Pics :સતત સથવારો સેવી રહ્યા છે બૉલીવુડના આ 10 રીયલ લાઇફ કપલ...

મુંબઈ, 14 નવેમ્બર : બૉલીવુડ લવ સ્ટોરીઝનો કાયમ સુખદ અંત નથી થતો, પરંતુ કેટલીક પ્રેમ કહાણીઓ કાંઠા સુધી પહોંચે પણ છે. દાખલા તરીકે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન. આ જોડીની કોઈએ પણ કલ્પના નહોતી કરી, કારણ કે ઐશ્વર્યા રાય મોસ્ટ બ્યુટીફુલ મહિલા છે અને તેઓનુ નામ સલમાન ખાનથી લઈ વિવેક ઓબેરૉય સુધી જોડાઈ ચુક્યુ હતું. આમ છતાં તેઓ બચ્ચન બહુ બન્યાં.

તેવી જ રીતે વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રૉય કપૂરની જોડી પણ લોકો માટે આશ્ચર્યજનક હતી તો હાલમાં સૌથી વધુ ચર્ચિત જોડીઓમાં દીપિકા પાદુકોણે અને રણવીર સિંહ, રણબીર કપૂર અને કૅટરીના કૈફ તથા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો સમાવેશ થાય છે અને આ જોડીઓ સતત એક-બીજાનો સાથ સેવી રહી છે.

ચાલો તસવીરોમાં જોઇએ 10 બૉલીવુડ રીયલ લાઇફ કપલ્સ કે જે સતત સાથે દેખાઈ રહ્યા છે :

ઐશ્વર્યા-અભિષેક

ઐશ્વર્યા-અભિષેક

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ફિલ્મી સેટ પર રિલેશનશિપમાં જોડાયા અને પછી બંને એક-બીજાને પરણી ગયાં.

રીતેશ-જેનેલિયા

રીતેશ-જેનેલિયા

બંને અલગ-અલગ ધર્મોના હોવા છતાં રીતેશ દેશમુખ અને જેનેલિયા ડિસૂઝાએ લગ્ન કર્યાં અને આજે પણ સાથે છે.

સૈફ-કરીના

સૈફ-કરીના

સૈફના બીજા લગ્ન હતાં, પરંતુ આમ છતાં કરીના સાથેના તેમના રોમાંસની ખૂબ ચર્ચા જાગી અને છેલ્લે બંને પરણી ગયાં. આજે પણ બંને સાથે દેખાય છે.

રણવીર-દીપિકા

રણવીર-દીપિકા

રામલીલાના સેટ પર શરૂ થયેલી રિલેશનશિપ આજે બૉલીવુડમાં સૌથી વધુ ચર્ચિત છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે અત્યાર સુધી જાહેરમાં કોઈ સંબંધે બંધાયા નથી, પરંતુ દરેક જગ્યાએ બંને સાથે દેખાય છે.

ઇમરાન-અવંતિકા

ઇમરાન-અવંતિકા

10 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ લગ્ન કર્યા હતાં અને આજે પણ બંનેની જોડી સલામત છે.

શ્રદ્ધા-આદિત્ય

શ્રદ્ધા-આદિત્ય

આશિકી 2ની જોડી શ્રદ્ધા કપૂર અને આદિત્ય રૉય કપૂરનું અફૅર સતત ચર્ચાનો વિષય રહે છે અને હાલમાં બંને દરેક ઇવેંટમાં સાથે દેખાય છે.

અનુષ્કા-વિરાટ

અનુષ્કા-વિરાટ

જાહેરખબરમાં સાથે દેખાયા બાદ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી એક-બીજાને દલડુ દઈ બેઠા અને આજે તો બંનેનું અફૅર જગજાહેર છે.

રણબીર-કૅટ

રણબીર-કૅટ

રણબીર કપૂર અને કૅટરીના કૈફ આજકાલ લિવ-ઇન રિલેશનશિપ સુધી પહોંચી ચુક્યા છે અને બંને ટુંકમાં જ લગ્ન પણ કરવાના છે. બંને દરેક જગ્યાએ સાથ-સાથ હોય છે.

આમિર-કિરણ

આમિર-કિરણ

આમિર ખાન અને કિરણ રાવની પણ પરફેક્ટ જોડી છે અને બંનેને દરેક ઇવેંટમાં સાથે જોઈ શકાય છે.

સંજય-માન્યતા

સંજય-માન્યતા

સંજય દત્તે તમામ અવરોધો અને સુચનો ફગાવી માન્યતા સાથે લગ્ન કર્યાં. હાલમાં ભલે સંજય જેલમાં હોય, પણ માન્યતા સતત તેમનું પીઠબળ બની ઊભા રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X