અભિનેત્રી સુરેખા સિકરીને આવ્યો બ્રેઈન સ્ટ્રોક, ઈલાજ માટે માંગી મદદ

ફિલ્મો અને ટીવી ધારાવાહિકમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી સુરેખા સિકરીને બ્રેઈન સ્ટ્રોક થયો છે.

નવી દિલ્લીઃ ઘણી ફિલ્મો અને ટીવી ધારાવાહિકમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી સુરેખા સિકરીને બ્રેઈન સ્ટ્રોક થયો છે. મંગળવારે બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. સુરેખા મુંબઈના યારી રોડ પર રહે છે. તબિયત બગડ્યા બાદ હવે તે ક્રિટી કેર હોસ્પિટલમાં ભરતી છે. એક રિપોર્ટ મુજબ તેમની પાસે પૈસા ઓછા હોવાના કારણે ઈલાજમાં મુશ્કેલી આવી રહી છે અને તેમણે આર્થિક મદદ માટે અપીલ કરી છે.

Surekha Sikri

75 વર્ષના સુરેખા સિકરીને નવેમ્બર 2018માં પણ બ્રેઈન સ્ટ્રોક આવી ચૂક્યો છે. ત્યારબાદ તેમની તબિયત ઘણી ખરાબ થઈ ગઈ છે. જો કે હવે તે ધીમે ધીમે ઠીક થઈ રહ્યા હતા. મંગળવારે એક વાર ફરીથી તેમને સ્ટ્રોક આવી ગયો. સુરેખા સીકરી ટીવી પર બાલિકા વધુ, પરદેસ મે હે મેરા દિલ, એક થા રાજા એક થી રાની જેવી લોકપ્રિય ટીવી સીરિયલોમાં જોવા મળી ચૂક્યા છે. ફિલ્મોની વાત કરીએ તો તે થોડા સમય પહેલા ફિલ્મ બધાઈ હોમાં આયુષ્માન ખુરાનાની દાદીના રોલમાં દેખાયા હતા. જેના માટે તેમની ખૂબ પ્રશંસા થઈ હતી. આ ઉપરાંત સુરેખા સિકરીએ નઝર, ઝુબૈદા, હમકો દીવાના કર ગયે જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમને પોતાના કામ માટે ત્રણ વાર નેશનલ અવૉર્ડ પણ મળી ચૂક્યો છે.

સુરેખા સિકરીએ હાલમાં જ મહારાષ્ટ્ર સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા જેમાં કહેવામાં આવ્યુ કે કોરોના કાળમાં 65 વર્ષથી વધુની ઉંમરના કલાકારોને શૂટિંગ માટે મંજૂરી આપવામાં નહિ આવે. સિકરીએ કહ્યુ હતુ કે મારે ઘણુ બધુ કામ કરવાની જરૂર છે જેથી હું મારા મેડિકલ બિલ્સ અને અન્ય ખર્ચા મેનેજ કરી શકુ પરંતુ મને લાગે છે કે પ્રોડ્યુસર્સ રિસ્ક લેવા માટે તૈયાર નથી. હું લોકો વચ્ચે પોતાનો કોઈ ખોટો પ્રભાવ નથી છોડવા માંગતી. હું ઈચ્છુ છુ કે મને કંઈક કામ આપો તો હું સમ્માનપૂર્વક પૈસા કમાઈ શકુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X