બોલીવૂડની સૌથી બોલ્ડ એક્ટ્રેસ માહી ગિલ

Written By:
Subscribe to Oneindia News

બોલીવૂડમાં દર વર્ષે અનેક નવી હિરોઈન આવે છે. તેમાંથી કેટલીક પોતાની ઓળખાણ બનાવવામાં કામયાબ બને છે તો વળી કેટલીક આ ફિલ્મી દુનિયાની રોશનીમાં ખોવાઈ જાય છે. પરંતુ 8 વર્ષ પહેલા બોલીવૂડમાં એન્ટ્રી કરનાર અને પોતાની બોલ્ડ ફિલ્મોની પસંદગીના કારણે એક અલગ જ ઓળખાણ બનાવનાર માહી ગિલની વાત જ કંઇક અલગ છે. 2009માં 'દેવ ડી' ફિલ્મથી જાણીતી થયેલી માહી ગિલે આવી અનેક બોલ્ડ ફિલ્મો કરી છે. જેને તેને એક નવી ઓળખ આપી. 42 વર્ષની માહીને જોતા આજે પણ તેની હોટનેસને ટક્કર આપી શકે તેવી હિરોઇન નહી મળે..

પંજાબી ફિલ્મોથી શરૂઆત

પંજાબી ફિલ્મોથી શરૂઆત

માહી ગિલે પોતાની એક્ટિંગની સફર પંજાબી ફિલ્મોથી કરી હતી. તેણે 2003માં પહેલી પંજાબી ફિલ્મથી ડેબ્યુ કરીને આ ફિલ્મ લાઈનમાં આવી હતી. આમ જોતા તેણે બોલીવૂડમાં એવી કોઈ ખાસ પાત્ર કે ફિલ્મ નથી કરી તેમ છતાં તેણે એક અલગ ઓળખ ઊભી કરી છે.

બોલિવૂડ ફિલ્મો

બોલિવૂડ ફિલ્મો

માહી ગિલે અત્યાર સુધીમાં દેવ ડી, ગુલાલ, સાહેબ બીવી ઔર ગેંગસ્ટર જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. તેની ફિલ્મોની પસંદગી જ તેને બીજી હિરોઈન કરતા અલગ બનાવે છે. આ ઉપરાંત 2010માં તેને ફિલ્મ 'દેવ ડી' માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ મળયો છે.

માહી ગિલ

માહી ગિલ

માહી ગિલનું સાચુ નામ રિમ્પી ગિલ કૌર છે. તેણે ચંદીગઢમાં પંજાબ યૂનિવર્સિટીમાંથી થિયેટરમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. એક ટીવી પર આપેલા ઇન્ટરવ્યૂમાં માહી એ તેના લગ્ન વિશે વાત કરતા જણાવે છે તે તેના લગ્ન બહુ નાની ઉંમરે થઈ ગયા હતા. અને તે બાદ ડિવોર્સ પણ થઈ ગયા હતા.

બોલ્ડ એન્ડ ટેલેન્ટેડ

બોલ્ડ એન્ડ ટેલેન્ટેડ

માહી ગિલ હંમેશા તેના બોલ્ડ લૂકને કારણે ચર્ચામાં રહી છે. પાન સિંહ તોમર. દબંગ અને સાહેબ બીવી ઔર ગેંગસ્ટર ફિલ્મોમાં તેના કામને ખુબ વખાણવામાં આવ્યુ હતું. છેલ્લે તે નાના પાટેકર સાથે વેડિંગ એનિવર્સરીમાં જોવા મળી હતી. હવે તે ફરી સાહેબ, બીવા ઔર ગેંગસ્ટર 3માં જોવા મળશે.

English summary
Bollywood bold actress mahi gill. Read more detail here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.