બોમ્બે વેલવેટ મુવી રિવ્યૂ - 4 સ્ટાર
બોમ્બે વેલવેટ એક પરિયોડિક ક્રાઇમ ડ્રામા છે. 1960ના મુંબઇને આ ફિલ્મમાં ફરીથી જીવત કરવામાં આવ્યું છે. વધુમાં પ્રસિદ્ધ ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર એવા કરણ જોહરે આ ફિલ્મથી વિલન તરીકે ડેબ્યુ પણ કર્યું છે.
અનુરાગ કશ્યપના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની દર્શકો લાંબા સમયથી રાહ જોતા હતા. ત્યારે આ ફિલ્મ અમે ચાર સ્ટાર આપીએ છીએ. આ ફિલ્મ એક વાર તો જોવા જવી જ જોઇએ તેવું મારું માનવું છે.
તો જાણો આ ફિલ્મનો ડિટેલ રિવ્યૂ આ ફોટો સ્લાઇડરમાં...

બોમ્બે વેલવેટ પ્લોટ
બોમ્બે વેલવેટ લેખક જ્ઞાન પ્રકાશની "મુંબઇ ફેબલ્સ" પુસ્તક પર આધારીત છે. આ ફિલ્મમાં બતાવ્યું છે કે કેવી રીતે મુંબઇ એક મેટ્રોપોલિસ શહેર બની ગયું. અને આ નવા મેટ્રોપોલિસ શહેરમાં કેવી રીતે પ્રેમ, લાલચ, હિંસા અને જેઝે પોતાનું યોગદાન આપ્યું

ફિલ્મની સ્ટોરી
જ્હોની બલરાજ (રણબીર કપૂર) એક સ્ટ્રીટ ફાઇટર હોય છે. પણ પાછળથી તે સ્ટ્રીટ ફાઇટ છોડી લૂંટેરો બની છે. તેની આ સફરમાં તે એક મહત્વકાંક્ષી જેઝ ગાયક રોજી નોરોન્હા (અનુષ્કા)ને મળે છે અને બન્ને એકબીજા તરફ આકર્ષિત થાય છે. કૈજાદ ખંબાટા (કરણ જોહર) એક સ્માર્ટ મીડિયા ટાયકૂન હોય છે જે પોતાનું સામ્રારાજ્ય ફરી શરૂ કરવા માંગતો હોય છે. આ ફિલ્મ આશા, સપના અને વ્યક્તિગત વાસ્તવિકતાની આસપાસ ફરે છે.

સ્ક્રીપ્ટ અને ડાયરેક્શન
વસન બાલા, જ્ઞાન પ્રકાશ અને અનુરાગ કશ્યપ તથા એસ. થાનીકચ્લામ દ્વારા લખાયેલી અને અનુરાગ કશ્યપ દ્વારા નિર્દેશિત થયેલી આ ફિલ્મે સારું રિસર્ચ કર્યું છે અને આ સંશોધનને સુંદર રીતે ફિલ્મમાં દર્શાવ્યું છે. જે જોતા બન્ને ડાયરેક્ટર અને રાઇટરને આ માટે ફૂલ માર્ક્સ તો આપવા જ રહ્યા.

સોંગ અને બેક ગ્રાઉન્ડ સાઉન્ડ
અમિત ત્રિવેદી અદ્ધભૂત સંગીત આપ્યું છે. 60ના દાયકાના જેઝ સંગીતને તેને સુંદર રીતે પ્રસ્તૃત કર્યું છે. વધુમાં તેનું બેકગ્રાઉન્ડ સાઉન્ડ પણ સરસ છે.

અનુષ્કા, રણબીર અને કરણ
પહેલી વાર આ ત્રણેય લોકો સાથે સ્ક્રીન શેર કરી રહ્યા છે અને તેમની રાઇટ કેમેસ્ટ્રી આ ફિલ્મમાં દેખાય છે. વધુમાં કરણનું પર્ફોર્મન્સ કાબિલે તારીફ છે.

રણબીર કપૂર
ફરી એક વાર આ ફિલ્મથી સાબિત કરી દીધું છે કે તે કેટલા સારા એક્ટર છે. અમુક સીનમાં તેમની એક્ટિંગ એકદમ પ્રભાવી અને સચોટ છે.

અનુષ્કા શર્મા
વાત મેકઅપની હોય કે ગેટઅપની કે એક્ટિંગની જેઝ સિંગર તરીકે અનુષ્કાએ આ રોલને સંપૂર્ણ ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે.

કરણ જોહર
આ ફિલ્મ જોયા વગર કોઇને પણ ભાગ્યેજ વિશ્વાસ આવશે કે કરણ જોહર આટલી સરસ અને સચોટ એક્ટિંગ પણ કરી જાણે છે. એટલીસ્ટ કરણ જોહર માટે તો આ ફિલ્મ એક વાર જોવી જ બને છે.

કે કે મેનન
ક્રાઇમ બ્રાન્સ ઓફિસરના રોલમાં કે કેએ પોતાના રોલને સારી રીતે નીખાર્યો છે. તે આ ફિલ્મમાં એક જમીન કૌભાંડનો પર્દાફાશ કરે છે.

સ્ક્રીપ્ટ
આ ફિલ્મની સ્ક્રીપ્ટ તમને છેલ્લે સુધી બાંધી રાખશે. તેના ટ્વિસ્ટ અને 60ના દાયકાની મુંબઇને જોવાની તમને મઝા આવશે.

અનુષ્કા-રણબીર કેમેસ્ટ્રી
આ ફિલ્મમાં અનેક કિસિંગ સીન છે તો કેટલાક ક્યૂટ સીન પણ છે. આ બન્ને પહેલી વાર એકબીજા સાથે કામ કરી રહ્યા છે પણ તેમની કેમેસ્ટ્રી જોતા જ બને છે.

કરણ જોહર
પોતે એક સારા ડાયરેક્ટર હોવા છતાં અન્ય કોઇ ડાયરેક્ટરની અંદર કામ કરવાનો કરણ જોહરને કેવો અનુભવ રહ્યો તે પૂછતા કરણ કહ્યું કે તેમને લાગતું હતું કે તે કોઇ ફિલ્મ સ્કૂલમાં આવ્યા છે અને આ અનુભવ તે હંમેશા યાદ રાખશે.

રણબીર- કરણ
આ ફિલ્મમાં જો કોઇ વસ્તુ વિઝ્યુઅલ ટ્રીટ હોય તો તે છે કરણ અને રણબીરને પેરિંગ.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
