એક સમયે ડાયલૉગ્સ પર આખી ફિલ્મ હિટ થઈ જતી : યાદગાર ડાયલૉગ્સ!

અમદાવાદ, 22 માર્ચ : સમગ્ર જગત પરિવર્તનશીલ છે અને તેની અસરથી ફિલ્મો પણ બાકાત નથી. ફિલ્મોમાં પણ દુનિયાના પરિવર્તનો જોવા મળતા રહ્યાં છે. ક્યારેક સામાજિક ફિલ્મોનો દોર રહ્યો, તો ક્યારેક ધાર્મિક ફિલ્મોનુ પૂર આવ્યું. એક સમય એવો પણ આવ્યો કે ફિલ્મોનો મુખ્ય આધાર ગીતો બની ગયાં.

વાત જ્યારે બૉલીવુડની હોય, તો આજકાલની બૉલીવુડ ફિલ્મોનો આધાર લવ-રોમાંસ, એક્શન અને કૉમેડી છે, તો ફિલ્મના મુખ્ય ગીતોનું સ્થાન આયટમ સૉંગે લઈ લીધું છે. એક સમય એવો હતો કે ફિલ્મના 8-10 હિટ ગીતો ઉમેરાતા જ ફિલ્મ ચાલી જતી. ભલે તેમાં સ્ટોરીનું પક્ષ થોડુંક નબળુ રહેતું, પણ ગીતોના આધારેય ફિલ્મો ચાલી જતી, જ્યારે આજે ગીતનું સ્થાન આયટમ સૉંગે લઈ લીધું છે. ફિલ્મના ગીતો ભલે નબળા હોય, પણ એકાધ આયટમ સૉંગ હોય, તો ફિલ્મ ઉપડી જાય છે.

બૉલીવુડના ફિલ્મી દોરમાં એક દોર એવો પણ હતો કે જ્યારે ફિલ્મનો મુખ્ય આધાર તેના ડાયલૉગ્સ બની ગયા હતાં. ડાયલૉગ્સ પર ચાલનારી ફિલ્મોમાં શોલે મુખ્ય ગણી શકાય. જોકે ફિલ્મની વાર્તા અને પાત્રો પણ દમદાર હતાં, પરંતુ ફિલ્મના ડાયલૉગ્સે ફિલ્મની આ મજબૂતાઈમાં જબર્દશ્ત વધારો કર્યો હતો. શોલે ઉપરાંત પણ બૉલીવુડ ફિલ્મોના અનેક એવા ડાયલૉગ છે કે જે આજીવન યાદગાર બની રહ્યાં છે.

ચાલો તસવીરો સાથે આપને રૂબરૂ કરાવીએ યાદગાર ડાયલૉગ્સથી :

યાદોં કી બારાત-ધર્મેન્દ્ર

યાદોં કી બારાત-ધર્મેન્દ્ર

કુત્તે, કમીને, મૈં તેરા ખૂન પી જાઉંગા...

શહેંશાહ-અમિતાભ બચ્ચન

શહેંશાહ-અમિતાભ બચ્ચન

રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈં, નામ હૈ શહેંશાહ.

દામિની-સન્ની દેઓલ

દામિની-સન્ની દેઓલ

યે ઢાઈ કિલો કા હાથ હૈ. જબ કિસી પે પડતા હૈ, તો વો ઉઠતા નહીં, ઉઠ જાતા હૈ.

આનંદ-રાજેશ ખન્ના

આનંદ-રાજેશ ખન્ના

હમ સબ રંગમંચ કી કઠપુતલિયાં હૈં, જિનકી ડોર ઉપરવાલે કી ઉંગલિયોં સે બંધી હુઈ હૈ. કબ, કૌન, કૈસે ઉઠેગા, યે કોઈ નહીં બતા સકતા.

શોલે-અમઝદ ખાન

શોલે-અમઝદ ખાન

યે હાથ મુઝે દે દે ઠાકુર અને કિતને આદમી થે.

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે-શાહરુખ-કાજોલ

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે-શાહરુખ-કાજોલ

બડે બડે શહરોં મેં ઐસી છોટી છોટી બાતેં હોતી રહતી હૈં.

મિસ્ટર ઇન્ડિયા-અમરીશ પુરી

મિસ્ટર ઇન્ડિયા-અમરીશ પુરી

મોગૅમ્બો ખુશ હુઆ!

ઝંજીર-અમિતાભ બચ્ચન

ઝંજીર-અમિતાભ બચ્ચન

જબ તક બૈઠને કો ન કહા જાયે, ખડે રહો! યે પુલિસ સ્ટેશન હૈ, તુમ્હારે બાપ કા ઘર નહીં.

દેવદાસ-દિલીપ કુમાર-શાહરુખ ખાન

દેવદાસ-દિલીપ કુમાર-શાહરુખ ખાન

કૌન કમ્બખ્ત બર્દાશ્ત કરને કો પીતા હૈ? મૈં તો પીતા હૂં કિ બસ સાંસ લે સકૂં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X