Pics : બૉલીવુડમાં ડિટેક્ટિવ ફિલ્મોનો દોર, પણ બૉબી જાસૂસ નિશ્ચિંત!
મુંબઈ, 8 ફેબ્રુઆરી : બૉલીવુડમાં લાગે છે કે ફરીથી ડિટેક્ટિવ એટલે કે જાસૂસી ફિલ્મોનો દોર આવી રહ્યો છે. આ વર્ષે જાસૂસી ફિલ્મોની કતાર લાગવાની છે. આ વર્ષે એક કે બે નહીં, પણ પૂરી ત્રણ ફિલ્મો એવી રિલીઝ થશે કે જે જાસૂસી પર આધારિત છે. તેમાં સૌથી મહત્વની ફિલ્મ બૉબી જાસૂસ છે કે જેમાં વિદ્યા બાલન જાસૂસનો રોલ કરવાનાં છે. વિદ્યાની બૉબી જાસૂસને પડકાર ફેંકશે રણબીર કપૂર અભિનીત જગ્ગા જાસૂસ અને સુશાંત સિંહ રાજપૂત અભિનીત ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી. જોકે વિદ્યા બાલન આ બાબતથી જરાય ચિંતિત નથી અને તેમનું કહેવું છે કે બૉબી જાસૂસમાં જાસૂસી ઉપરાંત પણ ઘણુ બધુ છે.
વિદ્યા બાલન કહે છે કે તેઓ બીજી ફિલ્મોને સ્પર્ધક તરીકે નથી જોતાં. શુક્રવારે એક રેડિયો સ્ટેશન પર પોતાની આવનાર ફિલ્મ શાદી કે સાઇડ ઇફેક્ટ્સનું પ્રમોશન કરતાં 34 વર્ષીય વિદ્યાએ જણાવ્યું - બૉબી જાસૂસ એક મહિલા જાસૂસી ફિલ્મ છે, પણ તે માત્ર જાસૂસીની ફિલ્મ નથી, એક માનવીય વાર્તા પણ છે. હું બીજી ફિલ્મો અંગે નથી વિચારતી. હું નિશ્ચિંત છું કે દરેક ફિલ્મ પોતાની રીતે અનોખી હશે. હું ઇંતેજાર કરુ છું કે લોકો બૉબી જાસૂસને કઈ રીતે લેશે.
ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

જગ્ગા જાસૂસ
ફિલ્મ દિગ્દર્શખ અનુરાગ બાસુ અને અભિનેતા રણબીર કપૂર સંયુક્ત રીતે જગ્ગા જાસૂસ ફિલ્મ બનાવી રહ્યાં છે કે જેમાં રણબીર કપૂર લીડ રોલમાં છે.

ડિટેક્ટિવ બ્યોમકેશ બખ્શી
દિબાકર બૅનર્જી દિગ્દર્શિત બ્યોમકેશ બખ્શી પણ જાસૂસી ફિલ્મ છે કે જેમાં સુશાંત સિંહ રાજપૂત લીડ રોલ કરી રહ્યાં છે.

બૉબી જાસૂસ
બૉબી જાસૂસ દીયા મિર્ઝા અને તેમના વ્યવસાયી મંગેતર સાહિલ સંઘાના બૅનર બોર્ન ફ્રી એંટરટેનમેંટના બૅનર હેઠળ બની રહી છે કે જેમાં વિદ્યા બાલન લીડ રોલ કરી રહ્યાં છે.

શાદી કે સાઇડ ઇફેક્ટ્સનું પ્રમોશન
વિદ્યા બાલન આજકાલ પોતાની આવનાર ફિલ્મ શાદી કે સાઇડ ઇફેક્ટ્સના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેમની સાથે કો-સ્ટાર ફરહાન અખ્તર પણ લાગેલા છે.

મજા પડી
શુક્રવારે એક રેડિયો સ્ટેશન પર પોતાની આવનાર ફિલ્મ શાદી કે સાઇડ ઇફેક્ટ્સનું પ્રમોશન કરતાં 34 વર્ષીય વિદ્યાએ જણાવ્યું - બૉબી જાસૂસ ફિલ્મમાં બહુ મજા પડી. અમે હૈદરાબાદ ખાતે 51 દિવસોમાં શૂટિંગ પૂર્ણ કરી લીધી.

દીયા-સાહિલનો આભાર
વિદ્યાએ જણાવ્યું - દીયા અને સાહિલે એવું વાતાવરણ સર્જ્યું કે જેમાં દરેકને લાગતુ હતું કે જાણે તે ફાળો આપી રહ્યો હતો.

દિગ્દર્શકના વખાણ
નવોદિત દિગ્દર્શખ સમર શેખના વખાણ કરતાં વિદ્યાએ જમાવ્યું - સમર નવા દિગ્દર્શક છે, પણ હું કહેવા માંગુ છું કે તેમણે સખત મહેનત કરી છે અને હું એમ પણ કહીશ કે તેમણે અમારી સાથે બહુ ખુશી સાથે કામ કર્યું.

ભિખારીના વેશમાં વિદ્યા
બૉબી જાસૂસ ફિલ્મમાં વિદ્યાએ ભિખારીનો વેશ પણ ધર્યો છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી








Click it and Unblock the Notifications
