• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એક ક્લિકમાં જુઓ બૉલીવુડના Hot Rain Songs!

|

મુંબઈ, 11 જૂન : બૉલીવુડ ફિલ્મોના સૌથી ખાસ એલિમેંટની વાત કરીએ, તો તેમાં ફિલ્મના ગીતોનો પણ સમાવેશ થાય છે. આજે તો ફિલ્મોમાં ગીતોની સંખ્યા એટલી બધી નથી હોતી, પણ અગાઉના સમયમાં બૉલીવુડ ફિલ્મોમાં દરેક સીન બાદ એક ગીત હોતુ હતું. અનેક ફિલ્મોમાં તો ડઝનબંધ ગીતો રહેતા હતાં. આજકાલ આટલા બધા ગીતો નથી હોતાં અને હોય, તો પણ તે માત્ર ફિલ્મની મ્યુઝિક સીડીમાં જ. બૉલીવુડ ગીતોની ખાસ વાત એ છે કે તે દરેક મૂડ, દરેક તહેવાર અને દરેક મોસમ પર આધારિત હોય છે. ક્યારેક હોળીના ગીતો, તો ક્યારેક દીવાળીના, ક્યારેક લગ્ન ગીતો, તો ક્યારેક જન્મ દિવસ કે પછી શ્રાવણના ગીતો.

આજકાલ દેશમાં મૉસૂનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહ્યું છે. દક્ષિણ પશ્ચિમ મૉનસૂન કેરળ તો પહોંચી ગયું છે અને ગરમીમાં શેકાતું શેષ ભારત તેની રાહ જોઈ રહ્યું છે. લોકો મૉનસૂનના વરસાદમાં પલળવા આતુર છે. ઘરોની બારીઓ પર બેસી બહાર થતા વરસાદમાં રમવા તલસી રહ્યાં છે. વરસાદ સાથે જોડાયેલી જૂની યાદો પણ લોકો શૅર કરી રહ્યાં છે, તો તેમાંના કેટલાક લોકો બૉલીવુડના વર્ષા આધારિત ગીતોને યાદ કરી રહ્યાં છે. જૂના હોય કે નવા, તમામ વર્ષા આધારિત બૉલીવુડ ફિલ્મી ગીતો લોકોમાં તાજગી ઉમેરી જાય છે. કેટલાક ગીતોમાં તો હીરોઇનોના સેક્સી અને હૉટ અવતાર જોવા મળે છે.

ચાલો તસવીરો સાથે જોઇએ બૉલીવુડના Rain Songs :

ભીગી ભીગી રાતોં મેં...

ભીગી ભીગી રાતોં મેં...

રાજેશ ખન્ના અને ઝીનત અમાન વચ્ચે શૂટ કરાયેલ અઝનબી ફિલ્મનું ગીત ભીગી ભીગી રાતોં મેં... યુવાનો વચ્ચે બહુ હિટ થયુ હતું. આજે પણ આ ગીત આપને વરસાદમાં પોતાના પ્રેમની યાદ અપાવી દેશે.

ટિપ ટિપ બરસા પાની...

ટિપ ટિપ બરસા પાની...

અક્ષય કુમાર અને રવીના ટંડન વચ્ચે શૂટ કરાયેલ મોહરા ફિલ્મનું ગીત ટિપ ટિપ બરસા પાની... આજે પણ વરસાદી ગીતોમાં ટોચે છે. આ ગીત આજે પણ લોકોને વરસાદમાં બેહાલ કરી નાંખે છે.

કુછ કુછ હોતા હૈનું ઇંસ્ટ્રૂમેંટ્સ ગીત

કુછ કુછ હોતા હૈનું ઇંસ્ટ્રૂમેંટ્સ ગીત

કુછ કુછ હોતા હૈ ફિલ્મમાં શાહરુખ ખાન અને કાજોલને એક સીનમાં કુછ કુછ હોતા હૈ મ્યુઝિક પર ડાન્સ કરતા દર્શાવાયાં છે કે જે વરસાદમાં શૂટ કરાયું છે. આ ગીત પણ બેહત સુંદર અને હૉટ છે.

પ્યાર હુઆ ઇકરાર હુઆ...

પ્યાર હુઆ ઇકરાર હુઆ...

જૂના ગીતોની વાત કરીએ, તો રાજ કપૂર તથા નરગિસ વચ્ચે શૂટ કરાયેલ ગીત પ્યાર હુઆ ઇકરાર હુઆ... પણ વરસાદમાં શૂટ કરાયું છે. આ ગીત આજે પણ એટલું જ સુંદર લાગે છે કે જેટલું વર્ષો પહેલા.

રિમ ઝિમ ગિરે સાવન...

રિમ ઝિમ ગિરે સાવન...

