીમેલ બેસ્ટ ડ્રેસ્ડ, હિન્દુસ્તાન ટાઇમ્સ સ્ટાઇલ આઇકૉન (રીડર્સ ચૉઇસ), જીક્યૂ વુમૅન ઑફ ધ ઈયર તથા વૉગ બ્યુટી ઍવૉર્ડ્સ બ્યુટી ઑફ ધ ઈયર વડે સન્માનિત થયાં છે.

ફૅક્ટ 9

ફૅક્ટ 9

સોનમ કપૂરના ડૉટિંગ ડૅડ અભિનેતા અનિલ કપૂર દીકરીના અભિનય કૌશલ્યની ભરપૂર પ્રશંસા કરે છે. 57 વર્ષીય ડૅડ હવે દીકરી સોનમ સાથે સ્ક્રીન શૅર કરવા માંગે છે.

ફૅક્ટ 10

ફૅક્ટ 10

અનિલ કપૂર કહે છે - સાથે કામ કરવા માટેની અનેક ઑફર્સ મળી રહી છે. અમે સાચે જ એક-બીજા સાથે કામ કરવા માંગીએ છીએ, પરંતુ હું તેના પપ્પાનો રોલ કરવા નથી માંગતો....

ફૅક્ટ 11

ફૅક્ટ 11

સોનમે જણાવ્યુ હતું - જો લોકોને એમ લાગતું હોય કે તમે સારા નથી દેખાતાં, તો તેનો મતલબ એમ થયો કે તેઓ એમ વિચારે છે કે તમે એક સારા એક્ટર છો.

ફૅક્ટ 12

ફૅક્ટ 12

પોતાના વખાણ કરતાં સોનમે જણાવ્યુ હતું - હું મારી વીસીએ એક આઇકૉન હતી. સોનમે ઉમેર્યું - લોકો ચાલીસીએ પહોંચી આઇકૉન બને છે.

ફૅક્ટ 13

ફૅક્ટ 13

તેમણે કહ્યું - રબ્બિશ રિયલિટી શો સારૂં કરી રહ્યાં છે. સોનમ રિયલિટી શોને રબ્બિશ ગણે છે.

ફૅક્ટ 14

ફૅક્ટ 14

સોનમ ટેલીવિઝનમાં તો નહીં, પણ તેઓ ક્યારેક રાજકારણમાં આવવનું જરૂર વિચારે છે.

ફૅક્ટ 15

ફૅક્ટ 15

સોનમ કહે છે - મારા પપ્પા અનિલ કપૂર કૂલેસ્ટ ડૅડ છે. તેમને એકેય બૉયફ્રેન્ડના નામ યાદ નથી.

ફૅક્ટ 16

ફૅક્ટ 16

સોનમ કપૂરે ફિલ્મ ક્ષેત્રે સહાયક દિગ્દર્શક તરીકે પ્રવેશ કર્યો હતો. તેમણે સંજય લીલા ભાનુશાળીની 2005માં આવેલી ફિલ્મ બ્લૅકનું સહાયક દિગ્દર્શન કર્યુ હતું.

ફૅક્ટ 17

ફૅક્ટ 17

બૉક્સ ઑફિસે નિષ્ફળતા મળવા છતાં સોનમ કપૂર ફિલ્મફૅર બેસ્ટ ફીમેલ ડેબ્યુ ઍવૉર્ડનું નૉમિનેશન પામવામાં સફળ રહ્યા હતાં.

ફૅક્ટ 18

ફૅક્ટ 18

નિષ્ફળતાના લાંબાગાળા બાદ સોનમ કપૂરે 2013માં રોમાંટિક ફિલ્મ રાંઝણા અને પછી ભાગ મિલ્ખા ભાગ દ્વારા પોતાની જાતને સાબિત કરી હતી.

ફૅક્ટ 19

ફૅક્ટ 19

ફિલ્મી કૅરિયર ઉપરાંત સોનમ કપૂર સામાજિક કાર્યો તથા જાહેર ખબરોમાં પણ વ્યસ્ત રહે છે. તેઓ ભારતના બેસ્ટ ડ્રેસ્ડ સેલિબ્રિટીઝ છે.

ફૅક્ટ 20

ફૅક્ટ 20

સોનમ કપૂરનું ઑફસ્ક્રીન જીવન પણ ચર્ચામાં રહે છે. તેઓ ફ્રેંચ બ્યુટી બ્રાન્ડ લોરિયલના સ્પોક્સપર્સન છે.

ફૅક્ટ 21

ફૅક્ટ 21

સોનમ અર્જુન કપૂર અને મોહિત મારવાહના ફર્સ્ટ કઝીન છે અને માતા પક્ષે રણવીર સિંહના પણ કઝીન છે.

ફૅક્ટ 22

ફૅક્ટ 22

સોનમે થિયેટર અને આર્ટ્સનું શિક્ષણ સિંગાપુરમાં બે વરસ સુધી લીધુ હતું.

ફૅક્ટ 23

ફૅક્ટ 23

સોનમ કપૂર અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ, પંજાબી અને મરાઠી ભાષા બોલી શકે છે.

ફૅક્ટ 24

ફૅક્ટ 24

સોનમ સુ-પ્રશિક્ષિત ક્લાસિક ડાન્સર છે.

ફૅક્ટ 25

ફૅક્ટ 25

એક્ટિંગ શરૂ કરતા પહેલા સોનમ કપૂર બહુ જાડા હતાં, પરંતુ ભાનુશાળીના સુચન બાદ સોનમે 35 કિલો વજન ઘટાડ્યુ હતું.

ફૅક્ટ 26

ફૅક્ટ 26

સોનમે મે-2014માં ચોથી વાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. તેઓએ માત્ર લોરિયલના બ્રાન્ડ એમ્બેસેડર જ નહીં, પણ કેટલીક ભારતીય બ્રાન્ડ્સનું પણ પ્રતિનિધિત્વ કર્યુ હતું.

ફૅક્ટ 27

ફૅક્ટ 27

સોનમ કહે છે કે તેઓ તે જ બ્રાન્ડનું એન્ડોર્સમેંટ કરે છે કે જેની ઉપર તેમને ભરોસો છે. તેમાં ઇલેક્ટ્રોલક્સ, સ્પાઇસ મોબાઇલ, સેરા, લક્સ, કૉલગેટ, વિઝિબલ વ્હાઇટ, સિગ્નેચર, લોરિયલ તથા મૉંટ બ્લૅંકનો સમાવેશ થાય છે.

ફૅક્ટ 28

ફૅક્ટ 28

સોનમ કપૂર બેસ્ટ-ડ્રેસ્ડ લિસ્ટમાં ટોચ પર છે અને મીડિયામાં ઉત્કંઠા રહે છે કે તેઓ ઇવેંટ્સમાં શું પહેરીને આવવાના છે.

ફૅક્ટ 29

ફૅક્ટ 29

ફૅશનિસ્ટા તરીકે સ્થાપિત સોનમ કપૂરને ભારતીય મીડિયાએ યૂથ આઇકૉન તરીકેનો ટૅગ આપ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X