BoxOffice2016: બિગ બજેટ, બિગ સ્ટાર્સ પણ ફિલ્મ સુપર ફ્લોપ!

Written By:
Subscribe to Oneindia News

થોડા જ દિવસોમાં 2016ને અલવિદા કહેવાનો સમય આવી જશે. આ વર્ષે ઘણી લો-બજેટની ફિલ્મોએ બોક્સઓફિસ પર ધૂમ મચાવી તો સામે ઘણી બિગ બજેટ ફિલ્મો બોક્સઓફિસ પર ઉંધા માથે પટકાઇ ગઇ.

કરણ જોહરની કપૂર એન્ડ સન્સ, શાહરૂખની ફેન, હ્રિતિકની મોહેંજોદડો, ફરહાનની રોક ઓન 2 વગેરે ફિલ્મોએ પ્રમોશનમાં તો વાહવાહી મેળવી, પરંતુ બોક્સઓફિસ પર એવરેજ કલેક્શન પણ ન મેળવી શકી! વર્ષ 2016ની આવી જ કેટલીક ફિલ્મો પર નાંખીએ એક નજર..

શિવાય

શિવાય

'એ દિલ હે મુશ્કિલ' સાથે જ રિલિઝ થયેલી ફિલ્મ 'શિવાય' દર્શકોની આશા પર ખરી ઉતરી નથી. ફિલ્મ 'યુ, મી ઓર હમ' બાદ આ ફિલ્મમાં ફરીથી અજય દેવગણે ડિરેક્ટર બનવાનો પ્રયાસ કર્યો છે, જેને આંશિક સફળતા મળી છે. વળી આ ફિલ્મમાં અજય દેવગણે પોતાના 25 વર્ષના કરિયરમાં પહેલીવાર કિસિંગ સિન પણ આપ્યો છે, જેને કારણે ફિલ્મ થોડી ચર્ચામાં રહી હતી. આ અંગે અમિતાભ બચ્ચને કોમેન્ટ પણ કરી હતી. કરણ જોહરની 'એ દિલ હે મુશ્કિલ' માટે લોકોને ભારે જિજ્ઞાસા હોવાથી આ ફિલ્મને થોડું નુકસાન ગયું છે. આ ફિલ્મનો પ્લસ પોઇન્ટ અજયના એક્શન સિન અને કલાકારોની એક્ટિંગ છે. અજય દેવગણ, સાઇશા સેહગલ, એરિકા અને ખાસ તો અજયની દિકરીના રોલમાં એબીગેલ ઇમ્સની એક્ટિંગ ખૂબ વખણાઇ હતી. જો કે, ફિલ્મનો સેકન્ડ હાફ થોડો ધીરો અને લાંબો હોવાને કારણે દર્શકોને ફિલ્મ એટલી ગમી નહોતી. ફિલ્મની વર્તા પણ ઘણી પ્રેડિક્ટેબલ હતી.

ફેન

ફેન

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનને ડબલ રોલમાં ચમકાવતી ફિલ્મ 'ફેન'ની ચમક બોક્સઓફિસ પર સાવ ઉડી ગઇ. ફિલ્મમાં શાહરૂખની એક્ટિંગ લાજવાબ હતી, બંન્ને રોલ માટે અને તેના મેકઅપ માટે શાહરૂખ અને એડિટિંગ ડિપાર્ટમેન્ટે અત્યંત મહેનત કરી હતી. જો કે, એડિટિંગ ડિપાર્ટમેન્ટ કદાચ શાહરૂખને યંગ દેખાડવામાં જ બિઝી રહી ગયું અને ફિલ્મનું મેઇન એડિટિંગ સાઇડ પર રહી ગયું. આ ફિલ્મની વાર્તા પણ દર્શકોને ખાસ પસંદ આવી નહોતી. ફિલ્મના અંતમાં ફેન આત્મહત્યા કરે છે, જે દર્શકોને ગળે ઉતર્યું નથી. આ ફિલ્મ બોક્સઓફિસ પર ખરાબ રીતે પટકાયા બાદ એવા સમાચારો પણ આવ્યા હતા કે, ફિલ્મના સેકન્ડ પાર્ટને લઇને પ્રોડ્યૂસર આદિત્ય ચોપરા તથા શાહરૂખ ખાન વચ્ચે મતભેદ ઉભા થયા હતા.

અહીં વાંચો- 'રઇસ'ના ટ્રેલરે એક જ દિવસમાં 11 મિલિયનનો આંકડો વટાવ્યો!!

