બાદશાહથી માંડીને બિગ બીના નંબર Whats app પર થયા લિક

જયપુર, 26 ડિસેમ્બર: બૉલીવુડ સેલેબ્રિટીઝના પર્સનલ મોબાઇલ નંબર વોટ્સ એપ્સ પર ફરતા થયા છે. નાના મોટા લગભગ સવા સો સ્ટાર્સ, પ્રોડ્યૂસર્સ, ગાયક, કોરિયોગ્રાફર્સ, ડાયરેક્ટર્સ, તેમના પરિવાર અને સેક્રેટરીઝના પર્સનલ નંબર તેમાં સામેલ છે.

તેમાં અમિતાભ બચ્ચનથી માંડીને શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, પ્રિયંકા ચોપડા, કરીના કપૂર, મલ્લિકા શેરાવત, રાહુલ બોઝ જેવા અભિનેતા ઉપરાંત ગાયક સોનૂ નિગમ, મીકા, ફિલ્મકાર સુભાઇ ઘઇ, રમેશ સિપ્પી, મહેશ ભટ્ટ, રામ ગોપાલ વર્માના નંબર સામેલ છે.

નંબરોનો મેસેજ બનાવનાર અનનોન યૂજરે દાવો કર્યો છે કે વોટ્સ એપ્સ પર પ્રથમ વાર આટલા સ્ટાર્સના નંબર એકસાથે ઉપલબ્ધ થયા છે. મોટો પ્રશ્ન એ છે કે આ પર્સનલ નંબરોનો ડેટા બનાવીને કોણે લીક કર્યો.

અરશદ વારસી પણ પરેશાન

અરશદ વારસી પણ પરેશાન

ખાસ વાત એ છે કે બૉલીવુડ અભિનેતા અરશદ વારસીએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે. તાજેતરમાં જ જયપુરમાં પોતાની ફિલ્મ 'મિ.જો બી. કરવાલો'નું પ્રમોશન કરવા આવેલા અરશદ વારસીનું કહેવું છે કે 'આ સાચી વાત છે કે ઇંડસ્ટ્રીના કેટલાક કલાકારો થોડા દિવસોથી આ સમસ્યાનો સમસ્યાનો કરવો પડી રહ્યો છે.

અભિષેક બચ્ચન પણ મુંજવણમાં

અભિષેક બચ્ચન પણ મુંજવણમાં

અરશદ વારસીને પણ બ્લેંક કોલ અને વલ્ગર મેસેજ આવી રહ્યાં છે. અભિષેક બચ્ચન પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. વોટ્સ એપ્સથી લીક થયેલા નંબરોના લીધે આમ થઇ રહ્યું છે. હું ટૂંક સમયમાં જ મારો નંબર બદલી દઇશ.

એટલા માટે જરૂરી છે પ્રાઇવેસી

એટલા માટે જરૂરી છે પ્રાઇવેસી

બૉલીવુડ સ્ટાર્સના પર્સનલ નંબરોની પ્રાઇવેસી એકદમ જરૂરી છે. એટલા માટે કે થોડા દિવસો પહેલાં ફિમેલ સ્ટાર્સ પર આવેલા વલ્ગર મેસેજ અને કોલની ફરિયાદ પોલીસે નોંધી છે. પુજા ભટ્ટે મુંબઇ પોલીસને કરેલી આ ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રકારના કોલ સ્ટાર્સની પર્સનલ લાઇફમાં દખલગીરી કરી શકે છે.

મોટાભાગના નંબર સાચા

મોટાભાગના નંબર સાચા

આ મોબાઇલ એપ્સે બૉલીવુડ સ્ટાર્સને પરેશાન કરી દિધા છે, કારણ કે તેમની પ્રાઇવેસીમાં અડચણ ઉભી થઇ રહી છે. આ અંગે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મોટાભાગના મોબાઇલ નંબર સાચા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X