ચોસઠના હેમા આજે પણ છે ડ્રીમ ગર્લ
મુંબઈ, 17 ઑક્ટોબર : એક તરફ મંગળવારે સૈફ અલી ખાન અને કરીના કપૂર લગ્ન કરી રહ્યા હતાં અને તેમના જ સમાચારો હૅડલાઇન્સ બન્યા હતાં, પરંતુ બીજી બાજુ બૉલીવુડના ડ્રીમ ગર્લ હેમા માલિનીએ મંગળવારે 64 વર્ષ પૂર્ણ કર્યા હતાં. ઉંમરનો આંકડો ભલે 64 ઉપર પહોંચી ગયો હોય, પરંતુ સૌંદર્યની બાબતમાં હેમાને આજે પણ કોઈ પહોંચી શકે નહિં. હેમા 64ના થવા છતાં 46 કરતાં પણ ઓછાં લાગે છે અને આજે પણ ડ્રીમ ગર્લ છે.

તાજેતરમાં જ સાસુનો હોદ્દો હાસલ કરનાર અભિનેત્રી હેમા માલિનીને 12મા એશિયન એચીવર્સ એવૉર્ડ્સમાં વર્ષના આંતરરાષ્ટ્રીય વ્યક્તિત્વના પુરસ્કાર વડે સન્માનવામાં આવ્યાં. પુરસ્કાર પામી હર્ષ પામતાં હેમાએ જણાવ્યુ હતું કે તેઓ બહુ ખુશ ચે કે તેમની આ સન્માન માટે પસંદગી કરાઈ. લોકોએ તેમની પ્રતિભાને સન્માન આપ્યું. તેથી તેઓ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
હેમા માલિની એક ઉમ્દા કલાકાર, બહેતરીન નૃત્યાંગના, લવિંગ લાઇફ તેમજ એક વ્હાલા મમ્મી છે. જીવનના દરેક રોલને ખૂબીપૂર્વક ભજવતા હેમા માલિનીએ મહિલઓની હાલત સુધારવા પણ ઘણાં કાર્યો કર્યાં છે. તેઓ મહિલાઓના મેગેઝીન મેરી સહેલીના તંત્રી છે. તેમણે દિગ્દર્શિકા તરીકે મહિલા પ્રધાન કાર્યક્રમો પણ દિગ્દર્શિત કર્યાં છે. તેમાં નૂપુર સીરિયલ ઘણી લોકપ્રિય પણ થઈ હતી.
બૉલીવુડથી સાંસદ સુધી પહોંચેલા હેમા માલિનીનું અભિનય જીવન આજે પણ જળવાયેલું છે અને લોકો તેમને આજે પણ એટલાં જ ચાહે છે કે જેમ પહેલા ચાહતા હતાં.












Click it and Unblock the Notifications
