અને સુપુર્દ-એ-ખાક થઈ ગયાં જિયા ઉર્ફે નફીસા ખાન
મુંબઈ, 5 જૂન : અને તે પ્રક્રિયા સંપન્ન થઈ ગઈ કે જેને લોકો અંતિમ સંસ્કાર કહે છે. થોડીક વાર પહેલાં જ જિયા ખાનને જુહૂ ખાતને કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યાં છે. આ પ્રસંગે જિયાના ઘરના સભ્યો ઉપરાંત અનેક ફિલ્મી હસ્તીઓ હાજર હતી. તેમાં અભિનેતા આદિત્ય પંચોલી તથા તેમના પુત્ર સૂરજ પંચોલીનો પણ સમાવેશ થાય છે.

કહે છે કે જિયાની લાશ જોઈ સૂરજ પંચોલી પોતાના જાત ઉપરનો કાબૂ ગુમાવી બેઠા અને ધ્રુસક-ધ્રુસકે રડી પડ્યાં. ખેર જિયા આજે દુનિયાથી રુખસત થઈ ગયાં, પણ પોતાની પાછળ ચોડી ગયાં છે ઘણાં બધા સવાલો કે જેના જવાબ કદાચ કોઈની પાસે નહિં હોય.
નોંધનીય છે કે જિયા ખાને સોમવારે રાત્રે 11 વાગ્યે પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. જિયા ખાનનું સાચુ નામ નફીસા ખાન હતું. તેઓ ભલે ફિલ્મોમાં કંઈ ખાસ ન કરી શક્યાં હોય, પણ મૉડેલિંગની દુનિયાનો તેઓ જાણીતો ચહેરો હતાં. રામ ગોપાલ વર્માની નિશબ્દ ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર જિયા ખાન ઘણાં વખતથી ડિપ્રેશનમાં હતાં. નિશબ્દમાં તેમના હીરો અમિતાભ બચ્ચન હતાં. પછી જિયા ખાને આમિર ખાન સાથે ગઝની તથા અક્ષય કુમાર સાથે હાઉસફુલ ફિલ્મોમાં કામ કર્યું. પછી તેઓને કોઈ ફિલ્મ ન મળી.












Click it and Unblock the Notifications
