ભાજપની આ મહિલા નેતાનો પીળી સાડીમાં ડાન્સ, સોશિયલ મીડિયા પર આગ લગાડી
ટિક-ટોક સ્ટાર અને ભાજપના નેતા સોનાલી ફોગાટ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તેનું કારણ તેનો એક વાયરલ વીડિયો છે.
ટિક-ટોક સ્ટાર અને ભાજપના નેતા સોનાલી ફોગાટ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તેનું કારણ તેનો એક વાયરલ વીડિયો છે, જેમાં તે પીળી સાડીમાં 'ટીપ-ટીપ બરસા પાની' ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોને સોનાલી ફોગાટે પોતે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેને ઇન્ટરનેટ પર આગ લગાવી છે. સોનાલીના કામુક અંદાજે પ્રશંસકોને પાણી પાણી કરી દીધા છે. આ વીડિયોને હજારો લાઈક્સ મળી ચુક્યા છે.

ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી
સોનાલી ફોગાટ હરિયાણા વિધાનસભાની 2019 ની ચૂંટણી દરમિયાન ચર્ચામાં આવી હતી. તેને ભાજપની ટીકીટ પર ચૂંટણી લડી હતી, તે આ સમયે પણ ભાજપમાં જ છે. ચૂંટણી પ્રચારમાં તેજ કર્તાર ભાષણોના કારણે જાણીતી સોનાલી ફોગાટ બિગ બોસ-14 માં પણ સ્પર્ધક રહી ચૂકી છે અને સોશ્યલ મીડિયાનાં લોકપ્રિય છે.

ટેલિવિઝનથી કારકિર્દીની શરૂઆત કરી
સોનાલી ફોગાટે વર્ષ 2006 માં દૂરદર્શન પર શોએંકર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પંજાબી, હરિયાણવી ફિલ્મો અને ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. તેણે વર્ષ 2019 માં અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો. તેની પહેલી હરિયાણવી ફિલ્મ 'છોરીયાં છોરોં સે કમ નહીં હોતી' હતી. આ સિવાય સોનાલી ફોગાટ એક વેબ સિરીઝ પણ કરી ચુકી છે.

સોનાલી ફોગાટનો વિવાદ સાથે જુનો નાતો છે
સોનાલી ફોગાટનું નામ સતત વિવાદો સાથે જોડાયેલુ રહ્યું છે, સોનાલી ફોગાટની હિસારમાં સરકારી અધિકારીને થપ્પડ મારવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. સોનાલી પર અધિકારી પર અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.

ઘરમાંથી 10 લાખની કિંમતના ઘરેણાની ચોરી થઈ હતી
થોડા સમય પહેલા તેના ઘરમાંથી 10 લાખના દાગીના, રોકડ અને લાઇસન્સવાળી રિવોલ્વરની ચોરી થઈ હતી, ત્યારે પણ તે ચર્ચામાં આવી હતી.












Click it and Unblock the Notifications
