OMG : રહને કો ઘર નહીં... ભાડાની ‘ઝૂંપડી’માં રહે છે આ સેલિબ્રિટીઓ!

મુંબઈ, 18 જૂન : હૅડિંગ વાંચીને ચોંકી ગયા ને? રહને કો ઘર નહીં... સોને કો બિસ્તર નહીં... આ પંક્તિઓ છે ફિલ્મ સડકની, પરંતુ માયાનગરી મુંબઈમાં રહેઠાણનો પ્રશ્ન કેટલો મોટો છે, તો કોઈનાથી અજાણ નથી અને આ પ્રશ્ન આપણી બૉલીવુડ સેલિબ્રિટીઓને પણ પજવતો હોય છે. શીર્ષકમાં ભાડાની ઝૂંપડી શબ્દનો એટલા માટે પણ ઉલ્લેખ કરાયો છે કે જે રહેઠાણ ભાડાનું હોય, તે ઝૂંપડી જ કહેવાય, ભલે ને પછી મહેલ કેમ ન હોય.

કહે છે ને કે ઘરનું ઘર જ પોતીકુ લાગે છે. ભલે તે ઝૂંપડી કેમ ન હોય. જો આલિશાન મકાન કે બંગલામાં રહેતા હોઇએ, પરંતુ તે ભાડાનું હોય, તો તે પોતીકુ ન જ ગણી શકાય. બૉલીવુડ સેલિબ્રિટીઓ એમ તો લાખો-કરોડોમાં રમતી હોય છે, પરંતુ તેમને પણ ભાડાના મકાનમાં રહેવું પડે છે. સન્ની લિયોન હોય કે પછી જૅકલીન ફર્નાન્ડીઝ, ભાડાના મકાનમાં રહેનાર સેલિબ્રિટીઓમાં સન્ની-જૅકલીન જ નહીં, પણ બીજી અનેક સેલિબ્રિટીઓનો સમાવેશ થાય છે.

ચાલો તસવીરો સાથે જાણીએ ભાડાની ઝૂંપડીમાં રહેતી બૉલીવુડ સેલિબ્રિટીઓ :

સન્ની લિયોન

સન્ની લિયોન

સન્ની લિયોન છેલ્લા 2 વર્ષથી યારી રોડ ખાતે આવેલ પેંટહાઉસમાં ભાડે રહે છે. આ મકાન સેલિના જેટલીની માલિકીનું છે. આખુ વિશ્વ જ આપણુ ઘર છે. છતાં એક વાર મુંબઈમાં એવું કંઈક મળશે કે જેનાથી પ્રેમ થઈ જાય, ત્યાર મકાન લઈ લઇશું.

નરગિસ ફખરી

નરગિસ ફખરી

બૉલીવુડમાં એન્ટ્રી કર્યે ત્રણ વર્ષ થયા છતાં રગનસ ફખરી ભાડાના મકાનમાં રહે છે. દરમિયાન જાણવા મળ્યુ હતું કે નરગિસે મકાન ખરીદી લીધું છે, પરંતુ તેની પુષ્ટિ નથી થઈ. નરગિસ ફિલ્મો અને જાહેરખબરોમાંથી ઘણુ બધુ કમાય છે. છતાં તેઓ મકાન કેમ નથી ખરીદી શકતાં?

ચિત્રાંગદા સિંહ

ચિત્રાંગદા સિંહ

કહે છે કે ચિત્રાંગદા સિંહ પણ ભાડાના મકાનમાં રહે છે. ચિત્રાંગદા સાથે આ મકાનની કેટલીક સુંદર સ્મૃતિઓ જોડાયેલી છે અને એટલે જ તેઓ પોતાનું મકાન નથી ખરીદતાં.

જૅકલીન ફર્નાન્ડીઝ

જૅકલીન ફર્નાન્ડીઝ

જૅકલીન ફર્નાન્ડીઝ ભાડાના ઍપાર્ટમેંટમાં રહે છે, પરંતુ તેઓ શ્રીલંકા પાસે એક આઇસલૅન્ડ ખરીદવાનું આયોજન કરી રહ્યાં છે.

અદિતી રાવ હૈદરી

અદિતી રાવ હૈદરી

જાણીતા અને પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવતા અદિતી રાવ હૈદર પાસે પૈસાની કોઈ કમી નથી. છતાં તેઓ ભાડાના મકાનમાં રહે છે. કદાચ તેમને અત્યાર સુધી પોતાનું સપનાનું ઘર જડ્યું નથી.

વિદ્યુત જામવાલ

વિદ્યુત જામવાલ

વિદ્યુત જામવાલ અંધેરી ખાતે ભાડાના મકાનમાં રહે છે. મકાન ભાડાનું હોય કે પોતાનું, વિદ્યુત તેને ચોરોથી બચાવવાની રીત સારી પેઠે જાણે છે. એટલે જ તો બે વરસ અગાઉ તેમના ઘરમાં ઘુસેલા ચોરોને વિદ્યુત પકડી પાડ્યા હતાં.