મિર્ઝયા

મિર્ઝયા

અનિલ કપૂરની દિકરા અને સોનમ કપૂરના ભાઇ હર્ષવર્ધન કપૂરની પહેલી ફિલ્મ 'મિર્ઝિયા' બોક્સઓફિસ પર સાચા શબ્દોમાં ઉંધે માથે પટકાઇ હતી. એક્ટિંગ, ડિરેક્શન, વાર્તા, સંગીત કશું જ એટલું પ્રભાવશાળી નહોતું. લાંબા સમય બાદ ગુલઝારે ફરીથી લેખનમાં હાથ અજમાવી આ ફિલ્મની સ્ટોરી લખી હતી અને તેના ડિરેક્ટર રાકેશ ઓમપ્રકાશ મહેરાએ પણ ભૂતકાળમાં 'રંગ દે બસંતી', 'ભાગ મિલ્ખા ભાગ' અને 'દિલ્હી 6' જેવી હિટ અને રિમાર્કેબલ ફિલ્મો આપી છે. આથી લોકોને આ ફિલ્મ પાસે ઘણી વધારે આશા હતી, પરંતુ આ ફિલ્મે લોકોને ખૂબ નિરાશ કર્યા. ફિલ્મના એડિટિંગ અને ડિરેક્શન પાર્ટમાં મોટી ખામી હતી. હર્ષવર્ધન કપૂર અને સૈયામી ખેરની એક્ટિંગમાં પણ એટલો દમ નહોતો.

મોહેંજોદડો

મોહેંજોદડો

હૃતિક રોશન હીરો હોય, આશુતોષ ગોવારિકર ડિરેક્ટર હોય અને મોહેંજોદડો સંસ્કૃતિ જેવો રસપ્રદ ઐતિહાસિક ટોપિક હોય ત્યારે લોકોને ફિલ્મ જોવાની ભારે જિજ્ઞાસા હોય એ સ્વાભાવિક છે. એવામાં ફિલ્મ રિલિઝ થાય અને તેમાં મોહેંજોદડો સંસ્કૃતિની વાર્તાના નામે દસ-પંદર દાયકા જૂનો, હીરો અને વિલનનો ટિપિકલ પ્લોટ મૂકી દેવામાં આવે તો કેવું લાગે? મોહેંજોદડો ફિલ્મ જોઇને નીકળેલા દર્શકોને કંઇ આવો જ અનુભવ થયો હતો. સો કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મ તેની વાર્તાને કારણે સુપરફ્લોપ કેટેગરીમાં જતી રહી. ફિલ્મનું સંગીત એ.આર.રહેમાને આપ્યું હતું અને તેને 2-3 ગીતો ખાસા હિટ રહ્યા હતા.

અહીં વાંચો- 'કાબિલ'માં કંઈક આવો દેખાશેહૃતિક રોશન

બાર બાર દેખો

બાર બાર દેખો

એક વાક્યમાં કહીએ તો કેટરીના અને સિદ્ધાર્થની ફિલ્મ 'બાર બાર દેખો' એક પણ વાર જોવાય એવી નહોતી. કંઇક અલગ બનાવવા જતાં ફિલ્મ એટલી અલગ બની ગઇ કે લોકોને વાર્તામાં રસ જ ન પડ્યો. ભૂતકાળ અને વર્તમાનમાં ચાલતી હોય એવી વાર્તાનો ટ્રેન્ડ તોડતી આ ફિલ્મમાં ભવિષ્યકાળની વાત કરવામાં આવી હતી. પરંતુ એમાં ફિલ્મનો પ્લોટ એટલો ગૂંચવાડા ભર્યો થઇ ગયો કે આખરે દર્શકોએ ફિલ્મની વાર્તા સમજવાનું જ માંડી વાળ્યું. કદાચ ફિલ્મના એડિટરની પણ એવી જ હાલત થઇ હશે. આ ફિલ્મનો પ્લસ પોઇન્ટ તેનું સંગીત હતું, ફિલ્મના ઘણા ગીતો ચાર્ટ બસ્ટર રહ્યાં. આ ફિલ્મમાં ફરી એકવાર સાબિત થઇ ગયું કે કેટરીના અને સિદ્ધાર્થને એક્ટિંગ કરતાં નથી આવડતું.

અહીં જુઓ- કેટરીનાના હોટ ફોટો શૂટની લેટેસ્ટ તસવીરો

રોક ઓન 2

રોક ઓન 2

ફરહાન અખ્તરની 'રોક ઓન ટુ' પણ બોક્સઓફિસ પર પાણીમાં બેસી ગઇ. ફરહાનની રોક ઓન ખૂબ વખણાઇ હતી અને તેને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો, પરંતુ ફિલ્મની સિક્વલ સુપરફ્લોપ થઇ ગઇ. જો કે, નોટબંધીના નિર્ણય બાદ તુરંત રિલિઝ થઇ હોવાથી પણ ફિલ્મના કલેક્શનને ખાસી અસર થઇ હતી. આમ છતાં, ફિલ્મની વાર્તા પ્રમાણમાં નબળી હતી. રોક ઓનનું સંગીત હિટ ગયું હતું, જ્યારે આ ફિલ્મના ગીતોમાંથી એકમાત્ર જૂનો ટાઇટલ ટ્રેક જ લોકોને પસંદ પડ્યો હતો.

