For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Twitter પર ‘પેદા’ થયાં આ બૉલીવુડ સ્ટાર્સ સંતાનો!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 28 મે : બૉલીવુડ અને આધુનિકતા તો પરસ્પર જોડાયેલા જ રહ્યાં છે, કારણ કે બૉલીવુડ એટલે ગ્લૅમર અને ગ્લૅમરને તો આજકાલ આધુનિકતાની નિશાની ગણવામાં આવે છે.

અહીં ગ્લૅમર અને આધુનિકતાની વાત એટલા માટે કરવામાં આવી રહી છે, કારણ કે આજકાલ આધુનિકતાનો મહત્વનો ભાગ બની ગયો છે સોશિયલ મીડિયા કે જેમાં ફેસબુક અને ટ્વિટર મુખ્ય છે. તેમાંય બૉલીવુડ સેલિબ્રિટીઓ તો ટ્વિટરનો મન મૂકીને ઉપયોગ કરતી રહી છે. મોટાભાગની સેલિબ્રિટીઓના પોતાના ટ્વિટર ઍકાઉંટ છે.

એમ તો ટ્વિટર ઍકાઉંટ કોઈક નાનકડો સંદેશ પોતાના સંબંધીઓ કે ફૅન્સને પહોંચાડવાનું માધ્યમ હોય છે, પરંતુ બૉલીવુડ સેલિબ્રિટીઓ તો પોતાના સંતાનોના અવતરણની જાહેરાત પણ ટ્વિટર દ્વારા જ કરવા લાગી છે. આવી સેલિબ્રિટીઓમાં ઐશ્વર્યા રાય-અભિષેક બચ્ચન જેવી બૉલીવુડની આદર્શ જોડીનો પણ સમાવેશ થાય છે કે જેમણે આરાધ્યાના જન્મની માહિતી ટ્વિટર વડે જ શૅર કરી હતી.

ચાલો તસવીરોમાં જોઇએ ટ્વિટર પર જન્મનાર બૉલીવુડ સ્ટાર્સ સંતાનો :

આયેશા-ફરહાન

આયેશા-ફરહાન

ફરહાન આઝમીએ પપ્પા બનવાનો આનંદ ટ્વિટર પર પિરસ્યો હતો. ફરહાને ટ્વીટ કર્યુ હતું - "Allahu Akbar Allahu Akbar" it's a BOY!! ફરહાન બાદ આયેશાએ ટ્વીટ કર્યું - "@abufarhanazmi, Me and our son Thank u alll sooo much n much lov 2 all of u 4 the many blessings n gud wishes we received. God bless."

ઐશ્વર્યા-અભિષેક

ઐશ્વર્યા-અભિષેક

અભિષેક બચ્ચને ટ્વિટર પર આરાધ્યાના અવતરણના બ્રૅકિંગ ન્યુઝ આપ્યા હતાં. અભિષેકે ટ્વીટ કર્યુ હતું - "IT'S A GIRL!!!!! J))))". અતિઆનંદિત અમિતાભ બચ્ચને પણ ટ્વીટ કર્યુ હતું - "I am Dada to the cutest baby girl!! Dadaji... ecstatic!!!!"

વિવેક-પ્રિયંકા

વિવેક-પ્રિયંકા

વિવેક ઓબેરૉયે 6ઠી ફેબ્રુઆરી, 2013ના રોજ ટ્વિટર પર વિયાન વીર ઓબેરૉયના અવતરણની જાહેરાત કરી હતી. વિવેકે ટ્વીટ કર્યુ હતું - "Today is the most special day of my life! Priyanka and I welcomed our little angel into our world, a beautiful, healthy, divine baby boy!"

ફરદીન-નતાશા

ફરદીન-નતાશા

ફરદીન ખાન અને નતાશાની દીકરી ડાયના ઇસાબેલે ખાનનો જન્મ ડિસેમ્બર-2013માં થયો હતો. ડાયનાના જન્મની જાહેરાત ફરદીને નહીં, પણ તેમના પિતરાઈ બહેન ફરાહ અલી ખાને ફરદીનને અભિનંદન પાઠવતાં ટ્વીટ કર્યુ હતું - "Woke up to wonderful news. My cousin Fardeen and his wife Natasha were blessed by a beautiful baby girl Diani Isabella Khan yesterday (Wednesday). God bless my little niece with loads of health, wealth and happiness. Congratulations to the parents."

લારા-મહેશ

લારા-મહેશ

ટેનિસ સ્ટાર મહેશ ભૂપતિએ પત્ની લારા દત્તાની કૂખે પોતાની દીકરીના અવતરણની જાહેરાત ટ્વિટર ઉપર કરી હતી. મહેશે ટ્વીટ કર્યુ હતું - "IT'S A GIRL!!!!!!!!!!! @DuttaLara. I Love U...."

રાજ-શિલ્પા

રાજ-શિલ્પા

હૉટ મમ્મી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાનો પુત્ર વિયાન રાજ કુન્દ્રા છે. વિયાનના જન્મની જાહેરાત રાજ કુન્દ્રાએ ટ્વિટર પર કરી હતી. તેમણે ટ્વીટ કર્યુ હતું - "God has blessed us with a beautiful baby boy. Both mother and baby are fine. I am thrilled to bits!!!!!! A big thank you to my wife @TheShlpaShetty for the bestest gift ever."

સેલિના-પીટર

સેલિના-પીટર

સેલિના જેટલી તથા પીટર હૅંગને જોડકા બાળકો જન્મ્યા હતાં. આ સમચાર પીટરે ટ્વીટર દ્વારા શૅર કર્યા હતાં - "Yes, our angels from heaven are here and we are very happy. Celina and the boys are doing very well health-wise too. We just want everyone to bless our handsome boys."

English summary
A lot of celebrities have done their baby's annoucement on Twitter. For example, Abhishek Bachchan announced Aaradhya's arrival on Twitter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X