અને ઐશ વગર અભિષેકે શરૂ કર્યું મેરે અપનેનું શૂટિંગ
મુંબઈ, 19 ઑક્ટોબર : અંતે ઉમેશ શુક્લાની ફિલ્મ મેરે અપનેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. અભિષેક બચ્ચને પોતે આ માહિતી ટ્વિટર ઉપર આપી છે. અભિષેકે ટ્વીટ કર્યું - આજે વધુ એક યાત્રા શરૂ થઈ ગઈ. હું કાયમ અંદરથી પહેલા દિવસે ગભરાઉ છું. નઈ ભોર, નયા દિન, નઈ ફિલ્મ, ફિલ્મ નિર્માણ દલ સદસ્ય. મુઝે પ્યાર દીજિયે.

અભિષેકે લખ્યું છે કે ઉમેશ શુક્લાની મેરે અપને ફિલ્મના શૂટિંગના પ્રથમ દિવસે તેમને તેવી જ રીતે ગભરામણ અનુભવાઈ કે જેવી અન્ય ફિલ્મોના પ્રથમ દિવસના શૂટિંગમાં થતી હોય છે. મેરે અપને એક ફૅમિલી ફિલ્મ છે. આ એ જ ફિલ્મ છે કે જેના અંગે સમાચાર આવ્યા હતાં કે આ ફિલ્મ દ્વારા અભિષેક બચ્ચન સાથે ઐશ્વર્યા રાય બૉલીવુડ કમબૅક કરશે, પણ તેનું ખંડન પછીથી પોતે અભિષેકે જ કર્યુ હતું.
અભિષેકે જણાવ્યુ હતું કે ઐશનું કમબૅક હમણા નથી થઈ રહ્યું, પણ ટુંકમા જ થશે અને મીડિયાને જાણ કરાશે. અભિષેક બચ્ચન હાલ પોતાની આવનાર ફિલ્મ ધૂમ 3 અંગે ચર્ચામાં છે કે જેમાં તેઓ ફરી એક વાર ઊર્જાવાન અને ઈમાનદાર પોલીસ ઇંસ્પેક્ટર જય દીક્ષિત તરીકે દેખાશે. પહેલી વાર અભિષેક બચ્ચન આમિર ખાન સાથે રૂપેરી પડદે ચમકશે. આમિર ખાન ડબલ રોલમાં છે અને કૅટરીના કૈફ પણ પહેલી વાર આમિરને ઑપોઝિટ જેવા મળશે, તો અભિષેકના શાગિર્દ તરીકે પુનઃ ઉદય ચોપરા દેખાશે. ફિલ્મ 20મી ડિસેમ્પરે રિલીઝ થવાની છે.












Click it and Unblock the Notifications