મુંબઈના મરીન ડ્રાઇવ કિનારે શૂટ કરાયેલ મંઝિલ ફિલ્મનું ગીત રિમ ઝિમ ગિરે સાવન... આજે પણ વરસાદ વખતે લોકો સાંભળવું પસંદ કરે છે. આ ગીતમાં અમિતાભ બચ્ચન તથા મૌસમી ચૅટર્જી વચ્ચેની દર્શાવાયેલી કેમેસ્ટ્રી લાજવાબ હતી.

ગલે લગ જા...

ગલે લગ જા...

કૅટરીના કૈફ અને અક્ષય કુમાર વચ્ચે ફિલ્મ દે દના દન માટે શૂટ કરાયેલું ગીત ગલે લગ જા... પણ આજના વરસાદી ગીતોમાં હિટ છે.

આજ રપટ જાયેં...

આજ રપટ જાયેં...

અમિતાભ બચ્ચન અને સ્મિતા પાટિલ પર શૂટ કરાયેલ નમક હલાલ ફિલ્મનું ગીત આજ રપટ જાયેં તો હમેં ન ઉઠઇયો... વરસાદી ગીતોમાં બહેતરીન છે.

ચક ધૂમ ધૂમ...

ચક ધૂમ ધૂમ...

દિલ તો પાગલ હૈમાં શાહરુખ ખાન, માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂર પર શૂટ કરાયેલ રોમાંટિક ગીત ચક ધૂમ ધૂમ... આજે પણ વરસાદના મોસમમાં લોકોને પોતાનો પ્રેમ અને નજીકના મિત્રની યાદ અપાવી જાય છે.

મેરે ખ્વાબોં મેં જો આયે...

મેરે ખ્વાબોં મેં જો આયે...

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેમાં કાજોલ પર શૂટ કરાયેલ મેરે ખ્વાબોં મેં જો આયે.... અત્યાર સુધીનું સૌથી હૉટ રેન સૉંગ કહી શકાય છે.

અભી મુઝમેં કહીં...

અભી મુઝમેં કહીં...

અગ્નિપથ ફિલ્મમાં અભી મુઝમેં કહીં... ગીત દરમિયાન ભીંજાતાં પ્રિયંકા ચોપરા અને હૃતિક રોશન.

સાંસોં કો સાંસોં મેં ઢલને દો જરા..

સાંસોં કો સાંસોં મેં ઢલને દો જરા..

હમ તુમ ફિલ્મના ગીત સાંસોં કો સાંસોં મેં ઢલને દો જરા.. દરમિયાન રાણી મુખર્જી તથા સૈફ અલી ખાન.

આંખોં સે તૂને યે ક્યા કહ દિયા...

આંખોં સે તૂને યે ક્યા કહ દિયા...

ગુલામ ફિલ્મમાં આંખોં સે તૂને યે ક્યા કહ દિયા... ગીતમાં આમિર ખાન અને રાણી મુખર્જી.

યે સાજિશ હૈ બૂંદોં કી...

યે સાજિશ હૈ બૂંદોં કી...

ફના ફિલ્મમાં યે સાજિશ હૈ બૂંદોં કી... ગીતમાં આમિર ખાન અને કાજોલ.

બહતા હૈ મન મેરા...

બહતા હૈ મન મેરા...

ચમેલી ફિલ્મમાં બહતા હૈ મન મેરા... ગીતમાં રેન ડાન્સ કરતાં કરીના કપૂર.

કાટે નહીં કટતે યે....

કાટે નહીં કટતે યે....

સ્ટર ઇન્ડિયા ફિલ્મમાં કાટે નહીં કટતે યે દિન યે રાત.... ગીતમાં વરસતા વરસાદે કાતિલ અદાઓ દર્શાવતાં શ્રીદેવી.

દિલબરા...

દિલબરા...

ધૂમ ફિલ્મમાં વરસતા વરસાદે દિલબરા... ગીત ગાતાં એશા દેઓલ.

બરસો રે મેઘા...

બરસો રે મેઘા...

ગુરુ ફિલ્મમાં બરસો રે મેઘા મેઘા... ગીત દરમિયાન વરસાદી પાણીમાં ડાન્સ કરતાં ઐશ્વર્યા રાય.

ઇધર ચલા મૈં ઉધર ચલા...

ઇધર ચલા મૈં ઉધર ચલા...

કોઈ મિલ ગયા ફિલ્મના ગીત ઇધર ચલા મૈં ઉધર ચલા...માં હૃતિક રોશન અને પ્રીતિ ઝિંટા.

તુમ સે હી...

તુમ સે હી...

જબ વી મેટ ફિલ્મના ગીત તુમ સે હી...માં વરસાદમાં પલળતાં કરીના કપૂર તથા શાહિદ કપૂર.

English summary
There are many songs in Bollywood movies which can suit different moods and occasions. With the onset of rains in most parts of the country, it is time to listen to some of the most romantic rain songs from Bollywood movies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more