કિયારા-સિદ્ધાર્થના રિસેપ્શનમાં હસીનાઓએ મહેફિલ લૂંટી, દિશા પટણીનો અંદાજ જોઈને તમે પણ જોતા રહેશો
કિયારા અને સિદ્ઘાર્થ મલ્હોત્રાના રિસેપ્શનમાં બોલિવૂડની હસીનાઓ છવાઈ હતી. અહીં અનન્યા પાંડે અને દિશા પટ્ટણીએ મહેફિલ લૂંટી હતી.
કિયારા અડવાણી અને સિદ્ગાર્થ મલ્હોત્રાના લગ્ન બાદ હાલમાં જ વેડિંગ રિસેપ્શન યોજાયુ હતું. આ રિસેપ્શનમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. જો કે તમામ સ્ટાર વચ્ચે બોલિવૂડની હસીનાઓએ અહીં રંગ જમાવ્યો હતો. દિશા પટ્ટણીની લઈને આલિયા ભટ્ટ સુધીની અભિનેત્રીઓ મહેફિલ લૂંટતી જોવા મળી હતી.


અનન્યા પાંડે
રિસેપ્શનમાં તમામની નજર અનન્યા પાંડે પર અટકી ગઈ હતી. અહીં અનન્યા પાંડે બ્લેક સાડીમાં કમાલની ગ્લેમરસ લાગી રહી હતી. અનન્યાનો બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ જોઈને ફેન્સ પણ ઘાયલ થઈ રહ્યા છે.

આલિયા ભટ્ટ
પાર્ટીમાં આલિયા ભટ્ટ ખુબ જ ખૂબસૂરત લાગતી હતી. સિદ્ધાર્થ સાથે બોલિવૂડ ડેબ્યૂ કરનારી આલિયા ભટ્ટ ક્યારેક સિદ્ધાર્થ મલ્હોત્રાને ડેટ કરી રહી હતી. અહીં આલિયાએ તેના સાસું નીતુ કપૂર સાથે પહોંચીને ખૂબસૂરત અંદાજમાં કિયારા-સિદ્ધાર્થને અભિનંદન આપ્યા હતા.

દિશા પટ્ટણી
આ દિવસોમાં બોલિવૂડમાં દિશા પટ્ટણીની ખૂબસૂરતીની ખુબ બોલબાલા છે. સોશિયલ મીડિયા પર આગ લગાવી રહેલી દિશા પટ્ટણી રિસેપ્શનમાં કમાલની ખૂબસૂરત લાગી રહી હતી. અહીંથી તેના ફોટા વાયરલ થઈ રહ્યા છે.

શિલ્પા શેટ્ટી
બોલિવૂડની ફિટનેસ ફ્રિક અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ અહીં એન્ટ્રી કરતા જ લોકોને પોતાની તરફ ખેંચી લીધા હતા. પાર્ટીના શિલ્પા સાડીમાં કમાલની ખૂબસૂરત લાગી રહી હતી.

શનાયા કપૂર
રિસેપ્શનમાં શનાયા કપૂરનો ક્યૂટ અંદાજ જોવા જેવો હતો. શનાયા કપૂર અહીં બ્રાલેસ વન પીસ ટ્રેસમાં કમાલ લાગી રહી હતી. તેનો અંદાજ સોશિયલ મીડિયા પર છવાયો છે.

કૃતિ સેનન
આજકાલ આદિપુરૂષના શુટિંગમાં વ્યસ્ત કૃતિ સેનન પણ રિસેપ્શનમાં પહોંચી હતી. એથનિક લુકમાં કૃતિ સેનન કમાલની સુંદર લાગી રહી હતી. આ દિવસોમાં પ્રભાસ સાથે અફેરની ચર્ચાઓ હવે કૃતિના લુકની ચર્ચા થઈ રહી છે.

કરીના કપૂર
બોલિવૂડમાં કરીના કપૂરનો ઝલવો હજુ પણ યથાવત છે એ વાતનો અંદાજ કરીનાના આ લુક પરથી આવી શકે છે. સિદ્ઘાર્થ-કિયારાના રિસેપ્શનમાં કરીનાએ તેનો ઝલવો દેખાડ્યો હતો. અહીં તે કરણ જોહર સાથે પહોંચી હતી.

નેહા ધુપિયા
રિસેપ્શનમાં નેહા ધૂપિયા તેના પતિ અંગદ બેદી સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીને અભિનંદન આપવા માટે પહોંચી હતી. અહીં તેને કેમેરા સામે પોઝ આપ્યા હતા.

વિદ્યા બાલન
વિદ્યા બાલન તેના પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથે કિયારા અને સિદ્ધાર્થને અભિનંદન આપવા માટે પહોંચી હતી. વિદ્યા બાલનને અહીં એથનિક લુકમાં કેમેરા સામે પોઝ આપ્યા હતા.

રકુલ પ્રીત સિંહ - જૈકી ભગનાની
અભિનેત્રી રકુલ પ્રીત સિંહ આ દિવસોમાં જૈકી ભગનાની સાથે અફેરને લઈને ચર્ચામાં છે. સિદ્ઘાર્થ-કિયારાના રિસેપ્શનમાં રકુલ પ્રીત સિંહ જૈકી ભગનાની સાથે જોવા મળી હતી.

કાજોલ - અજય દેવગન
પાર્ટીમાં કાજોલ તેના પતિ અજય દેવગન સાથે પહોંચી હતી. કાજોલ સાડીમાં અજય સાથે કેમેરા સામે આવી હતી. આજે પણ કાજોલની ખૂબસૂરતી એવી ને એવી જ છે.

નતાસા - વરૂણ ધવન
વરુણ ધવન પત્ની નતાશા દલાલ સાથે સિદ્ધાર્થ-કિયારાના વેડિંગ રિસેપ્શનમાં પહોંચ્યા હતા. વરુણ ધવને પણ સિદ્ધાર્થ અને આલિયા સાથે સ્ટુડન્ટ ઑફ ધ યરથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ હતું.

કિયારા અડવાણી
રિસેપ્શનમાં કિયારા અડવાણીનો પરિવાર અને સાંસરીયાઓ પણ પહોંચ્યા હતા. નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં કિયારા અને સિદ્ધાર્થના લગ્ન થયા હતા. હવે રિસેપ્શનમાં બોલિવૂડ સ્ટાર્સ, મિત્રો અને સગા પહોંચ્યા હતા.












Click it and Unblock the Notifications
