બૉસ મૂવી રિવ્યૂ : બી રેડી ફૉર એક્શન ઑફ અક્ષય
મુંબઈ, 15 ઑક્ટોબર : બૉલીવુડના એક્શન કિંગ અક્ષય કુમારની વધુ એક એક્શન ફિલ્મ બૉસ આવતીકાલે રિલીઝ થઈ રહી છે. બૉસમાં અક્ષયે શિવ પંડિતના મોટા ભાઈનો રોલ કર્યો છે. આ અગાઉ અક્ષયની ખિલાડી 786 ફિલ્મ પણ એક્શન ફિલ્મ હતી કે જે ફ્લૉપ રહી હતી. અક્ષય પુનઃ એક્શન ફિલ્મ લઈને આવી રહ્યાં છે, કારણ કે તેમને વિશ્વાસ છે કે તેમની એક્શન દર્શકોને ગમશે અને એમ પણ બકરી ઈદ પ્રસંગે બીજી કોઈ મોટા બૅનરની ફિલ્મ રિલીઝ નથી થતી ત્યારે.

બૉસ ફિલ્મમાં અક્ષયના નાના ભાઈના રોલ કરતા શિવ પંડિત પણ ખુશ છે અને પોતાની જાતને લકી અનુભવે છે. ફિલ્મમાં શિવના પ્રેમિકા અદિતી રાવ હૈદરી બન્યાં છે. અદિતીએ ફિલ્મમાં અનેક બિકિની સીન્સ આપ્યાં છે. ફિલ્મ તામિળ ફિલ્મ પોકિરી રાજની રીમેક છે કે જેમાં એક્શનના 12 શ્રેષ્ઠ સીન્સ સૂટ કરાયા હતાં. બૉસ ફિલ્મમાં પણ તે રિપીટ કરાયા છે. બૉસ તરીકે અક્ષય કુમાર જ છે.












Click it and Unblock the Notifications
