B'day Spcl : કઈ અભિનેત્રી Best લાગે છે હૃતિક સાથે? ઐશ, કૅટ કે પ્રિયંકા?

મુંબઈ, 10 જાન્યુઆરી : હૃતિક રોશન આજે 41મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે, પરંતુ તેમના લુકમાં એવી કોઈ વાત નથી ઝળકતી. 50 સેક્સિએસ્ટ એશિયન મેનની યાદીમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરનાર હૃતિક રોશન વાયઆરએફની આગામી ફિલ્મમાં ગદીત ગાતા દેખાશે.

જે લોકો તેમનું આખુ નામ નથી જાણતા, તેમને બતાવી દઇએ કે તેમનું આખુ નામ હૃતિક રાકેશ નાગરથ છે. હૃતિકે બૉલીવુડ ડેબ્યુ 1980માં ભગવાન દાદા ફિલ્મ દ્વારા કર્યુ હતું કે જેમાં રજનીકાંત લીડ રોલમાં હતાં. જોકે એક્ટર તરીકે તેમની પહેલી ફિલ્મ કહો ના પ્યાર હૈ હતી કે જે સુપર હિટ નિવડી હતી. એક્ટર તરીકે હૃતિકે છેલ્લા બે દાયકામાં અનેક અભિનેત્રીઓ સાથે કામ કર્યું.

ચાલો જોઇએ હૃતિક રોશન સાથે કઈ અભિનેત્રી બેસ્ટ લાગે છે :

અમીષા પટેલ

અમીષા પટેલ

અમીષા પટેલ હૃતિક રોશનના પ્રથમ કો-સ્ટાર હતાં. હૃતિક-અમીષાએ કહો ના પ્યાર હૈ દ્વારા સાથે બૉલીવુડ ડેબ્યુ કર્યુ હતું અને બંનેએ બાદમાં પણ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.

કરીના કપૂર

કરીના કપૂર

હૃતિક-કરીનાની જોડી શાનદાર લાગે છે. બંનેએ ઘણી ફિલ્મોમાં ઑન-સ્ક્રીન રોમાંસ કર્યો અને ઘણી ફિલ્મો સફળ પણ રહી.

પ્રીતિ ઝિંટા

પ્રીતિ ઝિંટા

પ્રીતિ ઝિંટાએ પણ હૃતિક સાથે ઘણી ફિલ્મો કરી કે જેમાંની કેટલીક સુપર હિટ નિવડી.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

એકમાત્ર ઐશ્વર્યા રાય જ એવા અભિનેત્રી હતાં કે જેઓ હૃતિક સાથે સૌથી શ્રેષ્ઠ જોડી બનાવી શકતાં અને અમુક વાર તો હૃતિકને પણ ફીકા પાડી દેતાં. હૃતિક-ઐશની કેમિસ્ટ્રી જોવા આજે પણ લોકો તલસે છે.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

ઐશ્વર્યા બાદ કૅટરીના કૈફનું નામ બીજા સ્થાને આવી શકે કે જેમની હૃતિક સાથે બેસ્ટ કેમિસ્ટ્રી હોય છે. તાજેતરમાં જ બંને બૅંગ બૅંગમાં સાથે દેખાયા હતાં.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

ક્રિશ અને ક્રિશ 3માં હૃતિક સાથે શાનદાર સફળતા પ્રાપ્ત કરનાર પ્રિયંકા ચોપરા પણ બેસ્ટ જોડી બનાવે છે. અગ્નિપથમાં પણ હૃતિક-પ્રિયંકાની કેમિસ્ટ્રી લોકોને ગમી હતી.

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવતે એકમાત્ર ક્રિશ 3 ફિલ્મમાં હૃતિક સાથે કામ કર્યુ છે. આમ છતાં બંનેની જોડી ખૂબ જ શાનદાર લાગી હતી.

સોનમ કપૂર

સોનમ કપૂર

સોનમ કપૂરે હૃતિક સાથે કોઈ ફિલ્મ નથી કરી, પરંતુ બંનેએ એક ફોનની જાહેરખબરમાં સાથે કામ કર્યુ હતું અને બંનેની કેમિસ્ટ્રી ખૂબ જ શાનદાર રહી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X