મ્યુઝિક વીડિયોમાંથી બન્યાં Star : જુઓ કોણ-કોણ છે ભાગ્યશાળી?
મુંબઈ, 14 જૂન : બૉલીવુડ એક એવું ક્ષેત્ર છે કે જ્યાં સ્થાપિત થઈ ચુકેલ મોટાભાગના કલાકારો કે સ્ટાર્સનું પોતાનું સંઘર્ષભર્યુ અતીત છે. અમિતાભ બચ્ચનથી લઈ શાહરુખ ખાન સુધી અનેક એવા સ્ટાર-સુપરસ્ટાર છે કે જેમણે આ મુકામ હાસલ કરતા પહેલા મોટા સંઘર્ષો કર્યાં છે, તો અનેક એવા પણ કલાકારો છે કે જેઓ એક સ્થાપિત અભિનેતા બનતા પહેલા પણ આછેરી ઝલક બતાવી ચુક્યાં છે અને તે સમયે તેમને જોનાર લોકોને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે ક્ષણમાત્ર માટે પડદા ઉપર દેખાતો આ ચહેરો ક્યારેક એક સ્ટાર તરીકે આપણી સામે આવશે.
હા જી, આજે અમે એવા બૉલીવુડ સિતારાઓની વાત કરી રહ્યાં છે કે જેઓ બૉલીવુડ સ્ટાર બનતા મ્યુઝિક વીડિયો કે આલબમમાં દેખાયા હતાં અને તે પણ ક્ષણિક જ. શાહિદ કપૂરથી લઈ આયેશા ટાકિયા સુધીના અનેક એવા કલાકારો છે કે જેઓ તે વખતના સિંગિંગ સ્ટારના મ્યુઝિક વીડિયો/આલબમમાં ક્ષણમાત્ર માટે જ દેખાતા હતાં. તે વખતે દર્શકોની નજર તો માત્ર સિંગર ઉપર જ કેન્દ્રિત હતી અને ક્ષણિક દેખાતા આ ભાવિ સ્ટાર્સ વિશે તો લોકોએ ક્યારેય વિચાર્યુ પણ નહોતું.
ચાલો આજે તમને એવા જ સ્ટાર્સ બતાવીએ કે જેઓ સ્ટાર બનતા પહેલા મ્યુઝિક વીડિયોમાં ક્ષણિક દેખાયા હતાં.

શાહિદ કપૂર
આપણને યાદ છે કૉમ્પ્લાન બૉય શાહિદ કપૂર કે જ્યારે તેઓ બાળક હતાં. જોકે શાહિદ કપૂરની ઝલક આપણને આર્યનના મ્યુઝિક આલબમ આંખોં મેં તેરા હી ચેહરા...માં પણ દેખાઈ હતી. આજે શાહિદ સ્ટાર છે.

હૃષિતા ભટ્ટ
શાહિદ સાથે કૉમ્પ્લાન ગર્લ તરીકે દેખાતા હૃષિતા ભટ્ટે પણ બૉલીવુડમાં આવતા પહેલા મ્યુઝિક વીડિયોમાં ડેબ્યુ કર્યુ હતું. હૃષિતાએ અશોકામાં શાહરુખ-કરીના સાથે કામ કર્યુ છે.

ગૌહર ખાન
બૉમ્બે વિકિંગ્સ વીડિયો હવા મેં ઉડતી જાય...માં ગૌહર ખાન હતાં કે જેઓ આજે સ્ટાર છે. તેમણે રૉકેટ સિંહ સેલ્સમૅન ઑફ ધ ઈયરમાં રણબીર કપૂર સાથે બૉલીવુડ ડેબ્યુ કર્યુ હતું.

જ્હૉન અબ્રાહમ
જ્હૉન અબ્રાહમે પણ ઘણા મ્યુઝિક વીડિયોમાં કામ કર્યુ હતું. તેઓ પંકજ ઉધાસ દ્વારા ગવાયેલ ચુપકે ચુપકે... ગીતમાં બાઇક ચલાવતા દેખાયા હતાં.

આયેશા ટાકિયા
બૉલીવુડ અભિનેત્રી આયેશા ટાકિયાએ પણ મ્યુઝિક વીડિયો દ્વારા ડેબ્યુ કર્યુ હતું. ફાલ્ગુની પાઠકના ગીત મેરી ચુનર ઉડ ઉડ જાયે... માં આયેશા ફાલ્ગુની સાથે દેખાયા હતાં. આયેશાએ પહેલી ફિલ્મ સોચા ન થા સાઇન કરી હતી, પરંતુ ટારઝન રિલીઝ થયેલી પહેલી ફિલ્મ હતી.

રિયા સેન
મૉડેલિંગ દરમિયાન રીયા સેન ફાલ્ગુની પાઠકના વીડિયો યાદ પિયા કી આને લગી...માં દેખાયા હતાં. તેમણે 2001માં સ્ટાઇલ ફિલ્મ સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરી. રિયા સેન સુચિત્રા સેનના પૌત્રી અને મુનમુન સેનના પુત્રી છે.

મિલિંદ સોમન
હૅન્ડસમ મિલિંદ સોમન એક સમયે યુવતીઓના રાજકુમાર હતાં કે જ્યારે તેઓ અલીશા ચિનાયના હિટ ગીત મેડ ઇન ઇન્ડિયા...માં દેખાયા હતાં. તેઓ પછી આશા ભોસલેના ગીત જાનમ સમઝા કરો...માં પણ હતાં. મિલિંદે નાના પડદે પણ કામ કર્યું. બૉલીવુડમાં તેમણે 16 ડિસેમ્બર અને અગ્નિ વર્ષા જેવી ફિલ્મો કરી છે.

મલાઇકા અરોરા ખાન
પોતાના ડાન્સ મૂવ્સને કારણે બૉલીવુડમાં ચર્ચિત મલાઇકા અરોરા ખાન પહેલી વાર ગોરી નાલ ઇશ્ક મીઠા...ગીતમાં દેખાયા હતાં.

શયાન મુંશી
શયાન મુંશી પણ આર્યનના ઇન્ડીપૉપ ગીત યે હવા કેહતી હૈ ક્યા...માં દેખાયા હતાં. શયાન પછી બૉલીવુડ ફિલ્મો ઝનકાર બીટ્સ તથા માય બ્રધર નિખિલમાં દેખાયા હતાં.

આમના શરીફ
ક્યૂટ એક્ટ્રેસ આમના શરીફે નાના પડદે એન્ટ્રી કરતા પહેલા અનેક મ્યુઝિક વીડિયોમાં કામ કર્યુ હતું. આમના ફાલ્ગુની પાઠકના યે કિસને જાદૂ કિયા... ગીતમાં પણ હતાં. કહીં તો હોગા જેવી ટીવી સીરિયલમાં કામ કર્યા બાદ આમનાએ આલૂ ચાટ ફિલ્મ સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેમની આગામી ફિલ્મ એક વિલન છે.












Click it and Unblock the Notifications
