Bold & Beautiful! જાસ્મિન ભાસિનનું લેટેસ્ટ ફોટોશૂટ છે ખૂબ હોટ!
ટેલિવિઝન એક્ટ્રેસ જાસ્મિન ભાસિને 'ટશન એ ઇશ્ક'માં તેના રોલથી સૌનું મન જીતી લીધું છે. રિયલ લાઇફમાં તે સ્ટાયલ દિવા છે. આ વાત સાબિત કરતા ફોટોઝ સોશ્યલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઇ રહ્યાં છે.
ટેલિવિઝન એક્ટ્રેસ જાસ્મિન ભાસિને 'ટશન એ ઇશ્ક'માં તેના રોલથી સૌનું મન જીતી લીધું છે. તેનું આ બબલી ગર્લનું પાત્ર લોકોને ખૂબ પસંદ પડ્યું હતું. હાલ તે 'દિલ સે દિલ તક' સીરિયલમાં જોવા મળી રહી છે. બંને શોમાં તેણે સાદી-સીધી યુવતીનું પાત્ર ભજવ્યું છે, જો કે રિયલ લાઇફમાં તે સ્ટાયલ દિવા છે. આ વાત સાબિત કરતા ફોટોઝ સોશ્યલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઇ રહ્યાં છે.

બોલ્ડ ફોટોશૂટ
તેનો આ બોલ્ડ અવતાર જોઇને ફેન્સ આશ્ચર્યચકિત થઇ ગયા છે. આ તસવીરો તેના લેટેસ્ટ ફોટોશૂટની છે, જે તેણે સોશ્યલ મીડિયા પર શેર કરી હતી. HT સાથે બોલ્ડ ફોટોશૂટ અંગે વાત કરતાં તેણે કહ્યું કે, 'મેં કોઇ ઇમેજ ચેન્જ કરવા માટે આ ફોટોશૂટ નથી કરાવ્યું.'(Image Source: Capil Verma Instagram)

એક એક્સપરિમેન્ટ
તેણે આગળ કહ્યું કે, 'આ માત્ર એક એક્સપરિમેન્ટ હતું, જે મને કરવું હતું. મારું બાળપણ ઘણા સંકોચમાં વીત્યું છે કે, હું કાળી અને પાતળી છું. હવે હું જીવનના એવા ફેઝમાં છું, જ્યાં હું પોતાને જેવી છું તેવી એક્સેપ્ટ કરવા માંગુ છું.'(Image Source: Capil Verma Instagram)

પોતાને પ્રેમ કરવું જરૂરી
'હું પહેલા લોકો પાસે વેલિડેશન માંગતી હતી. જ્યારે તમને લાગે કે તમે ઇનકમપ્લિટ છો, ત્યારે તમને અપ્રૂવલની જરૂર પડે છે. હું ક્યારેક એવા ફેઝમાં પણ હતી, જ્યારે હું પોતાના માટે જ સારું નહોતી વિચારતી. પરંતુ હવે સમય સાથે મને સમજાવા લાગ્યું છે કે, પોતાને પ્રેમ કરવું કેટલું જરૂરી છે.'

'ફોટોશૂટમાં બોલ્ડ દેખાવામાં વાંધો નથી'
જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, શું તે અન્ય ટીવી એક્ટ્રેસિસના બોલ્ડ ફોટોશૂટનો ટ્રેન્ડ ફોલો કરી રહી છે ત્યારે તેણે કહ્યું હતું કે, 'એક્ટર્સ બોલ્ડ ફોટોશૂટ શા માટે કરાવે એ અંગેનો કોઇ જવાબ નથી. બોલિવૂડ હોય કે ટેલિવૂડ મોટાભાગના એક્ટર્સને ફોટોશૂટમાં બોલ્ડ દેખાવાનો વાંધો નથી હોતો.'

'ફીમેલ એક્ટરને સ્ટીરિયોટાઇપ કરવામાં આવે છે'
'બોલ્ડ ફોટોશૂટ એ વ્યક્તિગત નિર્ણય છે અને તમે એના માટે કેટલા રેડી છો, કેટલા કમ્ફર્ટેબલ છો તેની પર આધારિત છે. મુદ્દો એ છે કે, માત્ર ફીમેલ એક્ટર્સને આ અંગે સવાલ કરવામાં આવે છે. જો હું બોલિવૂડ એક્ટ્રેસ હોત, તો આ સવાલ પૂછવામાં ન આવ્યો હોત. ટીવી સીરિયલમાં અમે ભજવેલા રોલને આધારે અમને સ્ટિરિયોટાઇપ કરવામાં આવે છે.'

સાઉથની ફિલ્મોમાં કર્યું છે કામ
ઘણા ઓછાને ખબર હશે કે ટેલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરતાં પહેલા તેણે કેટલીક સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જેમાં વાનમ, વેતા, લેડિઝ એન્ડ જેન્ટલમેન, જિલ જુંગ જુક અને દિલ્લુન્નોડુનો સમાવેશ થાય છે.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
Weather News: યુપી-દિલ્હી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ










Click it and Unblock the Notifications
