For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : પાણીમાં મસ્તી કરી કૂલ થતી બૉલીવુડ બ્યૂટીસ

|
Google Oneindia Gujarati News

કાળઝાળ ગર્મીની મોસમ ચાલુ છે અને તેવામાં આપને કોઈ ઠંડા પાણીમાં પડ્યું રહેવા કહે, તો આપ ખુશ થઈ જાઓ કે નહિં? આ તો થઈ આપણા જેવા સામાન્ય લોકોની વાત, પરંતુ બૉલીવુડ અને પાણી વચ્ચેનો સંબંધ તો બહુ જૂનો અને જાણીતો છે. ભલે ઝરણામાં સ્નાનનું દૃશ્ય હોય કે બાથ ટબ કે પછી દરિયા કાંઠે છબછબિયા મારતી અભિનેત્રીઓ. ફિલ્મોમાં તમે ઘણાં બધા દૃશ્યો જોયાં હશે. ફિલ્મો સિવાય પણ જોઇએ તો સામાન્ય રીતે ફોટશૂટ દરમિયાન બૉલીવુડ મૉડેલ્સ અને અભિનેત્રીઓ એવા ફોટોશૂટ કરવાતી રહે છે.

શરુઆત નૂતન તેમજ નરગિસના જમાનાથી થઈ કે જ્યારે વરસાદમાં પલળતા શૉટ્સ દર્શાવાયા. પછી ક્રાંતિ ફિલ્મમાં હેમા માલિની અને સાગરમાં ડિંપલ કાપડિયા. રામ તેરી ગંગા મૈલીમાં મંદાકિની પણ ભુલાય એવી નથી. અને આજના જમાનાની ફિલ્મોની તો વાત જ શું કરીએ. ઐશ્વર્યા રાય હોય કે પ્રિયંકા ચોપરા હોય, કૅટરીના કૈફ હોય કે પછી બિપાશા બાસુ હોય તમામ અભિનેત્રીઓ અને એમના જેવી અનેક અભિનેત્રીઓ સમયાંતરે પાણીમાં મસ્તી કરતી ફિલ્મોમાં જોવા મળી જ જાય છે.

વનઇન્ડિયાએ એવી 25 સુંદરીઓની તસવીરો તમારી માટે એકત્ર કરી છે. જુઓ આ રહી બ્યૂટી ઇન વૉટર

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

બર્ફી ફિલ્મને કારણે હાલ પ્રિયંકા ચોપરા સૌથી વધુ ચર્ચામાં છે. કેમ ન હોય? તેણે ફિલ્મમાં બેમિસાલ કામ પણ કર્યું છે. બરેલીની પ્રિયંકા મિસ વર્લ્ડ પણ રહી ચુકી છે. આ તસવીરમાં તેની અદાઓ લાજવાબ છે.

અમીષા પટેલ

અમીષા પટેલ

કહો ન પ્યાર હૈ ફિલ્મ સાથે ડેબ્યુ કરનાર અમીષા પટેલ હાલ ક્યાં છે એ તો તે જ જાણે છે કારણ કે આગામી એક વર્ષમાં તેની કોઈ પણ ફિલ્મ આવવાના સંકેતો નથી મળી રહ્યાં. ખેર, એ વાતમાં કોઈ શંકા નથી કે અહીં અમીષાના વાળોમાંથી પ્રેમ રસ ટપકી રહ્યું છે.

બિપાશા બાસુ

બિપાશા બાસુ

પોતાની હૉટ અદાઓ માટે ફેમસ બિપાશા બાસુ હાલ પોતાની ફિલ્મ રાઝ 3ડી તેમજ રેસ 2ની તૈયારી કરી રહી છે. સમાચાર છે કે આ બંને ફલ્મોમાં બિપ્સ ફરી એક વાર હૉટ સીન્સ આપવાની છે. બિપાશાએ પોતાનું ડેબ્યુ અઝનબી ફિલ્મથી કરી હતી.

