રિયા ચક્રવર્તીએ ઇન્સટ્રાગ્રામ પર બતાવ્યો બોલ્ડ અંદાજ

Posted By:
Subscribe to Oneindia News

બોલીવૂડમાં આજ કાલ જેટલી પણ નવી અભિનેત્રીઓ આવી છે તે તમામ સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ રહે છે. ભલે તેમની ફિલ્મ તેટલી હિટ રહી હોય કે નહીં પણ તેમના ફેનફોલાઇંગ સોશ્યલ મીડિયા પર હંમેશા વધારે જ હોય છે. કારણ કે તે અવાર નવાર સોશ્યલ મીડિયા પર તેમની બોલ્ડ તસવીરો મૂકતી રહેતી હોય છે. ત્યારે હાલમાં જ બોલીવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીએ ઇન્સટ્રાગ્રામ પર પોતાની આવી જ કેટલીક બોલ્ડ તસવીરો મૂકી છે.

Read also: આ છે ટેલિવિઝન દુનિયાની સૌથી હોટેસ્ટ એક્ટ્રેસ

મેરે ડેડ કી મારુતિ, સોનાલી કેબલ જેવી ફ્લોપ ફિલ્મો આપનાર રીયા ચક્રવર્તી એમટીવીના એક રિયાલીટી શો ટીવીએસ સ્કૂટી ટીન દિવામાં પહેલી વાર ચમકી હતી. ફસ્ટ રનર અપ રહેલી રિયા તેની ક્યૂટ સ્માઇલ અને બબલી લૂક માટે લોકોપ્રિય થઇ હતી. હાલમાં તે જાણીતા લેખક ચેતન ભગતની ફેમસ નોવેલ હાફ ગર્લફ્રેન્ડમાં પણ એક રોલ નિભાવી રહી છે. ત્યારે રિયાની આ ઇન્સટ્રાગ્રામ તસવીર જુઓ અહીં....

રીયાનો બોલ્ડ અંદાજ

રીયાનો બોલ્ડ અંદાજ

હાલ જ રિયા ચક્રવર્તીએ તેના ઇન્સટ્રાગ્રામ એકાઉન્ટ પર આવા બોલ્ડ ફોટા મૂક્યા છે. ખાલી ડેનિમની બ્લુ ડંગરી પહેરી આ તસવીરમાં રિયા ચક્રવર્તીએ પોતાનો હોટ અંદાજ બતાવ્યો છે. જો કે તે કહેવાની કોઇ જરૂર નથી કે આ ફોટોના મોટી સંખ્યામાં સોશ્યલ મીડિયામાં હાલ લાઇક કરવામાં આવી રહ્યો છે.

હોટ ફોટોશૂટ

હોટ ફોટોશૂટ

રિયા ચક્રવર્તીએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર આ હોટ ફોટોશૂટની કેટલીક ખાસ તસવીરો મૂકી છે. જેમ કે આ ફોટોમાં તે હોટ પેન્ટ એક ચેક્સ શર્ટ અને કંઇક આ રીતે પોઝ આપી રહી છે. આમ પણ બોલીવૂડની આ ક્યૂટ એક્ટ્રેસના અનેક દિવાના છે.

બોલ્ડ અંદાજ

બોલ્ડ અંદાજ

જો કે તે આજ કાલની તમામ હિરોઇનો અવાર નવાર પોતાના સોશ્યલ મીડિયા પર આવા બોલ્ડ અંદાજવાળી તસવીરો મૂકતી રહેતી હોય છે. અને આવી જ તસવીરોના કારણે અનેક વાર તે રાતો રાત સોશ્યલ મીડિયાની બોલ્ડ ક્વીન બની જતી હોય છે.

રિયા ચક્રવર્તી

રિયા ચક્રવર્તી

બોલીવૂડમાં ભલે આ અભિનેત્રીએ સોનાલી કેબલ અને મેરે ડેડ કી મારુતી જેવી ફ્લોપ ફિલ્મો આપી હોય અને ભલે હાલ તેની પાસે કોઇ મોટા બેનરની ફિલ્મો ના હોય પણ સોશ્યલ મીડિયા પર તો હાલ આ અભિનેત્રી ધૂમ મચાવે છે. જે બતાવે છે કે હવે તે દિવસો ગયા જ્યારે હિરોઇનોનું કેરિયર તેમની તેમની ફિલ્મોના હિટ કે ફ્લોપ જવા પર નક્કી થતું હતું.

હાફ ગર્લફ્રેન્ડ

હાફ ગર્લફ્રેન્ડ

જો કે હાલમાં જ આ અભિનેત્રી જાણીતા લેખક ચેતન ભગતની ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડ પર બનનારી ફિલ્મમાં જોવા મળશે. ત્યારે રિયા ચક્રવર્તીના ડૂબતા બોલીવૂડ કેરિયરને આ ફિલ્મ કંઇક હીટ અપાવે છે કે પછી રિયાને આ રીતે ખાલી સોશ્યલ મીડિયા ક્વીન બનીને જ રહેવું પડશે, તો તે હવે આવનારા દિવસોમાં જ સ્પષ્ટ થશે.

English summary
Bollywood actress Rhea Chakraborty raises the Oomph factor, See here her photos.
Please Wait while comments are loading...