રોક ઓન 2 ફિલ્મ રિવ્યૂ: દર્શકોથી લઇને સમીક્ષકો કહ્યું ફિલ્મમાં આ નથી!

Posted By:
Subscribe to Oneindia News

રોક ઓન ફિલ્મ બોલીવૂડના ઇતિહાસમાં એક અલગ ફિલ્મ હતી. મ્યુઝિક પર આધારિત આવી કોઇ અદ્ઘભૂત ફિલ્મ પહેલા બની જ નહતી. અને માટે જ તે સુપર હિટ રહી. આજ કારણ હતું કે રોક ઓન 2ની રિલિઝ દર્શકોને ભારે આશ હતી. વળી શ્રદ્ઘા કપૂર અને ફરહાન અખ્તરની એક સાથે સ્ક્રીન જોવાની પણ લોકોને ચાહ હતી.


પણ 1st day 1st show પછી લોકોના જે રીતે રિવ્યૂ આવ્યા છે તે મુજબ તો ફિલ્મ કંઇ ખાસ "મેઝિક" ક્રિએટ નહીં કરી તે વાત પાક્કી છે. ત્યારે દર્શકોથી લઇને ક્રિટિકનું શું કહેવું છે આ ફિલ્મ વિષે વાંચો અહીં. સાથે જ જાણો તમારે જોવા જવી જોઇએ કે નહીં?

સ્ટોરીમાં પહેલા જેવો દમ નથી

સ્ટોરીમાં પહેલા જેવો દમ નથી

રોક ઓન ફિલ્મની સ્ટોરી દમદાર હતી. અને આજ કારણ હતું કે તે ચાલી હતી. પણ રોક ઓન 2 જોઇને આવેલા દર્શકોનું કહેવું છે કે રોક ઓન 2ની સ્ટોરીમાં તેવો દમ નથી. સ્ટોરી ખૂબ જ બોરિંગ છે.

સંગીત જ ગાયબ

સંગીત જ ગાયબ

રોક ઓનનું સંગીત જ તેની ખાસિયત છે. અને આ ફિલ્મનું સંગીત કંઇ તેવું ખાસ નથી કે જે દર્શકોને તેની તરફ આકર્ષી શકે. લોકોના મતે ફિલ્મનું સંગીત કોઇ અન્ય મસાલા ફિલ્મ જેવું જ છે. અને તેમાં રોક ઓનનું મેઝિક નથી.

ટ્વિટર પણ રિએક્શન

ટ્વિટર પણ રિએક્શન

ટ્વિટર પર દર્શકોએ જે રીતે પ્રતિભાવ રજૂ કર્યો તે મુજબ ફિલ્મમાં કંઇ ખાસ દમદાર નથી. તો કેટલાક લોકોને આ ફિલ્મ ખૂબ જ ઇનટેંન્સ પણ લાગી. કમાલ ખાને તો ત્યાં સુધી કહી દીધુ કે રોક ઓન 2 દેખીને શિરિષ કુંદરને પણ જોકર બનાવવા પર ગર્વ થઇ જશે.

પૂરબ કોહલીના વખાણ

પૂરબ કોહલીના વખાણ

જો કે ફિલ્મ જોઇને આવેલા લોકો ફરહાન અખ્તર અને શ્રદ્ઘા કપૂરની સાથે પૂરબ કોહલીના કામની પણ ભારે પ્રશંસા કરી રહ્યા છે. લોકોને પૂરબ કોહલીનું કામ આ ફિલ્મમાં ખૂબ જ પસંદ આવ્યું છે.

પિક્ચર અભી બાકી છે.

પિક્ચર અભી બાકી છે.

જો કે આ ફિલ્મના ફસ્ટ ડે ફસ્ટ શોમાં, થિયેટરોમાં દર્શકો 15 ટકા જ જોવા મળ્યા હતા. પણ જાણકારોનું કહેવું છે કે આવનારા દિવસોમાં લોકો ફિલ્મ જોવા આવી પણ શકે છે.

English summary
rock on 2 movie review and audience review first day first show read here.
Please Wait while comments are loading...