ઉંમર એક, અંદાજ અલગ..એક હીરો તો એક હીરોનો બાપ!

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડમાં લૂક્સનું ખૂબ મહત્વ છે. 50 વર્ષના શાહરૂખ, સલમાન, આમિર આજે પણ હીરોના રોલમાં ચમકે છે, જ્યારે ઘણા એક્ટર્સ 40 વર્ષની ઉંમરમાં જ હીરોના પપ્પા તરીકે ફિલ્મોમાં જોવા મળ છે. બોલિવૂડમાં એક્ટિંગની સાથે સાથે ફિટનેસને પણ ખૂબ મહત્વ અપાય છે.

બોલિવૂડમાં એવા ઘણા ચહેરા છે, જેમની ઉંમર એક સરખી જ છે; પરંતુ મોઢું જુઓ તો તમને વિશ્વાસ ન બેસે કે બંન્ને એક સરખા હશે. અમે અહીં તમને એવા જ કેટલાક ઉદાહરણો બતાવવા જઇ રહ્યાં છે, જેમની ઉંમર સરખી છે પરંતુ ચહેરા પરથી જાણે તેમની વચ્ચે 5-7 વર્ષનો તફાવત હોય એવું લાગે.

અનિલ કપૂર-આલોકનાથ

અનિલ કપૂર-આલોકનાથ

અનિલ કપૂરે હાલમાં જ 60 વર્ષ પૂરા કર્યાં છે અને છતાં તે આજે પણ યંગ દેખાય છે. અનિલ કપૂર પોતાની ઉંમર કરતાં ખાસા 10 વર્ષ નાના લાગે છે, જ્યારે એમની જ ઉંમરના આલોકનાથ કંઇ કેટલાયે વર્ષોથી બોલિવૂડમાં પિતાનો રોલ કરતા જોવા મળ્યા છે.

સોહા અલી ખાન-રાખી સાવંત

સોહા અલી ખાન-રાખી સાવંત

જી હા, સોહા અલી ખાન અને રાખી સાવંતની ઉંમર એક સરખી છે. પણ બંન્નેના ચહેરા પરથી આ વાતનો અંદાજ લગાવવો જરા અઘરો છે. સોહા અલી ખાનની સુંદરતા સામે રાખી સાવંત હવે ટકી શકે એમ નથી.

હૃતિક રોશન-રામ કપૂર

હૃતિક રોશન-રામ કપૂર

વિશ્વાસ નથી થતો ને? પણ આ વાત સાચી છે. બોલિવૂડમાં ગ્રીક ગોડ કહેવાતાં હૃતિક રોશન અને રામ કપૂર એક જ ઉંમરના છે. આ બંન્નેને જોઇને કોઇ ના કહી શકે કે બંન્ને સરખે-સરખા હશે, પરંતુ આ વાત સાચી છે. આની પાછળનું કારણ પણ સ્પષ્ટ છે, હૃતિક ફિટનેસને અત્યંત મહત્વ આપે છે, આથી નાના દેખાય છે. જ્યારે રામ કપૂર પોતાની ઉંમરથી મોટા દેખાય છે.

ગોવિંદા-સંજય મિશ્રા

ગોવિંદા-સંજય મિશ્રા

ગોવિંદા અને સંજય મિશ્રાની ઉંમર પણ સરખી જ છે. હાલમાં જ ગોવિંદાએ પોતાનો 53મો જન્મદિવસ ઉજવ્યો છે, પરંતુ એના પ્રમાણમાં ગોવિંદા ખાસા ફિટ દેખાય છે. જ્યારે બોલિવૂડમાં જ કામ કરતા સંજય મિશ્રા ઘણી ફિલ્મોમાં પિતાના રોલમાં જોવા મળ્યાં છે. પરંતુ આમને જોઇને કોણ કહી શકે કે તેમની ઉંમર એક જ હશે?

હેમા માલિની-ફરિદા જલાલ

હેમા માલિની-ફરિદા જલાલ

ડ્રીમ ગર્લ હેમા માલિની આજે પણ 'ડ્રીમ વુમન'ની ડેફિનેશનમાં ફિટ બેસે છે, જ્યારે એમની જ ઉંમરના ફરિદા જલાલ 90ના દાયકાથી ફિલ્મોમાં માતાનો રોલ ભજવી રહ્યાં છે અને હવે દાદીનો. ફરિદા જલાલ પણ ખૂબ જ સુંદર છે, પરંતુ હેમા માલિની નિયમિત યોગા અને ક્લાસિકલ ડાન્સ પ્રેક્ટિસ દ્વારા પોતાને ફિટ રાખે છે. આથી જ નિશ્ચિતપણે પ્રમાણમાં થોડા યંગ દેખાય છે.

અક્ષય કુમાર-દિલીપ જોશી

અક્ષય કુમાર-દિલીપ જોશી

અક્ષય કુમારની ફિટનેસ અને લૂક્સ અંગે કંઇ કહેવાની જરૂર નથી, અક્ષય કુમાર ફિટનેસની બાબતમાં ત્રણેય ખાન કરતાં આગળ છે અને તેમનાથી વધુ યંગ પણ દેખાય છે. ટીવી એક્ટર દિલીપ જોશી પણ તેમની જ ઉંમરના છે અને આમ છતાં બંન્નેના દેખાવમાં આકાશ જમીનનો ફરક જોઇ શકાય છે.

રાહુલ બોઝ-દલેર મહેંદી

રાહુલ બોઝ-દલેર મહેંદી

આ વાંચીને તમને આંચકો લાગશે, આ બંન્નેની ઉંમર પણ સરખી છે. હવે રાહુલ બોઝ પણ કંઇ એટલા યંગ નથી લાગતા. પરંતુ દલેર મહેંદીને જુઓ તો એ રાહુલ કરતા ઘણી મોટી ઉંમરના હોય એમ લાગે.

English summary
There are many bollywood celebrities who shares same age but still they looks so different.
Please Wait while comments are loading...