સાવધાન!!! પોતાની જાતને ટૉર્ચર કરવી હોય તો જ જોજો આ 10 ફિલ્મો!

મુંબઈ, 23 જૂન : બૉલીવુડમાં એક સમયે તથ્યપરક અને ગંભીર ફિલ્મો બનતી હતી. કોઈ પણ ફિલ્મ બનાવવા માટે તે ફિલ્મની આખી ટીમ પડદા પાછળ સખત મહેનત કરતી. ખાસ તો વાર્તા, ડાયલૉગ, સંગીત અને ગીત દરેક ફિલ્મની ખાસ યૂએસપી બની રહેતાં અને એટલે જ અગાઉના સમયમાં રિલીઝ થતી ફિલ્મોની સંખ્યા ઓછી રહેતી, પરંતુ આજે તો થોકબંધ ફિલ્મો રિલીઝ થાય છે અને એટલે જ ફિલ્મોની ગુણવત્તા પણ ઉતરતી જાય છે.

આજે અમે આપને 2014ની એવી મોસ્ટ 10 ફિલ્મો ગણાવીશું કે જે જોવાનો મતલબ પોતાની જાતને સજા કરવી થઈ શકે છે. આ 10 ફિલ્મોમાં અમુક ફિલ્મો રિલીઝ થઈ ચુકી છે, તો અમુક વિશે આપણે તેની સ્ટાર કાસ્ટ કે બીજી બાબતો જોયા પછી અંદાજો લગાવી શકીએ છીએ. ન જોવાલાયક ફિલ્મમાં હાલ જો સૌથી ટોચે કોઈ ફિલ્મ હોય, તો છે સાજિદ ખાન દિગ્દર્શિત હમશકલ્સ ફિલ્મ. આ ફિલ્મ વિશે સમીક્ષકોએ નેગેટિવ રિપોર્ટ્સ આપ્યાં છે, તો બીજી પણ કેટલીક એવી ફિલ્મો છે કે જેને જોવાનો મતલબ પોતાની જાતને ટૉર્ચર કરવા બરાબર ગણાશે.

ચાલો તસવીરો સાથે આપને બતાવીએ 2014ની મોસ્ટ 10 ફિલ્મો કે જે જોવા જવાની ભૂલ ન કરાય :

હમશકલ્સ

હમશકલ્સ

લેટેસ્ટ રિલીઝ થયેલી ફિલ્મ હમશકલ્સ ફિલ્મ તેમને થિયેટરમાં સૂવાડી દે તેવી છે. સાજિદ ખાનની હિમ્મતવાલા બાદ આ સતત બીજી ટૉર્ચર કરનાર ફિલ્મ છે. તેથી જો તમે પોતાનો મૂડ બગાડવા ન માગતા હોવ, તો હમશકલ્સ જોવાની ભૂલ ન કરતાં.

પીઝા

પીઝા

પીઝા ફિલ્મ તામિળમાં બની હતી અને તે ત્રાસદાયક રહી હતી. હવે તેની રીમેક બનવાની છે કે જમાં ઇમરાન ખાન હીરો છે. જોકે તેનું ટ્રેલર ફન્ની લાગે છે અને સીન્સ ત્રાસદાયક નથી જણાતાં.

હેલ્લો 2

હેલ્લો 2

હેલ્લો પોતાની રીતે જ એક ટૉર્ચર હતી અને હવે હેલ્લો 2! હેલ્લો ફિલ્મ ચેતન ભગતના પુસ્તક વન નાઇટ એટ ધ કૉલ સેંટર ઉપર આધારિત હતી અને હવે હેલ્લો 2 આવવાની છે.

દેસી મૅજિક

દેસી મૅજિક

અમીષા પટેલ નિર્મિત અને તેમની તથા ઝાયેદ ખાનની પણ કમબૅક ફિલ્મ છે દેસી મૅજિક. શું તમે સાચે જ બંનેની આ કમબૅક મૂવી જોવા માંગશો?

કોચાદઇયાં

કોચાદઇયાં

રજનીકાંતની આ બહુ ચગાવાયેલી ફિલ્મ છે. દીપિકા પાદુકોણેએ કોચાદઇયાં ફિલ્મ દ્વારા સાઉથમાં ડેબ્યુ કર્યુ છે. જો તમે આવી ક્રૅઝી એનિમેટેડ ડબ્ડ મૂવી નહીં જોવા માંગતા હોવ, તો તેને છોડી દ્યો.

હર્ટલેસ

હર્ટલેસ

શેખર સુમને હર્ટલેસ ફિલ્મ દ્વારા દિગ્દર્શન ક્ષેત્રે ઝંપલાવ્યું છે. ફિલ્મમાં તેમના પુત્ર અધ્યયન સુમન હીરો હતાં.

હસી તો ફસી

હસી તો ફસી

આ ફિલ્મ તમામ મોરચે નિષ્ફળ રહી છે. આવી બોરિંગ ફિલ્મ ભૂલથીય ન જોવાય.

વેલકમ બૅક

વેલકમ બૅક

વેલકમની આ સિક્વલમાં અક્ષય કુમાર જ નથી. વેલકમ બૅકમાં જ્હૉન અબ્રાહમ અને શ્રુતિ હસન જેવી ખરાબ સ્ટાર કાસ્ટ છે.

રિવૉલ્વર રાણી

રિવૉલ્વર રાણી

આ 2014ની વધુ એક ફ્લૉપ ફિલ્મ છે કે જે જોવાલાયક નથી. જો તમે ક્વીનમાં કંગના રાણાવતથી ઇમ્પ્રેસ હોવ, તો આ ફિલ્મ જોતા નહીં.

ધ એક્સપોઝ

ધ એક્સપોઝ

ધ એક્સપોઝમાં કેટલાક મ્યુઝિક સિંગર્સ છે કે જેઓ એક્ટર્સ બની ગયાં છે. સ્ટ્રૉંગ પ્લૉટ હોવા છતાં નબળી સ્ટાર કાસ્ટને કારણે આ ફિલ્મ ટૉર્ચરિંગ સાબિત થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X