કપડા બદલતી અને નહાતી વખતે પણ બ્રિટની સ્પીયર્સ પર રખાતી નજર, કહ્યુ - 14 વર્ષ સુધી ન અપાઈ દવા...
તમને જણાવી દઈએ કે 14 વર્ષ બાદ બ્રિટની સ્પીયર્સ તેના પિતાની દેખરેખથી મુક્ત થઈ છે. હવે તેણે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો કાઢવાનુ શરૂ કરી દીધુ છે.
મુંબઈઃ પ્રખ્યાત હૉલીવુડ પૉપ સિંગર બ્રિટની સ્પીયર્સ હાલમાં હેડલાઇન્સમાં છે. તમને જણાવી દઈએ કે 14 વર્ષ બાદ બ્રિટની સ્પીયર્સ તેના પિતાની દેખરેખથી મુક્ત થઈ છે. બ્રિટની સ્પીયર્સ આ સ્વતંત્રતાથી ખૂબ જ ખુશ છે અને હવે તેણે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો કાઢવાનુ શરૂ કરી દીધુ છે. બ્રિટનીએ સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ કરી અને લોકોને જણાવ્યુ કે તેણે 14 વર્ષથી શું સહન કર્યુ છે.

બ્રિટની સ્પીયર્સ પર રખાતી નજર
ગ્રેમી એવોર્ડ વિજેતા પૉપ સિંગર બ્રિટની સ્પીયર્સે પોતે સોશિયલ મીડિયા પર જણાવ્યુ હતુ કે 14 વર્ષથી તેના પર સતત નજર રાખવામાં આવી રહી હતી. સિક્યોરિટી મેનેજમેન્ટ ટીમની નજર હંમેશા તેના પર હતી. તેણે કહ્યું કે ઘણી વખત આ ટીમની નજર ઘરમાં કપડા બદલતી વખતે અથવા નહાતી વખતે પણ તેના પર રહેતી.

ગુસ્સાવાળી પોસ્ટ કરી ડિલીટ
મળતી માહિતી મુજબ આ પહેલા સોમવારે બ્રિટની સ્પીયર્સ ગુસ્સે થઈ ગઈ હતી અને તેણે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ઘણી પોસ્ટ શેર કરી હતી. જેને તેણે હવે ડિલીટ કરી દીધી છે. બ્રિટની સ્પીયર્સે અન્ય ઘણા સંગીતકારો તરફ ધ્યાન દોર્યુ કે તેમની સાથે આવુ કંઈ બન્યુ નથી. તમને જણાવી દઈએ કે પોતાની વાત કહેતી વખતે બ્રિટનીએ ઉદાહરણ તરીકે જેનિફર લોપેઝનુ નામ પણ લીધુ હતુ.

શું જેનિફર સાથે આવુ કંઈ થઈ શકતુ હતુ?
સિંગર બ્રિટની સ્પીયર્સે તેની પોસ્ટમાં લખ્યુ - હું ઈચ્છુ છુ કે કોઈ જેનિફર લોપેઝને અઠવાડિયાના સાતેય દિવસ 8 કલાક બેસવાનુ કહે પરંતુ કારમાં નહિ. હું જોવા માંગુ છુ કે સિક્યોરિટી મેનેજમેન્ટ ટીમ જેનિફર લોપેઝનેપણ એ બધુ કરવા માટે કહે જે બધુ મે સહન કર્યુ છે. મારી સાથે જે થયું તે બધુ વાહિયાત હતુ. શું તમને લાગે છે કે જેનિફર ક્યારેય આ કરી શકશે. તેનો પરિવાર આ માટે ક્યારેય સંમત નહિ થાય.

સિક્યોરિટી પાસે હતી મારી દરેક પળની ખબર
બ્રિટની તેના પિતાના સંરક્ષણ હેઠળ જે બધુ સહન કર્યુ તેનો ગુસ્સો તેનામાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. 14 વર્ષથી તેની સાથે જે બન્યુ તે યાદ કરીને તે ગુસ્સે થઈ જાય છે. બ્રિટનીના જણાવ્યા મુજબ સુરક્ષા ટીમ હંમેશા તેની પળેપળ પર નજર રાખવા માટે તૈયાર રહેતી અને તેની પર બારીકાઈથી નજર રાખવામાં આવતી હતી.

નહાતી વખતે પણ રહેતી હતી મારા પર નજર
બ્રિટનીએ કહ્યુ- મને સુરક્ષા ટીમ તરફથી ઘરની અંદર રહેવાની સૂચના આપવામાં આવી હતી. હું એવા ઘરમાં રહેતી હતી જ્યાં પ્રાઈવસીવાળો કોઈ દરવાજો નહોતો. આવી સ્થિતિમાં સુરક્ષા ટીમ કપડાં બદલતી વખતે મારુ શરીર સ્પષ્ટ જોઈ શકતી હતી અને નહાતી વખતે પણ તેઓ મારા પર નજર રાખતા હતા. બ્રિટનીએ કહ્યુ- મારે હંમેશા જે કંઈ પણ કરવુ હોય કે જોઈતુ હોય તેના માટે મારે તે સાંભળવુ પડતુ હતુ જેના કારણે મારુ બધુ બરબાદ થઈ ગયુ.

મારી દવાઓ પણ બંધ કરી દીધી હતી
બ્રિટનીએ આગળ કહ્યુ- આ એટલુ પણ ખરાબ નહોતુ જેટલુ કે મારા મારા પરિવારે મને 4 મહિના સુધી નજરકેદમાં રાખી હતી. તેણે આગળ કહ્યુ- અચાનક હું જે દવાઓ લઈ રહી હતી તે પણ મારી પાસેથી છીનવી લેવામાં આવી અને પછી તે માત્ર લિથિયમ પર ટકેલી હતી. તમને જણાવી દઈએ કે બ્રિટની સ્પીયર્સ 1 ફેબ્રુઆરી, 2008થી તેના પિતા જેમી સ્પીયર્સ અને લોઅર એન્ડ્ર્યુ એમ વોલેટના સંરક્ષણ હેઠળ હતી. 14 વર્ષ પછી નવેમ્બર 2021માં જજ દ્વારા પિતાના સંરક્ષણપણાનો અધિકાર દૂર કરવામાં આવ્યો.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