અહીં વાંચો- 'ઓકે જાનુ'માં જોવા મળશે આદિત્ય-શ્રદ્ધાની સ્વીટ કેમેસ્ટ્રિ

ફિતૂર

ફિતૂર

ચાર્લ્સ ડિકન્સની ક્લાસિક કૃતિ 'ધ ગ્રેટ એક્સપેક્ટેશન્સ' પર આધારિત ફિલ્મ 'ફિતૂર' પાસેથી લોકોને પણ ગ્રેટ એક્સપેક્ટેશન્સ હતી, પરંતુ ફિલ્મ સાવ જ પાણીમાં બેસી ગઇ. કેટરીનાના બ્રેકઅપની ખબરો દરમિયાન આવેલી આ ફિલ્મમાં કેટરીનાના મોઢા પર બ્રેકઅપની અસર દેખાતી હતી, કેટરીનાની સુદરતા જાણે ઝાંખી પડી ગઇ! આદિત્યની એક્ટિંગ સારી હોવા છતાં ફિલ્મમાં આદિત્ય અને કેટરીનાની કેમેસ્ટ્રી જોઇએ એટલી જામી નહીં. ફિલ્મનું સંગીત પણ ખાસ હિટ નહોતું. ફિલ્મનો મોટો પ્લસ પોઇન્ટ હતી તબ્બુ, તબ્બુની એક્ટિંગ અને લૂક બંન્ને શાનદાર હતાં.

રાઝ 4: રિબૂટ

રાઝ 4: રિબૂટ

મહેશ ભટ્ટની હોરર ફિલ્મ સિરિઝ રાઝના આગળના તમામ ભાગો બોક્સઓફિસ પર હિટ રહ્યા હતા, પરંતુ રાઝ 4 સુપરફ્લોપ સાબિત થઇ. આમ તો મહોશ ભટ્ટનો હોટ હિરોઇન, રોમેન્ટિક સિન્સ, હોરર સ્ટોરી, ઇમરાન ખાન અને હિટ મ્યૂઝિકનો ફોર્મ્યૂલા ફ્લોપ જતો નથી. પરંતુ આ ફિલ્મ દર્શકોને ડરાવવામાં જોઇએ એટલી સફળ થઇ શકી નહીં. આ ફિલ્મ રિલિઝ થતાં પહેલાં જ ઇન્ટરનેટ પર લીક થઇ ચૂકી હતી.

સરબજીત

સરબજીત

એશ્વર્યા રાયની કમબેક ફિલ્મ 'જઝ્બા' બાદ 'સરબજીત' પણ ફ્લોપ રહી હતી. સરબજીત સિંહની વાર્તા પર આધારિત આ બાયોપિકમાં એશ્વર્યા ઉપરાંત રણદીપ હૂડા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં રણદીપ હૂડા અને રિચા ચઢ્ઢાની એક્ટિંગના વખાણ થયા હતા. આશ્ચર્યજનક રીતે એશ્વર્યાની એક્ટિંગને લોકોએ વખોડી કાઢી હતી. ફિલ્મમાં સરબજીતનું પાત્ર રણદીપ હૂડાએ ભજવ્યું છે અને એશ્વર્યા તેની બહેનના રોલમાં છે. આમ છતાં, આખી ફિલ્મ જાણે એશ્વર્યા પર જ આધારિત હોય તેમ એ જ પડદા પર દેખાતી હતી. ક્રિટિક્સે આ ફિલ્મને મિક્સ રિવ્યૂ આપ્યા હતા, પરંતુ દર્શકોએ ફિલ્મને નકારી કાઢી હતી. સારા કલાકારો છતાં ફિલ્મની વાર્તા નબળી હતી.

તમાશા

તમાશા

ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'તમાશા'ના તમાશામાં દર્શકોને ખાસ મજા આવી નહીં અને ફિલ્મ બોક્સઓફિસ પર પછડાઇ ગઇ, ત્યાં સુધી કે રણબીર-દિપીકાની હોટ કેમેસ્ટ્રી અને એ.આર.રહેમાનનું હિટ મ્યૂઝિક પણ ફિલ્મને બચાવી ન શક્યું. ફ્લોપ ફિલ્મની હારમાળા બાદ રણબીરને આ ફિલ્મ પાસેથી ઘણી આશા હતી. પરંતુ આ ફિલ્મે દર્શકોને નિરાશ કર્યા અને તેના બોક્સઓફિસ કલેક્શને રણબીરને નિરાશ કર્યો. 'રોકસ્ટાર' અને 'હાઇવે' જેવી ફિલ્મો આપનાર ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીનો જાદુ આ ફિલ્મમાંથી ગાયબ હતો.

English summary
Biggest surprise flop movies of 2016, failed to get collection on Box Office. See the list in gujarati.
Please Wait while comments are loading...