• search

જુઓ બૉલીવુડના મોસ્ટ એલિજિબલ બેચલર્સ

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  મુંબઈ, 25 સપ્ટેમ્બર : દરેક છોકરીને ઇંતેજાર હોય છે પોતાના સપનાના રાજકુમારનો. એવો રાજકુમાર જે અમીર હોય, જેનો લુક સારો હોય, જેને જોઈ બીજા તમારા પ્રત્યે ઈર્ષ્યા કરે, જે રોમાંસ કરવામાં માહેર હોય, જેને જોઈને દિલના ધબકારાં વધી જાય અને જે તમારી આંખોમાં જોઈને જ તમારા હૈયાની વાત સમજી જાય. હવે આટલી બધી ક્વૉલિટી એક જ માણસમાં તો મળવી મુશ્કેલ છે અથવા એમ પણ કહી શકાય કે અશક્ય છે. પરંતુ આ દુનિયામાં એક જગ્યા છે, જ્યાં એવા લોકો મળે છે અને તે જગ્યા છે આપણું બૉલીવુડ.

  એમ તો બૉલીવુડના સૌથી વધુ રોમેન્ટિક હીરો શાહરુખ ખાન પરીણિત છે. સાથે જ ઘણાં હૈયાના ધબકારા સમાન હૃતિક રોશન પણ ચોરીના ચાર ફેરા લઈ ચુક્યાં છે, પરંતુ આમ છતાં પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત... અમે આપના માટે આખી યાદી લઈને આવ્યાં છીએ બૉલીવુડના મોસ્ટ એલિજિબલ બેચલર્સની. આ બધાને મળ્યા બાદ તમારુ હૈયુ પણ ખુશ થઈ જશે અને તમે પણ ગીત ગણગણશો ‘સબકી બારાતેં આઈ ડોલી તૂ ભી લાના, દુલ્હન બનાકે હમકો સાજનજી લે જાના...' તો તમે પણ આમના ગુણોની સરખામણી કરો અને પસંદગી કરો કે તમારા સપનાનો રાજકુમાર કોણ છે અને કોની સાથે તમે પોતાનું આખું જીવન સુખેથી જીવી શકો છો.

  સલમાન ખાન

  સલમાન ખાન

  સલમાન ખાનની ઉંમર ભલે થોડીક વધારે હોય, પરંતુ આજે પણ તેમની એક ઝલક પામી લાખો હૈયા ધબકારાં ચુકી જાય છે. મૈંને પ્યાર કિયા અને હમ દિલ દે ચુકે સનમના સલમાન સાથે કોણ લગ્ન કરવા તૈયાર ન થાય? સલમાનનું ભોળપણ તેમના લુક્સ અને સિક્સ પેક ઉપર તો છોકરીઓ મરી પરવારે છે. ભલે સલમાન ખાનની કિસ્મત પ્રેમની બાબતમાં કઈં ખાસ ઉકાળી ન શકી હોય, પણ આમ છતાં તેઓ હજી સુધી બૉલીવુડના સૌથી એલિજિબલ બેચલરની લિસ્ટમાં સૌથી ઊપર છે.

  શાહિદ કપૂર

  શાહિદ કપૂર

  બૉલીવુડના ચૉકલેટી બૉય શાહિદ કપૂરના જીવનમાં ઘણી જાણીતી અભિનેત્રીઓ આવી, પરંતુ તમામ સાથે શાહિદ કપૂરનો મેળ ન પડ્યો. અત્યાર સુધી સૌથી લાંબો અફેર બેબો એટલે કે કરીના કપૂર સાથે ચાલ્યો અને શાહિદ-કરીનાના લગ્ન સુધીની વાતો થવા લાગી હતી, પરંતુ અચાનક જ આ બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું અને હવે કરીના ટુંકમાં જ સૈફ અલી ખાન સાથે લગ્નગ્રંથિથી જોડાવાની છે. બીજી બાજુ શાહિદ હાલ એકલા છે. આ જ અસલી તક છે આવા એલિજિબલ બેચલરને પટાવવાની.

