Lucky : આ 10 બૉલીવુડ અભિનેત્રીઓએ કર્યો રજની સાથે રોમાંસ

મુંબઈ, 16 ડિસેમ્બર : સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ લિંગા ગત શુક્રવારે રિલીઝ અને તેમના જન્મ દિવસે રિલીઝ થઈ ગઈ. રજનીકાંતના હિસાબે તો ફિલ્મ મહત્વની છે જ, પણ બૉલીવુડની દૃષ્ટિએ પણ મહત્વની છે, કારણ કે રજની સર સાથે દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા રોમાંસ કરી રહ્યા છે આ ફિલ્મમાં. સોનાક્ષીની તામિળ ફિલ્મોમાં આ ડેબ્યુ ફિલ્મ છે.

આ સાથે જ રજનીકાંત સાથે રોમાંસ કરનાર બૉલીવુડ અભિનેત્રીઓમાં સોનાક્ષીનો સમાવેશ થઈ ગયો છે. આ અગાઉ દીપિકા પાદુકોણે અને તે અગાઉ ઐશ્વર્યા રાય જેવી બૉલીવુડ અભિનેત્રીઓ સાઉથના ભગવાન રજનીકાંત સાથે રોમાંસ કરી ચુક્યાં છે.

ચાલો તસવીરો સાથે બતાવીએ રજની સર સાથે રોમાંસ કરી ચુકેલા બૉલીવુડ અભિનેત્રીઓ :

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

64 વર્ષીય રજનીકાંત તાજેતરમાં જ રિલીઝ થયેલી લિંગા ફિલ્મમાં તેમના કરતા 40 વર્ષ નાના સોનાક્ષી સિન્હા સાથે રોમાંસ કરી રહ્યાં છે. સાઉથ ફિલ્મ ઇંડસ્ટ્રીમાં આ સાથે જ સોનાએ ડેબ્યુ કરી લીધું છે.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણેએ આ અગાઉ કોચાદઇયાં ફિલ્મમાં રજનીકાંત સાથે રોમાંસ કર્યો હતો. દીપિકા રજની કરતા ચાલીસ વર્ષ નાના છે.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

રોબોટ ફિલ્મ બધાને યાદ હશે કે જેમાં રજનીકાંત ઐશ્વર્યા રાય સાથે રોમાંસ કરતા નજરે પડ્યા હતાં.

મનીષા કોઈરાલા

મનીષા કોઈરાલા

મનીષા કોઈરાલા જ્યારે 5 વર્ષના હતાં, ત્યારે તેમણે રજનીકાંત સાથેની એક ફિલ્મ દ્વારા એક્ટિંગ ડેબ્યુ કર્યુ હતું. બાદમાં બાબા ફિલ્મમાં રજનીકાંતે તે જ મનીષા સાથે રોમાંસ કર્યો હતો.

જયાપ્રદા

જયાપ્રદા

રજની-જયાપ્રદાએ ઇંસાફ કૌન કરેગા, ફરિશ્તે, ત્યાગી અને ઇંસાનિયત કે દેવતા જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યુ હતું. આ તસવીર ત્યાગી ફિલ્મની છે.

રેખા

રેખા

રજનીકાંત અને રેખાએ બુલંદી, ફૂલ બને અંગારે તથા ભ્રષ્ટાચાર ફિલ્મોમાં સ્ક્રીનશૅર કરી હતી.

રીના રૉય

રીના રૉય

રજનીકાંતે અંધા કાનૂન ફિલ્મમાં હેમા માલિની સાથે સ્ક્રીન શૅર કરી હતી, પરંતુ ફિલ્મમાં તેમના હીરોઇન રીના રૉય હતાં. હેમા રજનીના મોટા બહેનના રોલમાં હતાં.

ઝીનત અમાન

ઝીનત અમાન

શું આપ વિશ્વાસ કરશો? રજનીકાંતે આપણા બૉલીવુડના હૉટ અભિનેત્રી ઝીનત અમાન સાથે પણ મેરી અદાલતમાં રોમાંસ કર્યો છે.

શ્રીદેવી

શ્રીદેવી

શ્રીદેવીએ તામિળ તથા હિન્દી બંને ફિલ્મોમાં રજનીકાંત સાથે ભરપૂર રોમાંસ કર્યો છે, પરંતુ બૉલીવુડ ફિલ્મ ચાલબાઝમાં બંનેની કેમેસ્ટ્રી ખૂબ પસંદ કરાઈ હતી.

પદ્મિની કોલ્હાપુરે

પદ્મિની કોલ્હાપુરે

પદ્મિની કોલ્હાપુરે તથા રજનીકાંતે બેવફાઈ તેમજ વફાદાર જેવી બે વિપરીત અર્થો ધરાવતી ફિલ્મોમાં સાથે કામ કર્યુ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X