Lucky Stars : પચ્ચીસ પહેલા પામ્યો સફળતાનો પમરાટ!
મુંબઈ, 12 જૂન : બૉલીવુડ એક એવું ક્ષેત્ર છે કે જ્યાં માણસની માત્ર મહેનત નહીં, પણ કિસ્મત પણ સાથ આપે, તો જ તેને સફળતા મળે. બૉલીવુડમાં અનેક લોકો રોજ આવે છે અને નિષ્ફળતા મળતા જતા રહે છે, તો કેટલાંક સફળતા માટે ચપ્પલ ઘસી નાંખતા હોય છે.
મુંબઈ માયાનગરીમાં ઘણા લોકો સ્ટાર બનવાના સપના લઈ આવે છે. રાત-દિવસ મહેનત પણ કરે છે. કેટલાકની મહેનત સફળ પણ થાય છે, તો કેટલાકની મહેનત નિષ્ફળ જાય છે. કેટલાકને સખત મહેનત બાદ સફળતા મળે પણ છે, પરંતુ તેમાં થોડુક કે વધારે મોડુ થઈ જાય છે, તો કેટલાક એવા લકી હોય છે કે જેઓ બૉલીવુડમાં પગલુ જ સફળ ફિલ્મ સાથે મૂકે છે.
આજે આપણે એવા બૉલીવુડ કલાકારોની ચર્ચા કરવા જઈ રહ્યાં છીએ કે જેઓ હજી ઉંમરના પરિપક્વ તબક્કે નથી પહોંચ્યાં, પરંતુ આમ છતાં સ્ટાર બની ચુક્યાં છે. આવા કલાકારોમાં સૌથી પહેલુ નામ આપણે આલિયા ભટ્ટ તરીકે લઈ શકાય કે જેમની ઉંમર હજી 25 વર્ષનેય આંબી નથી, તો શ્રદ્ધા કપૂર, ઇલિયાના, આયુષ્માન ખુરાના જેવા યુવા કલાકારો પણ 25ની વયે પહોંચ્યા પહેલા જ બૉલીવુડમાં મુકામ હાસલ કરી ચુક્યાં છે.
ચાલો તસવીરો સાથે જાણીએ બૉલીવુડ સેલિબ્રિટીઓ કે જેઓ 25 પહેલા જ પામી ગયા સફળતા :

આલિયા ભટ્ટ
અક્ષય કુમાર અને પ્રીતિ ઝિંટાની ફિલ્મ સંઘર્ષમાં બાળ કલાકાર તરીકે દેખાનાર આલિયા ભટ્ટે 19 વર્ષની વયે સ્ટુડન્ટ ઑફ ધ ઈયર જેવી સફળ ફિલ્મ સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરી અને આજે તેઓ સ્ટાર બની ચુક્યાં છે. તેમની ઉંમર 25 કરતા ઓછી જ છે.

શ્રદ્ધા કપૂર
યુવાન શ્રદ્ધા કપૂરે બૉલીવુડમાં તીન પત્તી જેવી નિષ્ફળ ફિલ્મ સાથે એન્ટ્રી કરી, પરંતુ ગત વર્ષે આશિકી 2 દ્વારા તેમણે બૉલીવુડમાં પહેલી અને શાનદાર સફળતા હાસલ કરી લીધી.

શ્રદ્ધા કપૂર
યુવાન શ્રદ્ધા કપૂરે બૉલીવુડમાં તીન પત્તી જેવી નિષ્ફળ ફિલ્મ સાથે એન્ટ્રી કરી, પરંતુ ગત વર્ષે આશિકી 2 દ્વારા તેમણે બૉલીવુડમાં પહેલી અને શાનદાર સફળતા હાસલ કરી લીધી.

ઇલિયાના
19 વર્ષની વયે તેલુગુ સિનેમા દ્વારા એન્ટ્રી કરનાર ઇલિયાના 24નો પડાવ પાર કરતા પહેલા જ હિટ બની ગયાં. તેમણે બર્ફી જેવી સફળ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પોતાની જાતને સ્થાપિત કરી લીધી.

સના સઈદ
કુછ કુછ હોતા હૈ ફિલ્મમાં નાનકડી અંજલિનો રોલ કર્યા બાદ સના સઈદે સ્ટુડન્ટ ઑફ ધ ઈયરમાં તાન્યાનું હિટ પાત્ર ભજવ્યું.

પરિણીતી ચોપરા
ડેબ્યુ ફિલ્મ લૅડીઝ વર્સિસ રિકી બહલ સુધી તો લોકો પરિણીતી ચોપરાને પ્રિયંકા ચોપરાની પિતરાઈ બહેન તરીકે જ જાણતા હતાં, પરંતુ પરિણીતીએ ઇશકઝાદે દ્વારા પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી.

આયુષ્માન ખુરાના
નાના પડદાના જાણીતા કલાકાર આયુષ્માન ખુરાનાએ પણ વિકી ડૉનર દ્વારા પોતાની યોગ્યતા સાબિત કરી જ છે.

દેવ પટેલ
અઢાર વર્ષની વય ઓળંગ્યા પહેલા જ દેવ પટેલ સ્લમડૉગ મિલેનિયર દ્વારા સફળતા મેળવામાં સફળ રહ્યાં.

શ્રુતિ હસન
શ્રુતિએ 23 વર્ષની વયે લક ફિલ્મ દ્વારા ઇમરાન ખાન સાથે શરુઆત કરી હતી. ફિલ્મ ફ્લૉપ રહી હતી, પરંતુ શ્રુતિની નોંધ લેવાઈ હતી અને આજે તેઓ સ્ટાર છે.

દીપિકા પાદુકોણે
દીપિકા પાદુકોણેએ 21 વર્ષની વયે ઓમ શાંતિ ઓમ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કર્યું અને આમ તેઓ 25 પહેલા સફળતા મેળનાર કલાકારોની યાદીમાં સામેલ થઈ ગયાં.

અનુષ્કા શર્મા
અનુષ્કા શર્મા પણ 21 વર્ષની વયે રબ ને બના દી જોડી દ્વારા સફળ એન્ટ્રી કરવામાં સફળ રહ્યાં.

રણવીર સિંહ
રણવીર સિંહ તે વખતે બરાબર 25 વર્ષના હતાં કે જ્યારે તેમણે બૅન્ડ બાજા બારાત દ્વારા બૉલીવુડમાં સફળ એન્ટ્રી મારી હતી.

રણબીર કપૂર
રણબીર કપૂર પણ સાવરિયા જેવી ફ્લૉપ ફિલ્મ દ્વારા એન્ટ્રી મારતી વખતે બરાબર 25 વર્ષના હતાં. આમ છતાં તેઓ હાલ સ્ટાર બની ચુક્યાં છે.

કૅટરીના કૈફ
કૅટરીના કૈફે 20ની વયે બૂમ ફિલ્મથી શરુઆત કરી હતી. મૈંને પ્યાર ક્યોં કિયા અને સરકાર જેવી ફિલ્મોથી બૉલીવુડમાં સ્થાપિત થનાર કૅટરીના તે વખતે 22 વર્ષના હતાં.

સોનાક્ષી સિન્હા
સોનાક્ષી સિન્હાએ માત્ર 23 વર્ષની વયે દબંગ દ્વારા સફળતા પ્રાપ્ત કરી લીધી હતી અને આજે તેઓ સ્ટાર બની ચુક્યાં છે.












Click it and Unblock the Notifications