રીચા ચડ્ઢા

રીચા ચડ્ઢા

રીચા ચડ્ઢાએ તાજેતરમાં જ બૉલીવુડમાં સ્થાન જમાવ્યું છે અને એટલે જ તેઓ પોતાનું મકાન ખરીદવાની બાબતમાં પ્રતીક્ષા કરી રહ્યાં છે. જોકે રીચાએ પહેલા લક્ઝરી કાર ખરીદવાને પ્રાથમિકતા આપી.

રાજકુમાર રાવ

રાજકુમાર રાવ

રાજકુમાર રાવ પણ ભાડાના ઍપાર્ટમેંટમાં રહે છે.

પ્રભુ દેવા

પ્રભુ દેવા

હાઇએસ્ટ પેડ દિગ્દર્શક પ્રભુ દેવા પણ ભાડાના મકાનમાં રહે છે. કારણ સ્પષ્ટ છે. મુંબઈ પ્રભુનું હોમટાઉન નથી અને એટલે જ તેઓ અહીં રોકાણ કરવા નથી માંગતાં.

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકી ડોઢ વરસથી વરસોવા ખાતેના ઍપાર્ટમેંટમાં ભાડે રહે છે. તેમણે એક ઇંટરવ્યૂમાં કહ્યુ હતું - હું મારી પસંદગીના રોલ કરવા માંગુ છું અને ખુશ રહુ છું. મને મકાન ખરીદવાની જરૂર નથી. હું ભાડાના મકાનમાં ખુશ છું. હું મકાન ત્યારે ખરીદીશ કે જ્યારે મને લાગશે કે હું ખોટા રોલની પસંદગી કર્યા બાદ પણ તે મકાન ખરીદી શકું. હું એ ન ભુલી શકું કે હું મુંબઈમાં સારૂં કામ કરવા આવ્યો હતો, નહીં કે મકાન ખરીદવા.

અમિત સાધ

અમિત સાધ

અમિત સાધે એક ઇંટરવ્યૂમાં કહ્યુ હતું - મકાન ભાડાનું હોય કે પોતાનું, આપણી સેલિબ્રિટીઓના સ્ટેટસ ઉપર તેની કોઈ અસર નથી થતી. જ્યારે તમે ભાડાનુ મકાન લેવા જાઓ, ત્યારે લોકો સવાલ કરે છે - શું તમે છોકરીઓને બોલવાશો? સારૂં છે કે મારા મકાન માલિક મને આવકારે છે અને મને લાઉડ મ્યુઝિક તથા દર શનિવારે પાર્ટી કરવા દે છે. હું ભાડાના ફ્લૅટમાં ખુશ છું. મેં તાજેતરમાં જ બાંદ્રા ખાતે આ ફ્લૅટ ભાડે રાખ્યું છે.

એવલીન શર્મા

એવલીન શર્મા

એવલીન શર્માનું માનવું છે કે મુંબઈમાં કૅરિયર શરૂ કરતી સેલિબ્રિટી માટે મકાન ખરીદવું અશક્ય છે.

તાપસી પન્નૂ

તાપસી પન્નૂ

ચશ્મે બદ્દૂર સાથે કૅરિયર શરૂ કરનાર તાપસી પન્નૂ કહે છે - હું મકાન ખરીદતા પહેલા આ શહેરને જાણી લેવા માંગુ છું. પ્રોપર્ટીના વધતા ભાવ જોતા હું નથી જાણતી કે આ દિશામાં આગળ વધવું કે નહીં. બીજો મુદ્દો એ છે કે એક્ટર્સને અનિયમિત આવકના કારણે સરળતાથી લોન પણ નથી મળતી.

એલી અવરમ

એલી અવરમ

વિકી ડૉનર સાથે કૅરિયર શરૂ કરનાર એલી અવરમ શરુઆતમાં વરસોવા ખાતે ભાડે રહેતા હતાં. પછી તેઓ મલાડ શિફ્ટ થયાં અને હાલ બાંદ્રા ખાતે રહે છે. એલીએ એક ઇંટરવ્યૂમાં કહ્યુ હતું - બૅંક લોન માટેની પ્રોસેસ વિઘ્નોથી ભરેલી અને સમય માંગી લેનારી છે. ઉપરાંત ગૅરેંટર ઊભા કરવા પણ મુશ્કેલીભર્યું છે. તેથી હું ભાડાના મકાનની હિમાયત કરુ છું. જોકે તેમાં પણ સારા મકાન માલિક અને એક્ટર્સ માટે સારી સોસાયટી મળવી મુશ્કેલ મુદ્દો છે.

ઇમ્તિયાઝ અલી

ઇમ્તિયાઝ અલી

દિગ્દર્શક ઇમ્તિયાઝ અલી પણ મુંબઈમાં એક ભાડાના મકાનમાં રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X