• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

BOLLY IN BRIEF : પૂનમ ઉપર ફીફા ફીવર! અમિતાભનું બીએસઈમાં યુદ્ધ, વિદ્યાની કિંગ સામે શરત!

|

મુંબઈ, 17 જૂન : આજના બૉલી ઇન બ્રીફમાં અનેક મસાલાઓનો ખજાનો છે. બૉલીવુડમાં સમાચારો અને તેમાં પણ બ્રેકિંગ ન્યુઝની ક્યાં કોઈ ઉણપ હોય છે. હર પળ ત્યાં કંઇકને કંઇક નવા ફણગા ફૂટતા હોય છે.

બૉલીવુડ અપડેટમાં આજે સૌથી મહત્વનું અપડેટ છે પૂનમ પાન્ડે. આજકાલ ફુટબૉલ વર્લ્ડ કપ એટલે કે ફીફા 2014 ચાલી રહ્યું છે અને ક્યારેક ક્રિકેટ, તો ક્યારેક પોતાના વિવાદાસ્પદ કૃત્યોના કારણે ચર્ચામાં રહેનાર પૂનમ પાન્ડે ઉપર પણ ફીફાનું ફીવર ચઢ્યું હોય તેવું લાગે છે, તો બીજી બાજુ બિગ બી અમિતાભ બચ્ચન આજે પહોંચી ગયાં મુંબઈ શૅર બજાર એટલે કે બીએસઈ. અમિતાભે ત્યાં જઈ પોતાની ડેબ્યુ ટેલીવિઝન સીરિયલ યુદ્ધ માટે પ્રચાર કર્યું.

ચાલો જોઇએ તસવીરો સાથે જોઇએ BOLLY IN BRIEF :

બીએસઈ પહોંચ્યા અમિતાભ

બીએસઈ પહોંચ્યા અમિતાભ

અમિતાભ બચ્ચન પોતાની પ્રથમ ટેલીવિઝન સીરિયલના પ્રમોશન માટે આજે મુંબઈ સ્ટૉક એક્સચેંજ એટલે કે બીએસઈ પહોંચ્યાં.

ઘંટ વગાડ્યો

ઘંટ વગાડ્યો

અમિતાભ બચ્ચને બીએસઈમાં જઈ યુદ્ધના પ્રમોશન હેઠળ ઘંટ વગાડ્યો અને તેમણે યુદ્ધનું પોસ્ટર પણ લૉન્ચ કર્યું.

ફિક્શનનું લિસ્ટિંગ

ફિક્શનનું લિસ્ટિંગ

અમિતાભ બચ્ચને આ પ્રસંગે યુદ્ધની નિર્માણ કમ્પની ફિક્શનનું બીએસઈમાં લિસ્ટિંગ પણ કરાવ્યું. યુદ્ધમાં અમિતાભ યુધિષ્ઠિર નામનું પાત્ર ભજવી રહ્યાં છે કે જે ફિક્શનના માલિક યુધિષ્ઠિરની વાર્તા છે.

શાહરુખ સામે વિદ્યાની શરત

શાહરુખ સામે વિદ્યાની શરત

હાલમાં દીયા મિર્ઝા અને વિદ્યા બાલન બૉબી જાસૂસ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. એક ઇવેંટ દરમિયાન વિદ્યાએ જણાવ્યું કે તેઓ શાહરુખ ખાન સાથે ફિલ્મ કરવા તૈયાર છે, પરંતુ શરત એટલી જ છે કે તેમનો રોલ શાહરુખ ખાન જેટલો જ મહત્વનો હોય.

પૂનમ પર ફીફા ફીવર

પૂનમ પર ફીફા ફીવર

પૂનમ પાન્ડે ઉપર ફુટબૉલ વર્લ્ડ કપ ફીફા 2014નું ફીવર ચઢી ગયું છે.

ટ્વિટર ક્વીન

ટ્વિટર ક્વીન

પૂનમ પાન્ડે ટ્વિટર ક્વીન કહેવાય છે અને તેમણે ફીફા પ્રત્યે ચીયર્સ અપ કરતી પોતાની તસવીરો ટ્વિટર ઉપર પોસ્ટ કરી છે.

સ્ટંટબાજ પૂનમ

સ્ટંટબાજ પૂનમ

પૂનમ પાન્ડે એમ પણ સ્ટંટબાજ કહેવાય છે. તેઓ પોતાની જાતને ચર્ચામાં રાખવા માટે આ પ્રકારનો રાયતો પિરસતા જ રહે છે.

