Pics : મોદી નામે પોતાનું બ્રાન્ડિંગ કરતી ‘હૉટીસ’!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 11 ફેબ્રુઆરી : લોકસભા ચૂંટણીનું કાઉંટડાઉન શરૂ થઈ ગયું છે. રાજકીય પક્ષો રેલીઓ ઉપર રેલીઓ કરી રહ્યાં છે. સૌ એક-બીજા સામે નિશાન તાકવાની કોઈ તક નથી ચૂકી રહ્યાં, તો બીજી બાજુ ફિલ્મી અને મૉડેલિંગના લોકો પણ લોકસભા ચૂંટણીના ગરમાવાનો સહારો અને લાભ લેવાની કોશિશ કરી રહ્યાં છે અને તેનો તાજો દાખલો છે વડોદરાની મૉડેલ અને અભિનેત્રી મેઘના પટેલ કે જેમણે મોદીના નામે હૉટ ફોટોશૂટ કરાયું છે. મેઘનાએ મોદીના પ્રચારની આ રીત અપનાવી સનસનાટી ફેલાવી દીધી છે.

જોકે ભારતીય જનતા પક્ષે આ પ્રકારના ફોટોશૂટની ટીકા કરી છે અને જણાવ્યું છે કે મેઘના સાથે ભાજપ કે નરેન્દ્ર મોદીને કોઈ લેવાદેવા નથી, તો બીજી બાજુ મોદીના ટેકેદારોએ ટ્વિટર ઉપર મેઘના પટેલને ભાંડી છે. લોકોએ ટ્વિટર પર મેઘનાની ટીકા કરતાં જણાવ્યું છે કે મોદીના સહારે આપ પોતાની જાતને વેચી રહ્યાં છો મેઘના પટેલ. જોકે મેઘના પટેલ પોતાની જાતને મોદીની ફૅન ગણાવે છે. મેઘના કહે છે કે નરેન્દ્ર મોદી આજના જમાનાના માણસ છે. મોદી વીરતાના અવતાર છે.

નરેન્દ્ર મોદી પ્રત્યે ઘેલછા જાહેર કરનાર મેઘના પટેલ પહેલી હૉટી નથી. ચાલો જોઇએ મોદી ઘેલી હૉટીસ :

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત

નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો સૌથી વધુ ફાયદો ઉઠાવ્યો બૉલીવુડના મર્ડર ગર્લ મલ્લિકા શેરાવતે કે જેમણે પોતાના પ્રથમ ટેલીવિઝન શો ધ બૅચલરેટ... મેરે ખયાલોં કી મલિકા.. ની પબ્લિસિટી માટે નરેન્દ્ર મોદીને પોતાના માટે સૌથી પરફેક્ટ બૅચલર ગણાવ્યા હતાં. મલ્લિકાએ સ્પષ્ટ કહ્યુ હતું કે તેમનું સપનું મોદી જેવા લાઇફ પાર્ટનરની છે.

સૃષ્ટિ રાણા

સૃષ્ટિ રાણા

ભારતીય સુંદરી અને 2013ના મિસ એશિયા પૅસેફિક વર્લ્ડ સૃષ્ટિ રાણાએ પણ તાજ જીત્યા બાદ નરેન્દ્ર મોદીના મન મૂકીને વખાણ કર્યા હતાં. રાણાએ જણાવ્યુ હતું કે તેઓ રાજકારણમાં કોઈ રસ નથી ધરાવતાં, પણ તેઓ મોદીના વ્યક્તિત્વથી પ્રભાવિત છે. તેમની પણ હૃદયપૂર્વક ઇચ્છા છે કે મોદી વડાપ્રધાન બને. મીડિયા અને વિરોધી પક્ષોએ આ વાત પર મોદીની બહુ મજાક ઉડાવી હતી.

નેહા ધુપિયા

નેહા ધુપિયા

જોકે સેક્સી નેહા ધુપિયા ક્લીન શેવના ઘેલાં છે, પણ તેમણે જ્યારે રાહુલ ગાંધી અંગે ટિપ્પણી કરી હતી, તો મોદી સાથે તેમની સરખામણી પણ કરી હતી. નેહાએ જણાવ્યુ હતું કે મોદી દાઢીમાં પણ હૉટ લુક આપે છે.

રાખી સાવંત

રાખી સાવંત

આયટમ ગર્લ રાખી સાવંતને પણ નરેન્દ્ર મોદી બહુ સ્માર્ટ લાગે છે. રાખીએ પણ ખુલ્લેઆમ મીડિયાને જણાવ્યુ હતું કે મોદીની અંદર ઘણી ખૂબીઓ છે. તેથી તેઓ પરફેક્ટ મર્દ અને પરફેક્ટ પતિ સાબિત થઈ શકે છે.

શ્રદ્ધા શર્મા

શ્રદ્ધા શર્મા

પોતાની આવનારી ફિલ્મ 'સરફરોજી'ના પ્રમોશન માટે અને ગત 31મી ડિસેમ્બરના રોજ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે અમદાવાદ ખાતે આવેલી શ્રધ્ધા શર્માએ પત્રકારોને પોતાની ફિલ્મ અંગે જણાવ્યું હતું કે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ફૅન છે અને આવનારા દિવસોમાં તેમના માટે પ્રચાર પ્રસાર પણ કરશે.

મેઘના પટેલ

મેઘના પટેલ

મૉડેલ અને અભિનેત્રી મેઘના પટેલે મોદી પ્રેમમાં પોતાના કપડાં જ ઉતારી નાંખ્યાં. મેઘનાએ મોદીના પ્રચાર માટે ન્યુડ ફોટોશૂટ કરાવ્યું છે અને તેની સામે ભાજપે વાંધો ઉઠાવ્યો છે.

English summary
BJP red-faced after model Meghna Patel poses semi-nude in support of Narendra Modi. We welcome people supporting us, but we are not in support of such vulgar display said BJP.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.