બોલીવૂડની આ હિરોઇનો જો રાખડી બાંધવા આવી તો આ હિરો પાક્કું ભાગી જશે!

તમારી જોડે કોલેજ કાળમાં કે સ્કૂલમાં કદી એવું બન્યું છે કે તમને કોઇ છોકરી ગમતી હોય અને તે તમારા માટે રાખડી લઇને રાખડી બાંધવા માટે આવે? ત્યારે છોકરાને બિચારાને જે ધ્રાસકો લાગે કે ફિંલિંગ થાય કે પૂછો ના વાત! તેને તો બસ એજ વિચાર આવે કે હાલ હું ક્યાંક છૂં થવુ!

ધણીવાર તો તેવું પણ બને છે કે અમુક છોકરાઓ છોકરીઓને હેરાન કરતા હોય અને ત્યારે રક્ષાબંધનના દિવસે છોકરી રાખડી લઇને આવે અને છોકરો ઊભી પૂંછડી નાસી ભાગે તેવું પણ બનતું હોય.

ત્યારે જરા આ રમૂજી વાતને અમે બોલીવૂડને ધ્યાનમાં રાખીને વિચારવાનો પ્રયાસ કર્યો છે. તો ચલો જરા ઇમેઝિન કરીએ જો બોલીવૂડની આ હિરોઇનો આવી જ રીતે રાખડી લઇને જે તે બોલીવૂડ હિરોની સામે આવે તો તે તેમના શું હાલ થશે? જુઓ આ ફોટોસ્લાઇડર...

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ બોલીવૂડની આ એક તેવી સુંદર અભિનેત્રી છે કે જેનો ભાઇ બનવાનું બોલીવૂડના કોઇ પણ હિરો બિલકુલ પણ નહીં ગમે, ભલે ફેન્ડ કહી દો પણ બહેન તો બિલકુલ જ નહીં ચાલે!

રણવીર- દિપીકા

રણવીર- દિપીકા

જ્યારે જ ત્યારે દિપીકાને જપ્પી અને પપ્પી આપનાર રણવીરની સામે જો દિપીકા રાખડી લઇને આવીને તો પાક્કુ રણવીર ઇમરાન હાશમીની મિસ્ટર એક્સ જ બની જશે.

દિપીકા - સિદ્ધાર્થ

દિપીકા - સિદ્ધાર્થ

સિદ્ધાર્થ મલ્હોત્રાને દિપીકા કેટલી ગમે છે તે વાત જગજાહેર છે. સિદ્ધાર્થ મલ્હોત્રાનું તો ત્યાં સુધી કહેવું છે કે આલિયા ભટ્ટને કિસ કરવાના કરતા દિપીકાને કિસ વધુ ગમશે ત્યારે જરા વિચારો જો દિપીકા સિદ્ધાર્થને રાખડી બાંધવા ગઇ તો બિચારો સિદ્ધાર્થ તો સન્યાસ લઇ લેશે!

શાહિદ-કરીના

શાહિદ-કરીના

ભલે કરિના અને શાહિદ એક્સ જ કેમ ના હોય અને ભલે તેમના લગ્ન બે અલગ અલગ વ્યક્તિઓ જોડે કેમ થઇ ના ગયા હોય પણ ભાઇ-બહેન બિલકુલ નહીં!

શ્રદ્ધા કપૂર- આદિત્ય

શ્રદ્ધા કપૂર- આદિત્ય

ભાઇ ક્યારે આ લોકો પ્રેમમાં હોય છે તેવું લાગે છે અને ક્યારે નહીં. તો જો સાચા-ખોટાનો અખતરો કરવો જ હોય તો શ્રદ્ધા કપૂર રાખડી સાથે એક અખતરો કરી શકે છે ખરા!

અનુષ્કા- રણવીર

અનુષ્કા- રણવીર

એક સમય હતો જ્યારે કહેવામાં આવતું હતું કે અનુષ્કાને રણવીર વચ્ચે છે પ્રેમ. ભલેને હવે અનુષ્કાએ વિરાટનો હાથ કેમ ના પકડી લીધો હોય પણ રણવીર તેનો હાથ અનુષ્કાને રાખડી બાંધવા તો કદી નહીં આપે!

સલમાન-એશ

સલમાન-એશ

બસ હવે આ જ બાકી છે. જો આ થઇ ગયું ને કે એશ રાખડી લઇને આવી પહોંચી સલમાનની સામે તો સલમાન બંધાવી તો લેશે રાખડી પણ તેનું દિલ હંમેશા માટે તૂટી જશે!

અમિતાભ-રેખા

અમિતાભ-રેખા

ભલે કેટલાક વર્ષોથી અમિતાભ રેખાને એક કૌરી આંખ પણ ના જોતા હોય. પણ ના કદી રેખા રાખડી લઇને જવાની છે ના અમિતાભ કદી તેને તે માટે સહમતિ આપવાના છે.

રણવીર સિંહ

રણવીર સિંહ

રણવીર સિંહ એક કેસિનોવા ઇમેજ ધરાવે છે અને તેમણે ત્યાં ત્યાં સુધી કહી દીધું છે કે તેનું દિલ તો દરેક છોકરી પર આવી જાય છે. ત્યારે રણવીર સિંહને પોતાની બહેનના સિવાય કોઇ અન્ય બોલીવૂડ હિરોઇનના ભાઇ બનવું તો બિલકુલ પણ નહીં જ ગમે!

સની લિયોની

સની લિયોની

ભલે ગમે તે કહો પણ બોલીવૂડનો કોઇ પણ પરણિત કે અરણિત હિરો અરે બોલીવૂડ જ કેમ ભારતના કોઇ પણ પુરુષને કહેશો કે સની લિયોની તને રાખડી બાંધે તો તને ગમે? તો તેનો જવાબ એજ હશે કે "ગાંડો થઇ ગયો છે કે શું?"

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X