For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંતને ઝેર આપવામાં આવ્યુ એ છૂપાવવા માટે પોસ્ટમોર્ટમમાં વિલંબ કર્યોઃ સ્વામી

સ્વામીનો દાવો છે કે સુશાંતને ઝેર આપીને મારવામાં આવ્યા અને જાણીજોઈને તેમના પોસ્ટમોર્ટમમાં વિલંબ કરવામાં આવ્યો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે 14 જૂને પોતાના ફ્લેટમાં મૃત મળેલા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરી દેવામાં આવી હતી. સ્વામીનો દાવો છે કે તેમને ઝેર આપીને મારવામાં આવ્યા અને જાણીજોઈને તેમના પોસ્ટમોર્ટમમાં વિલંબ કરવામાં આવ્યો જેથી ઝેર આપવાની વાત રિપોર્ટમાં સાબિત ન થાય. સ્વામીનુ કહેવુ છે કે હત્યારાઓની શેતાની માનસિકતા હવે સામે આવવા લાગી છે.

ઝેરને પેટમાં ભેળવી દેવામાં આવ્યુ

ઝેરને પેટમાં ભેળવી દેવામાં આવ્યુ

ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ મંગળવારે સવારે કરેલા ટ્વિટમાં લખ્યુ છે - સુશાંતના હત્યારા અને તેમની પહોંચના શેતાની માનસિકતા ધીમે ધીમે સામે આવવા લાગી છે. ઑટોપ્સીને જાણીજોઈને લેટ કરવામાં આવી જેથી સુશાંત સિંહના પેટમાં ઝેર ભળી જાય. હવે સમય આવી ગયો છે એ લોકો પર કડકાઈ કાર્યવાહી થાય જે આના માટે દોષી છે.

સ્વામી કરી રહ્યા છે ઘણા પ્રકારના દાવા

સ્વામી કરી રહ્યા છે ઘણા પ્રકારના દાવા

આ પહેલા સોમવારે સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંતના મોતનુ દૂબઈ સાથે કનેક્શન બતાવીને સોમવારે સ્વામીએ ટવિટ કરીને લખ્યુ હતુ તે જેમ એઈમ્સના ડૉક્ટોએ સુનંદા પુષ્કરના પેટમાં અસલી ઝેર મળ્યુ હતુ. તેવુ શ્રીદેવી અને સુશાંતના કેસમાં ન થયુ. સુશાંતના મોતા દિવસે દૂબઈના ડ્રગ ડીલર અયાશ ખાને તેમની મુલાકાત કરી હતી. છેવટે કેમ? સ્વામી આ કેસમાં રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટને પણ નિશાન બનાવી ચૂક્યા છે. તેમણે કહ્યુ કે જો રિયા ચક્રવર્તી આવા નિવેદન આપતી હોય જેનુ મહેશ ભટ્ટ સાથે વાતચીતથી વિરોધાભાસ થયો તો સચ્ચાઈ સુધી પહોંચવા માટે તેની ધરપકડ કરીને પૂછપરછ કરવા સિવાય કોઈ રસ્તો નહિ રહે.

સુશાંત કેસમાં સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારની વાતો

સુશાંત કેસમાં સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારની વાતો

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને કથિત રીતે આત્મહત્યા કરી હતી. તેમના મોત બાદ સામે આવ્યુ હતુ કે તે ડિપ્રેશનમાં હતા. તેમના મોત બાદ મુંબઈ પોલિસ કેસની તપાસ કરી રહી હતી. બિહાર સરકારની ભલામણ અને પછી સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગયા સપ્તાહે સીબીઆઈને આ કેસ સોંપી દેવામાં આવ્યો. સીબીઆઈ પણ પોતાની તપાસ કરી રહી છે. વળી, ઈડીએ કેસમાં રિયાની પૂછપરછ કરી છે. પોલિસ અને આ એજન્સીઓે હજુ કંઈ ખાસ આ કેસમાં મળ્યુ નથી પરંતુ મીડિયામાં ઘણી વાતો ચાલી રહી છે. સુશાંતની હત્યા અને રિયા પર જે આરોપ મીડિયા અને સોશિયલ મીડિયામાં અમુક લોકોએ લગાવ્યા છે, હજુ સુધી પોલિસ કે સીબીઆઈ તરફથી તેના પર કંઈ કહેવામાં આવ્યુ નથી.

જલ્દી મોંઘા થશે મોબાઈલ પ્લાન, જાણો કેમ અને ક્યારે?જલ્દી મોંઘા થશે મોબાઈલ પ્લાન, જાણો કેમ અને ક્યારે?

English summary
BJP mp Subramanian Swamy big statement on bollywood actor ssr death.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X