'બેશર્મ રંગ' ગીત આવતા જ #Boycott Pathaan કેમ ટ્રેન્ડ થવા લાગ્યુ? અહીં જાણો શું છે હોબાળો

#Boycott Pathaan હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યુ છે. જાણો ફિલ્મ પઠાનને લઈને કેમ થયો છે આટલો હોબાળો.

#Boycott Pathaan trends: શાહરુખ ખાનની આવનારી ફિલ્મ 'પઠાન'ને લઈને વિવાદ શરુ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર તેના બૉયકૉટની માંગ ઉઠી રહી છે. એક તરફ શાહરુખ ખાન ચાર વર્ષ પછી મોટા પડદે 'પઠાન' ફિલ્મથી 25 જાન્યુઆરીએ કમબેક કરી રહ્યા છે તેવા સમયમાં ફિલ્મનો પૂરજોશમાં બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે.

દીપિકાની ભગવા રંગની બિકિનીથી લોકો ભડક્યા

દીપિકાની ભગવા રંગની બિકિનીથી લોકો ભડક્યા

વાસ્તવમાં, થોડા દિવસ પહેલા જ 'પઠાન' ફિલ્મનુ પહેલુ ગીત 'બેશર્મ રંગ' રિલીઝ કરવામાં આવ્યુ. ગીત રિલીઝ થતા જ ટ્રેન્ડ થવા લાગ્યુ હતુ. જો કે, ત્યારબાદ જ #Boycott Pathaan ટ્રેન્ડ થવા લાગ્યુ. તમને જણાવી દઈએ કે આ ગીતમાં દીપિકાએ ભગવા રંગના કપડા પહેર્યા છે. જેના કારણે હોબાળો મચેલો છે. આને લઈને લોકો નારાજ છે અને સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ગીતમાં દીપિકાએ ભગવા રંગની બિકિની પહેરી છે અને ગીતનુ નામ છે 'બેશર્મ રંગ'.

ભાજપ નેતા સાધ્વી પ્રાચીએ કર્યો બહિષ્કાર

ઉલ્લેખનીય છે કે ભગવા રંગને હિંદુ ધર્મ સાથે જોડવામાં આવે છે. જેના લીધે આને હિંદુઓને ભાવનાઓને ઠેસ પહોંચડનારુ કહેવામાં આવી રહ્યુ છે. ભાજપ નેતા સાધ્વી પ્રાચીએ કહ્યુ કે શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાન'નો બહિષ્કાર કરો. વળી, ભાજપના કાર્યકર્તા કહેવાતા અરુણ યાદવે એક ફોટો શેર કરીને કહ્યુ કે 'પઠાન' ફિલ્મમાં હીરોઈનને ભગવા રંગના કપડા પહેરાવ્યા અને ગીતનુ નામ રાખી દીધુ 'બેશર્મ રંગ'.

લોકોએ ગીતને ગણાવ્યુ અશ્લીલ

સોશિયલ મીડિયા પર આ અંગે લોકો વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ, 'બૉલિવુડની ફિલ્મ પઠાન, જેએનયુ ગેંગની સભ્ય દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાન, દીપિકાના કપડાંનો રંગ છે ભગવો અને ગીતનુ નામ છે બેશર્મ રંગ, એટલા માટે હું ફિલ્મનો બહિષ્કાર કરુ છુ.' વળી, અમુક લોકો આને અશ્લીલ માની રહ્યા છે.

'દીપિકા આનાથી વધુ સારુ કરી શકી હોત'

એક યુઝરે લખ્યુ કે, 'બેશર્મ રંગ ગીત જોઈને મને લાગ્યુ કે દીપિકા આનાથી વધુ સારુ કરી શકી હોત. દીપિકા ગીતમાં ડાન્સ મૂવ્સના નામે જે કરી રહી છે તે સારુ નથી. દીપિકા આ ​​પહેલા પણ ઘણી ફિલ્મોમાં ડાંસ કરી ચૂકી છે, જેમાં તેણે ઓછા કપડા પણ પહેર્યા છે અને તે સુંદર દેખાય છે. પરંતુ તેણે પઠાણમાં જે કર્યુ તે અશ્લીલ છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X