અરુણા શીલ્ડ્સ

અરુણા શીલ્ડ્સ

બ્રિટિશ મૉડેલ અરુણા શીલ્ડ્સે બૉલીવુડમાં 2010માં આગમન કર્યું. તેની પ્રથમ ફિલ્મ હતી મિસ્ટર સિંહ એન્ડ મિસિઝ મહેતા. ફિલ્મમાં અરુણાએ ઘણાં હૉટ સીન્સ આપ્યાં. હાલ બૉલીવુડમાં તેની કોઈ ફિલ્મ નથી આવી રહી

પૂનમ પાન્ડે

પૂનમ પાન્ડે

પૂનમ પાન્ડેનો હાલ એવો છે કે તે બૉલીવુડમાં ન હોવા છતાં પોતાને બૉલીવુડની ગણાવે છે. પોતાની આવનાર ફિલ્મની ચર્ચા તે પોતે ટ્વિટર પર કરતી ફરે છે. તેની વિશેષતા એ છે કે તે પોતાની અર્ધનગ્ન તસવીરો પોતે ટ્વિટર પર નાંખે છે.

માધુરી ભટ્ટાચાર્ય

માધુરી ભટ્ટાચાર્ય

કન્નડ અભિનેત્રી માધુરી ભટ્ટાચાર્યે હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. બેચલર પાર્ટી તેમજ 3 નાઇટ્સ 4 ડેઝમાં તેણે કામ કર્યુ હતું. એટલું જ નહિં ધર્મેન્દ્રની ફિલ્મ યમલા પગલા દીવાનામાં તેણે આઇટમ ડાન્સ પણ કર્યો હતો.

લારા દત્તા

લારા દત્તા

લાલા દત્તાએ પોતાનું બૉલીવુડ કરિયર ફિલ્મ અંદાઝ સાથે શરૂ કર્યુ હતું. લગ્ન બાદ તે ઓછી દેખાય છે. જોકે તેની આવનાર ફિલ્મોના નામ છે બંદા યે બિંદાસ હૈ અને ડેવિડ.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

ફિલ્મ રબ ને બના દી જોડી સાથે પોતાનું કરિયર શરૂ કરનાર અનુષ્કા હાલ જબ તક હૈ જાન ફિલ્મના પ્રમોશનમાં જોતરાયેલી છે. જોકે ફિલ્મનું કેટલુંક શુટિંગ હજુ બાકી છે.

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત

મલ્લિકાને હાલ લગ્નથી નફરત જેવી થઈ ગઈ છે જ્યારે તે પોતે પરીણિત છે. લોકોને સલાહ આપી રહે છે કે તેઓ લીવ-ઇનમાં રહે તો બહેતર છે, પરીણિત જીવન કરતાં તે વધુ સારું છે.

ઝરીન ખાન

ઝરીન ખાન

સલમાન ખાન સાથે ફિલ્મી કરિયરની શરુઆત કરનાર ઝરીન ખાન હાલ બૉલીવુડમાંથી ગાયબ છે.

સન્ની લિયોન

સન્ની લિયોન

જિસ્મ 2 સાથે કરિયર શરૂ કરનાર સન્ની લિયોન ટુંકમાં જ એક નવા પાત્રમાં પડદે દેખાશે. આગામી ફિલ્મમાં તે હિન્દુસ્તાની ગૃહિણીનું પાત્ર ભજવવા માંગે છે.

શ્રિયા સરન

શ્રિયા સરન

તેલુગુ અભિનેત્રી શ્રિયા સરનનું બૉલીવુડ કનેક્શન પણ વિચિત્ર છે. તે એક ફિલ્મમાં દેખાય છે ને પછી ગાયબ થઈ જાય છે. અત્યાર સુી તેની એક પણ હિન્દી ફિલ્મ સુપર હિટ થઈ નથી જ્યારે તેલુગુ ફિલ્મોની તે સ્ટાર છે.

શિવાની કપૂર

શિવાની કપૂર

કપૂર ખાનદાનની આ મૉડેલને તમે કદાચ ઓળખતા નહીં હો. આ કરીના-કરિશ્માની કઝીન છે, જેનું મૉડેલિંગની દુનિયામાં બહુ નામ છે. ટુંકમાં જ સંજય લીલા ભાનુશાળીની ફિલ્મમાં તે આવનાર છે.