  રણબીર કપૂર

  રણબીર કપૂર

  બૉલીવુડના નવા એલિજિબલ બેચલર છે રણબીર કપૂર. સલમાન ખાન બાદ હવે રણબીરનું નામ જ આવે છે. રણબીર એમ તો દીપિકા પાદુકોણે, અનુષ્કા શર્મા તેમજ નરગિસ ફખરી સાથે ઇશ્ક ફરમાવી ચુક્યો છે, પરંતુ અત્યાર સુધી તેને પોતાની માટે પરફેક્ટ જોડીદાર મળી નથી. હાલ રણબીર અને કેટરીના વચ્ચે ઇશ્કની ચર્ચાઓ ચકડોળે છે, પરંતુ આમ છતાં હજુ પણ સમય છે અને તમે ઇચ્છો તો રણબીરને એપ્રોચ કરી શકો છો.

  રણવીર સિંહ

  રણવીર સિંહ

  બેન્ડ બાજા બારાત સાથે પોતાના કરિયરની શરુઆત કરનાર રણવીર સિંહના જીવનમાં અનુષ્કા શર્મા ઉપરાંત બીજી કોઈ છોકરી નથી આવી. લેડીઝ વર્સિસ રિકી બહલ દ્વારા બૉલીવુડમાં પોતાને સ્થાપિત કરનાર રણવીર હજુ સુધી બેચલર છે. સાથે જ તે પોતાના માટે કોઈ પાર્ટનરની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે. તો અત્યારે જ સાચો સમય છે રણવીરને એપ્રોચ કરવાનો.

  જ્હૉન અબ્રાહમ

  જ્હૉન અબ્રાહમ

  એમ તો થોડાક સમય પહેલા સુધી જ્હૉન અબ્રાહમ બૉલીવુડનો હૉટ અને ડેશિંગ એક્ટ્ર કમિટેડ મેન હતો, પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી તેનો ફરીથી એલિજિબલ બેચલરની યાદીમા સમાવેશ થઈ ગયો છે. બિપાશા બાસુ સાથેના સીરિયર બ્રેકઅપ બાદ જ્હૉન ઘણો એકલો અને મૌન થઈ ગયો હતો, પરંતુ તાજા સમાચાર એ છે કે તેને કોઈ મળી ગયું છે, પરંતુ જેમ આપ જાણો છો કે જ્યાં સુધી બૉલીવુડ સ્ટાર્સ લગ્નગ્રંથિથી જોડાય નહિં, ત્યાં સુધી તેઓ બેચલર જ હોય છે. તો જો તમે જ્હૉનના ફેન છો અને તેના જીવનસાથી બનવા માંગતા હો, તો બસ થઈ જાઓ તૈયાર.


  આ હતી અમારી યાદી બૉલીવુડના મોસ્ટ એલિજિબલ બેચલર્સની. અમે પુરતી કોશિશ કરી છે કે જેથી તમને તમારા મનપસંદ છોકરાઓની યાદીથી વાકેફ કરાવી શકાય. વીણી-વીણીને અમે એવા સેલિબ્રિટીસની આ યાદી તૈયાર કરી છે, જે તમારા સપનાના રાજકુમારને મહદઅંશે મળતા આવતા હશે. એમ તો બૉલીવુડમાં પણ આ બેચલર્સ માટે ઘણી એલિજિબલ બેચલર એક્ટ્રેસિસ છે, પરંતુ ક્યારેક-ક્યારેક બૉલીવુડની બહારથી પણ તેઓ પોતાના પાર્ટનર શોધતા હોય છે. હવે તમે બતાવો કે તમને કેવી લાગી અમારી આ યાદી? જો તમને તમારો પાર્ટનર મળી ગયો હો, તો પોતાના લગ્નમાં અમને આમંત્રણ આપવાનું ભુલતા નહિં.

  English summary
  Bollywood has lots of eligible bachelors who can be your perfect life partner. Most of romantic and chocolaty heroes are already got their life partner still here we are giving you the list to whom you can approach.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  ચૂંટણી પરિણામ 
  મધ્ય પ્રદેશ - 230
  PartyLW
  CONG1150
  BJP1041
  IND40
  OTH60
  રાજસ્થાન - 199
  PartyLW
  CONG8815
  BJP6010
  IND93
  OTH95
  છત્તીસગઢ - 90
  PartyLW
  CONG5113
  BJP152
  BSP+80
  OTH10
  તેલંગાણા - 119
  PartyLW
  TRS878
  TDP, CONG+418
  AIMIM25
  OTH13
  મિઝોરમ - 40
  PartyLW
  MNF026
  IND08
  CONG05
  OTH01
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more