લગ્નથી ભાગતી અભિનેત્રીઓનો ભ્રમ ભાંગે છે આ ‘સાહસિક’ અભિનેત્રીઓ!

મુંબઈ, 21 જૂન : ગઈકાલે આપણે જોઈ એવી અભિનેત્રીઓ કે જેઓ કૅરિયરના ભોગે લગ્ન કરવા તૈયાર નથી. પ્રિયંકા ચોપરાથી માંડી કંગના રાણાવત સુધી અનેક અભિનેત્રીઓ એવી છે કે જેઓનું કૅરિયર હાલ ટોચે ચાલે છે અને એટલે જ તેઓ લગ્ન કરી કૅરિયરને આંચ આવવા દેવા તૈયાર નથી, તો બૉલીવુડમાં એવી પણ અનેક અભિનેત્રીઓ છે કે જેમણે કૅરિયરના ટોચે લગ્ન કરી લીધાં.

વિદ્યા બાલનથી માંડી કરીના કપૂર સુધીની અનેક અભિનેત્રીઓ એવી છે કે જેમણે જ્યારે લગ્ન કર્યાં, ત્યારે તેઓ બૉલીવુડમાં સફળતાની ટોચે હતાં. વિદ્યા બાલન તો હજી કહાની અને ધ ડર્ટી પિક્ચર દેવી સુપર હિટ ફિલ્મો આપીને કૅરિયરના ટોચે પહોંચ્યા હતાં કે તેમણે સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્ન કરી લીધાં. બીજી બાજુ કરીના કપૂર પણ અનેક સુપરહિટ ફિલ્મો આપવાની સાથે કૅરિયરની સફળતાની કેડી કંડારતા હતાં, પરંતુ તેમણે સૈફ અલી ખાન સાથે લગ્ન કરતી વખતે કૅરિયર અંગે કોઈ વિચાર ન કર્યો. આજે આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યા અને કરીના બંને બૉલીવુડમાં એક્ટિવ છે અને સફળતાપૂર્વક આગળ પણ વધી રહી છે. આમ કહી શકાય કે પ્રિયંકા-કંગના જેવી લગ્નથી ગભરાતી અભિનેત્રીઓનો ભ્રમ વિદ્યા-કરીના જેવી સાહસિક અભિનેત્રીઓએ ભાંગી દીધો છે.

આવો જોઇએ કે કઈ-કઈ અભિનેત્રીઓએ કૅરિયરના ટોચે હોવા છતાં યોગ્ય સમયે લગ્ન કરવાની બાબતને અગ્રતા આપી?

કરીના કપૂર

કરીના કપૂર

બબીતા-રણધીર કપૂરના પુત્રી કરીના કપૂર હાલ બૉલીવુડની સફળ અભિનેત્રીઓમાંના એક છે. તેમણે પણ આ વર્ષે છોટે નવાબ સૈફ અલી ખાન સાથે લગ્ન કરી પોતાના જીવનને નવો વળાંક આપ્યો.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુંદરી ઐશ્વર્યા રાયે પણ પોતાના કૅરિયરના સુવર્ણ મુકામે પહોંચી અભિષેક બચ્ચન જેવો હૅન્ડસમ અને સમજું જીવનસાથી પસંદ કર્યો. જોકે લગ્ન બાદ પણ ઐશ ફિલ્મોમાં કામ કરી રહ્યાં છે.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

વિદ્યા બાલને પણ બૉલીવુડની ટોચે પહોંચ્યા બાદ યુટીવી પ્રમુખ સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.

લારા દત્તા

લારા દત્તા

લારા દત્તાનું બૉલીવુડ કૅરિયર પણ શાનદાર રીતે ચાલી રહ્યુ હતું, પરંતુ તેમણે કૅરિયરની પરવા કર્યા વગર મહેશ ભૂપતિ સાથે યોગ્ય સમયે લગ્ન કરી લીધાં.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી બૉલીવુડના એક વખતના ટૉપના એક્ટ્રેસ રહ્યાં છે. તેમણે પણ પોતાના કૅરિયરના શ્રેષ્ઠ મુકામે પહોંચી બિઝનેસ મૅન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યાં.

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત

બૉલીવુડના ધક ધક ગર્લ માધુરી દીક્ષિતે પણ યોગ્ય સમયે ડૉ. શ્રીરામ નેને સાથે લગ્નગ્રંથિથી જોડાઈ જીવનનો એક મોટો અને યોગ્ય નિર્ણય કર્યો. આજે પણ તેઓ બૉલીવુડમાં પુનઃ સક્રિય થઈ ચુક્યાં છે.

શ્રીદેવી

શ્રીદેવી

બૉલીવુડમાં એક સમયે શ્રીદેવી ટૉપના અભિનેત્રી ગણાતા હતાં. તેમણે રેખા જેવી અભિનેત્રીને ટક્કર આપી હતી. આમ છતાં શ્રીદેવી 33 વર્ષની વયે બોની કપૂર સાથે પરણી ગયાં. પરણ્યા પછી પણ તેઓ અનેક ફિલ્મોમાં આવ્યાં.

એશા દેઓલ

એશા દેઓલ

બૉલીવુડના ડ્રીમ ગર્લ હેમા માલિની અને હીમૅન ધર્મેન્દ્રના પુત્રી એશા દેઓલે પણ આ વર્ષે લગ્ન કરી પોતાનો યોગ્ય સમયે લગ્ન કરનાર હીરોઇનોમાં સમાવેશ કરી લીધો. એશાના લગ્ન મુંબઈના મોટા બિઝનેસ મૅન ભરત તખ્તાણી સાથે થયાં.

રિશ્મા કપૂર

રિશ્મા કપૂર

કરિશ્મા કપૂર પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંના એક છે. તેમણે પણ યોગ્ય સમયે બિઝનેસ મૅન સંજય કપૂર સાથે લગ્ન કરી લીધાં. જોકે તેમનો આ સંબંધ લાંબુ ટકી ના શક્યાં.

કાજોલ

કાજોલ

કાજોલ અને શાહરુખ ખાનની જોડી બૉલવુડની અત્યાર સુધીની સૌથી રોમાન્ટિક અને હિટ જોડી રહી છે, પરંતુ કાજોલે પણ પોતાના કૅરિયરના શ્રેષ્ઠ મુકામે બૉલીવુડ અભિનેતા અજય દેવગણ સાથે લગ્ન કર્યાં.

આયેશા ટાકિયા

આયેશા ટાકિયા

આયેશા ટાકિયાએ જાણીતાં બિઝનેસ મૅન નૌહીદ સાયરૂશી સાથે લગ્ન કર્યાં. આયેશા પણ સારા એવા જામી ગયા હતાં બૉલીવુડમાં.

રાણી મુખર્જી

રાણી મુખર્જી

રાણી મુખર્જી તાજેતરમાં જ લાંબા ઇંતેજાર બાદ આદિત્ય ચોપરા સાથે પરણી ગયાં. તેઓનું કૅરિયર ભલે બરાબર નહોતુ ચાલતું, પરંતુ આમ છતાં તે સાવ પૂર્ણ નથી થઈ ગયું. તેમ છતાં રાણીએ લગ્નને અગ્રતા આપી અને 36 વર્ષની વયે પરણી ગયાં અને હજુ તેઓ બૉલીવુડમાં એક્ટિવ પણ છે. તેમની આગામી ફિલ્મ મર્દાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X