Pics : આઇફા ઍવૉર્ડ્સ માટે મકાઉ ઉપડ્યું બૉલીવુડ
મુંબઈ, 3 જુલાઈ : મચ-અવેટેડ ઇંટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી (આઈફા) ઍવૉર્ડ્સ 2013 મકાઉ ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમ આ ગુરુવારથી શરૂ થનાર છે અને તેના સાક્ષી બનવા માટે બૉલીવુડ સ્ટાર્સ મકાઉ રવાના થવા લાગ્યાં છે.
વિદ્યા બાલન તથા તેમના પતિ સિદ્ધાર્થ રૉય કપૂર, જૅકલીન ફર્નાન્ડીઝ, મિનીષા લામ્બા, આયુષ્માન ખુરાના, સોફી ચૌધરી તેમજ બીજા ઘણાં સ્ટાર્સ મકાઉ ઉપડી ગયાં છે. મુંબઈ ઍરપોર્ટ ઉપર આ સ્ટાર્સ ફ્લાઇટ પકવડા પહોંચ્યા હતાં.
મળતી માહિતી મુજબ આ વખતના આઇફા ઍવૉર્ડ્સ સમારંભને શાહરુખ ખાન હોસ્ટ કરશે અને શાહિદ કપૂર તેમનો સાથ આપશે. ઉપરાંત રણબીર કપૂર, સોનાક્ષી સિન્હા, દીપિકા પાદુકોણે, કૅટરીના કૈફ, માધુરી દીક્ષિત જેવા અન્ય કલાકારો પણ મકાઉ જશે.
દરમિયાન દીપિકા પાદુકોણે આઇફા ઍવૉર્ડ્સમાં પોતાની કેટલીક ફિલ્મોના જાણીતા અને લોકપ્રિય ગીતો અંગ્રેજી બીટ... તુમ હી હો બંધુ... અને બલમ પિચકારી... ઉપર ડાન્સ પરફૉર્મન્સ આપશે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું - હું આઇફામાં કાર્યક્રમ રજૂ કરવા અંગ બહુ જ ઉત્સાહિત છું. હું મારી તાજેતરમાં જ રિલીઝ થયેલી યે જવાની હૈ દીવાની તથા કૉકટેલ ફિલ્મોના કેટલાંક ગીતો ઉપર પ્રસ્તુતિ આપીશ. હું પહેલી વાર મકાઉનો પ્રવાસ કરીશ. મને આશા છે કે મારા ફૅન્સને મારી પ્રસ્તુતિ ગમશે.

આયુષ્માન
વિકી ડોનર ફૅમ આયુષ્માન ખુરાના મકાઉ માટે રવાના થવા મુંબઈ ઍરપોર્ટ પહોંચ્યાં.

બોમન
બોમન ઈરાની પણ આઇફા ઍવૉર્ડ્સ 2013માં ભાગ લેશે.

ગોલ્ડી
ફિલ્મ દિગ્દર્શક ગોલ્ડી બહેલ આઇફા ઍવૉર્ડ્સ 2013માં ભાગ લેવા માટે ઉપડતાં દેખાય છે.

જૅકલીન
બૉલીવુડના સિક્વલ ગર્લ જૅકલીન ફર્નાન્ડીઝ મુંબઈ ઍરપોર્ટે.

મિનીષા
મિનીષા લાંબા મકાઉ જતાં દેખાય છે.

સિદ્ધાર્થ-વિદ્યા
લગ્ન બાદ સામાન્યતઃ સાથે જ દેખાતાં સિદ્ધાર્થ રૉય કપૂર તેમજ વિદ્યા બાલન પણ મકાઉ ઉપડી ગયાં છે.

સોફી
સોફી ચૌધરી પણ આઇફા ઍવૉર્ડ્સ 2013માં ભાગ લેશે.












Click it and Unblock the Notifications
