લવ જિહાદને પ્રોત્સાહન આપી રહેલી ફિલ્મ કેદારનાથ બેન કરો
ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન અને તેની પહેલી પત્ની અમૃતા રાવની દીકરી સારા અલી ખાન કેદારનાથ ફિલ્મ ઘ્વારા બોલિવૂડમાં પ્રવેશ કરી રહી છે.
ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન અને તેની પહેલી પત્ની અમૃતા રાવની દીકરી સારા અલી ખાન કેદારનાથ ફિલ્મ ઘ્વારા બોલિવૂડમાં પ્રવેશ કરી રહી છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થઇ ચૂક્યું છે. ફિલ્મના ટીઝરને ખુબ જ સારો રિસ્પોન્સ પણ મળ્યો છે પરંતુ ફિલ્મને લઈને વિવાદ પણ શરુ થઇ ગયો છે. ઉત્તરાખંડના તીર્થ પુરોહિતોનાં વિરોધ પછી ભાજપના એક એક વરિષ્ઠ નેતાએ ફિલ્મ સામે મોરચો ખોલી નાખ્યો છે.

લવ જિહાદને પ્રોત્સાહન આપી રહેલી ફિલ્મ કેદારનાથ: ભાજપા નેતા
ભાજપા નેતાએ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. રાજ્યમાં ભાજપ મીડિયા રિલેશન ટીમ સાથે જોડાયેલા અજેન્દ્ર અજયે કેન્દ્રીય ફિલ્મ બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશીને લખીને જણાવ્યું છે કે આ ફિલ્મ હિન્દૂ ભાવનાઓનો મજાક બનાવે છે અને લવ જિહાદને પ્રોત્સાહન આપે છે એટલા માટે તેને બેન કરી દેવી જોઈએ.

વિવાદોમાં કેદારનાથ
આપને જણાવી દઈએ કે આ પહેલા ઉત્તરાખંડમાં હાજર કેદારનાથના તીર્થ પુરોહિતો ઘ્વારા ફિલ્મ અંગે રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો. તેમને કહ્યું હતું કે આ ફિલ્મ હિન્દુઓની ભાવનાને આહટ કરી રહી છે એટલા માટે તેને બેન કરી દેવી જોઈએ. આ લવ જિહાદ પર બનેલી ફિલ્મ છે. હિન્દુસ્તાન ટાઈમ્સ રિપોર્ટ અનુસાર પુરોહિતોનુ કહેવું છે કે કેદારનાથ ફિલ્મ બેન નહીં થઇ તો અમે આંદોલન કરીશુ.

લિપલોક સીન પણ વિવાદનું કારણ
આપને જણાવી દઈએ કે આ ફિલ્મમાં સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂત છે. આ ફિલ્મમાં ઉત્તરાખંડમાં આવેલી ત્રાસદી દર્શાવવામાં આવી છે. ફિલ્મનું નિર્દેશન અભિષેક કપૂરે કર્યું છે. ફિલ્મના ગીતો પર પણ લોકો વિરોધ કરી રહ્યા છે. ફિલ્મમાં એક લિપલોક સીન પણ છે જેના પર વિવાદ ચાલી રહ્યો છે.

ફિલ્મ 7 ડિસેમ્બરે રિલીઝ થઇ રહી છે
આપને જણાવી દઈએ કે આ ફિલ્મ 7 ડિસેમ્બરે રિલીઝ થઇ રહી છે. અભિષેક કપૂરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ પુરમાં ફસાયેલા એક હિન્દૂને એક મુસ્લિમ ઘ્વારા બચાવવાની અને ત્યારપછી બંને વચ્ચે થયેલા પ્રેમની કહાની બતાવે છે. એટલા માટે પુરોહિત ઘ્વારા જણાવવામાં આવ્યું કે ફિલ્મ લવ જિહાદને પ્રોત્સાહન આપી રહી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