ફ્લૉપ પૂનમ

ફ્લૉપ પૂનમ

પૂનમ પાન્ડેએ બૉલીવુડમાં નશા ફિલ્મ દ્વારા સફળતા મેળવવાની કોશિશ કરી હતી, પરંતુ તેમની આ ફિલ્મ ફ્લૉપ સાબિત થઈ.

સ્મૃતિને મળ્યાં હમશકલ્સ

સ્મૃતિને મળ્યાં હમશકલ્સ

હમશકલ્સ ટીમ ફિલ્મના પ્રમોશન માટે દિલ્હી પહોંચી હતી. આ પ્રસંગે રામ કપૂર, સાજિદ ખાન, રીતેશ દેશમુખ અને સૈફ અલી ખાને એચઆરડી મંત્રી સ્મૃતિ ઈરાની સાથે મુલાકાત કરી હતી.

મારા સંતાનોમાં મારી કોઈ ટેવ નથી

મારા સંતાનોમાં મારી કોઈ ટેવ નથી

એક સ્નેહાળ પિતા અને બૉલીવુડ સ્ટાર શાહરુખ ખાનની ચાહત છે કે તેમના બાળકો આરોગ્ય તથા ખુશી સાથે સમજૂતી કર્યા વગર જીવનમાં જે કંઈ બનવા માંગતા હોય, બને. તેઓ પોતાના બાળકોને સારા બાળકો કહે છે. શાહરુખ કહે છે કે તેમના બાળકોમાં તેમની એક પણ ટેવ નથી.

ઝી જિંદગીથી ખુશ ઇમરાન

ઝી જિંદગીથી ખુશ ઇમરાન

પાકિસ્તાની ટેલીવિઝન અભિનેતા ઇમરાન અબ્બાસ ખુશ છે કે ઝી એંટરટેનમેંટ એંટરપ્રાઇઝિસ લિમિટેડની નવી ચૅનલ જિંદગી પાકિસ્તાન ટેલીવિઝનની ટોચની સીરિયલોનું ભારતમાં પ્રસારણ કરનાર છે. ઇમરાને આ વાત ઝી જિંદગી ચૅનલ લૉન્ચિંગ ઇવેંટમાં જણાવી.

પુનઃ ભજવાય તુમ્હારી અમૃતા

પુનઃ ભજવાય તુમ્હારી અમૃતા

જાજરમાન અભિનેત્રી અને સામાજિક કાર્યકર શબાના આઝમી ઇચ્છે છે કે નાટક તુમ્હારી અમૃતાનું પુનઃ મંચન થાય. બે દાયકા પહેલા શરૂ થયેલ આ નાટકમાં સ્વર્ગસ્થ અભિનેતા ફારુખ શેખે પણ ભૂમિકા ભજવી હતી.

ગૌરી વ્યાવહારિક મહિલાની ભૂમિકામાં

ગૌરી વ્યાવહારિક મહિલાની ભૂમિકામાં

ટેલીક્વીન એકતા કપૂર નવી સીરિયલ મેરી આશિકી તુમસે હી લઈને આવી રહ્યાં છે અને આ સાથે જ ગૌરી પ્રધાન કમબૅક કરી રહ્યાં છે. એકતા કહે છે કે ગૌરી આ શોમાં એક એવી મહિલાની ભૂમિકામાં નજરે પડશે કે જે જિંદગીમાં ખૂબ જ વ્યાવહારિક છે.

શ્રદ્ધા-સિદ્ધાર્થ અપસેટ

શ્રદ્ધા-સિદ્ધાર્થ અપસેટ

એક વિલન ફિલ્મના પ્રમોશન માટે કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શોમાં પહોંચેલા શ્રદ્ધા કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા આ વાતથી અપસેટ થઈ ગયાં કે આ શો હવે બંધ થવા જઈ રહ્યો છે.

કોઈને હર્ટ કરવાનો ઇરાદો નથી

કોઈને હર્ટ કરવાનો ઇરાદો નથી

હમશકલ્સમાં સૈફ અલી ખાને રણધીર કપૂર અને સોનાક્ષી સિન્હા સહિત અનેક કલાકારોની મિમિક્રી કરી છે, પરંતુ સૈફે જણાવ્યું કે તેમણે માત્ર સાજિદને ધ્યાનમાં રાખી મિમિક્રી કરી છે. તેમનો ઇરાદો કોઈને હર્ટ કરવાનો નથી.

English summary
Bolly In Brief : (1) Amitabh Bachchan rings bell at Bombay Stock Exchange. (2) Poonam Panday Cheers for FIFA World Cup 2014. (3) Gauri Pradhan plays overtly practical woman in 'Meri Aashiqui Tumse Hi': Ekta.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more