ઓ બાપ રે... ઍલોનનું ટ્રેલર જોઈ બૉલીવુડ ભયભીત
અમદાવાદ, 15 ડિસેમ્બર : બૉલીવુડના ક્વીન ઑફ હૉરર બિપાશા બાસુ પુનઃ એક વાર દર્શકોને બિવડાવવા આવી રહ્યાં છે. બિપાશાએ પોતાની આગામી હૉરર ફિલ્મ ઍલોનનું આર્ટિફિશિયલ ટ્રેલર ટ્વિટર પર પણ શૅર કર્યુ છે. આ હૉરર ફિલ્મમાં બિપાશા સાથે ટેલીવિઝન અભિનેતા કરણ સિંહ ગ્રોવર નજરે પડવાનાં છે.
બિપાશા-કરણની જોડી પહેલી વખત મોટા પડદે એક સાથે નજરે પડશે. કરણ નાના પડદે પોતાની એક્ટિંગના જલવા પાથરી ચુક્યાં છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ બિહામણુ છે કે જે જોઈ લાગે છે કે ફિલ્મ દર્શકોને ડરાવામાં સફળ રહેશે. ભૂષણ પટેલની ઍલોન ફિલ્મમાં બિપાશા ડબલ રોલમાં છે કે જેમાં એક બહેન જીવિત છે અને એક બહેનનો આત્મા ભટકે છે. બિપાશા-કરણ વચ્ચે રોમાંટિક હૉટ સીન્સ પણ આ ફિલ્મની યૂએસપી બની રહેવાના છે. ફિલ્મમાં હૉરર અને રોમાંસનો તડકો બંને છે.
બૉલીવુડ આ ફિલ્મને થમ્બ્સ અપ આપી રહ્યું છે. સૌએ બિપાશાના વખાણ કર્યાં છે. તમે પણ જુઓ :
|
વિક્રમ ભટ્ટ
વિક્રમ ભટ્ટ અને બિપાશા હંમેશા એક-બીજાના બેસ્ટ ફ્રેંડ્સ રહ્યાં છે. વિક્રમે બિપાશાના મન મૂકીને વખાણ કર્યાં છે.
|
અજય દેવગણ
અજય દેવગણે તો સૌને વૉર્નિંગ જ આપી નાંખી કે આ ટ્રેલર એકલા ન જોતાં.
|
વરુણ ધવન
વરુણ ધવને પણ બિપાશાના ખૂબ વખાણ કરતા સૌને વૉર્ન કર્યા કે બિપાશા ફરીથી બિવડાવવા માટે તૈયાર છે.
|
સોનૂ સૂદ
સોનૂ સૂદે પણ બિપાશાને ધમકી આપી કે તેઓ આ ટ્રેલર ક્યારેય મને એકલા બતાવવાનો પ્રયત્ન ન કરે.
|
અભિષેક બચ્ચન
અભિષેક બચ્ચને સોગંધ લીધા છે કે બિપાશાનો આ અવતાર જોયા બાદ તેઓ ક્યારેય બિપાશાને એકલામાં નહીં મળે
|
જૅકી ભાગનાની
યંગિસ્તાન એક્ટર જૅકી ભાગનાનીએ પણ ટ્વીટ કરી બિપાશાને જણાવ્યું કે તેમણે આજ સુધી આના કરતા વધુ બિહામણુ કંઈ જ નથી જોયું.
|
કરણ જૌહર
કરણ જૌહરે ટ્વીટ કર્યું - બિપાશાએ ફરી એક વાર ડરાવી દીધા છે અને ફિલ્મનું ટ્રેલર બહેતરીન છે.
|
રાજ કુન્દ્રા
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાએ પણ ઍલોનનું ટ્રેલર જોઈ દેશહિતમાં સૌને સાવધ કર્યાં છે કે તેને એકલા ન જુઓ.
|
ઍલોનનું ટ્રેલર જોઈ બૉલીવુડ ભયભીત
ઍલોનનું ટ્રેલર જોઈ બૉલીવુડ ભયભીત












Click it and Unblock the Notifications