શર્લિન ચોપરા

શર્લિન ચોપરા

ટ્વિટર પર ઘણી ઉત્તેજક પોસ્ટ નાંખનાર શર્લિન ચોપરા હાલ કામસૂત્ર 3ડી અંગે ખૂબ જ ચર્ચામાં છે.

શશિ નાયડૂ

શશિ નાયડૂ

શશિ નાયડુ એમ તો ભારતના મૂળ વતની છે, પરંતુ તેઓ દક્ષિણ આફ્રિકામાં ભણ્યા-ગણ્યા છે.

સંધ્યા

સંધ્યા

સંધ્યાને તમે ફિલ્મોમાં સાઇડ રોલમાં જરૂર જોઈ હશે. હનીમૂન ટ્રાવેલ્સમાં તેમના રોલના બહુ વખાણ થયા હતાં.

રોઝલીન ખાન

રોઝલીન ખાન

રોઝલીન જાણીતાં ફોટોગ્રાફર વિક્રમ બાવા, મહેન્દ્ર સોની તેમજ હૈદર અલીના કેમરે ઘણી વાર કેદ થઈ ચુક્યા છે અને તેઓની મનપસંદ મૉડેલ છે. એક મૉડેલ તરીકે તેમનો ચહેરો અનેક પ્રશંસકોના દિલો પર રાજ કરે છે. રોઝલીન ટીવી જાહેરાતોમાં પણ કામ કરી ચુક્યા છે જેમ કે ફ્રૂટ ડ્રિંક્સ, મોનેકો બિસ્કિટ, કૅલ્વીનેટર ફ્રિઝ. આ ઉપરાંત જ્વેલરી ડિઝાઇનર યોજેશ જસાણી, કૉસ્ટ્યુમ ડિઝાઇનર નિશા સાગરના કલેક્શન માટે મૉડેલિંગ પણ કરી ચુક્યા છે.

પૂનમ ઝવેર

પૂનમ ઝવેર

પૂનમ ઝવેરનું મૉડેલિંગ જગતમાં ઘણું નામ છે. કેટલીક ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે. તેમાં ઓહ માય ગૉડ ઘણી ફેમસ છે.

મેઘા રઘુનાથન

મેઘા રઘુનાથન

મેધા રઘુનાથન તામિળ ટીવી એંકર છે.

કિમ શર્મા

કિમ શર્મા

ફિલ્મ મોહબ્બતેં દ્વારા પોતાનું કરિયર શરૂ કરનાર કિમ શર્મા માટે હાલ કોઈ કામ નથી. હાલ તો તેની પાસે એક પણ ફિલ્મ નથી.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

એમ તો કૅટરીનાએ દરિયા કાંઠે કે સ્વિમિંગ પૂલમાં ઘણાં શૉટ્સ આપ્યાં છે, પરંતુ આ શૉટમાં કૅટનું સ્મિત તેમની અદાઓ ઉપર ચાર ચાંદ લગાવી રહ્યું છે.

કરીના કપૂર

કરીના કપૂર

પાણીમાં હૉટ અદાઓની વાત હોય તો બેબોને કેમ ભુલાય? એવું થઈ જ ન શકે.

બાર્બરા મોરી

બાર્બરા મોરી

બાર્બરા મોરીને અમે બૉલીવુડમાં એટલા માટે ગણીએ છીએ, કારણ કે તેમણે હૃતિક રોશનની ફિલ્મ કાઇટ્સમાં લીડ રોલ કર્યો હતો.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય હાલ પોતાની પુત્રી આરાધ્યાના લાલન-પાલનમાં વ્યસ્ત છે, પરંતુ તેનો એ મતલબ નથી કે તે ફિલ્મો નહિં કરે. ટુંકમાં જ તે ફરી પડદે દેખાશે.

English summary
Here are 24 Bollywood beauties playing with water in different pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X