Dogi માટે Crazy બૉલીવુડ સેલિબ્રિટીઓ : જુઓ તસવીરો
મુંબઈ, 14 જુલાઈ : સૌ જાણે છે કે સામાન્ય ઉચ્ચ વર્ગના લોકોમાં જ નહીં, પણ બૉલીવુડ સેલિબ્રિટીઓમાં પણ પ્રાણીઓ પાળવાનો ક્રેઝ હોય છે. મોટાભાગની બૉલીવુડ સેલિબ્રિટીઓ કૂતરા કે બિલાડી પાળતા હોય છે, તો અમુક સેલિબ્રિટીઓને ઘોડા અને માછલીઓ સાથે પણ ખૂબ પ્રેમ હોય છે.
એક સમયે બિગ બી અમિતાભ બચ્ચનનુ કૂતરૂ શૉનક સામાન્ય રીતે ચર્ચામાં રહેતુ હતું. અમિતાભ બચ્ચન પોતાના આ કૂતરાને બહુ પ્રેમ કરતા હતાં. એટલુ જ નહીં, અભિષેક બચ્ચન પણ શૉનકને પ્રેમ કરતા હતાં. અમિતાભ તો સવાર-સાંજ જ્યારે પણ સમય મળે, શૉનક સાથે ખૂબ મસ્તી કરતા હતાં. જોકે શૉનક હવે આ દુનિયામાં નથી રહ્યું અને તેના મોત સમયે અમિતાભ અને અભિષેક બંનેએ ટ્વિટર પર પોતાની ઉદાસી પણ વ્યક્ત કરી હતી.
તેવી જ રીતે આલિયા ભટ્ટથી લઈ અનુષ્કા શર્મા અને શાહરુખ ખાનથી માંડી સલમાન ખાન સુધીના સ્ટાર્સ પણ પોતાના પરિવારમાં આવા કૂતરા કે બિલાડીને જરૂર સ્થાન આપે છે. ચાલો તસવીરો સાથે જોઇએ :

સોનાક્ષી સિન્હા
પોતાના પેટ ડૉગ સાથે સોનાક્ષી સિન્હાનું ક્યૂટ સેલ્ફી.

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટને બિલાડી ગમે છે. તસવીરમાં આલિયા બિલાડી સાથે ખુશખુશાલ જણાય છે.

શ્રદ્ધા કપૂર
એક વિલનની સફળતાની સવારી કરી રહેલા શ્રદ્ધા કપૂર પોતાના ક્યૂટ કૂતરા સાથે.

સન્ની લિયોન
હૉટ સન્ની લિયોન પોતાના બે કૂતરાઓ સાથે બે પેટ ડૉગ્સ સાથે.

શાહરુખ ખાન
પોતાના જાપાનીઝ કૂતરા સાથે શાહરુખ ખાન. તેમની પાસે ચાર કૂતરા છે કે જેમાં ડૅશ (જાપાનીઝ ચિન), હલ્ક (લૅબ્રાડૉર), કાઈ તથા જ્યુસી (માલ્ટેસે)નો સમાવેશ થાય છે.

સલમાન ખાન
સલમાનના બે કૂતરાઓ બુલ માસ્ટિફ્સ માયસન તથા માયજાનના મોત થઈ ગયા છે. હાલમાં તેમની પાસે વધુ બે કૂતરાઓ માયસન તથા માયલવ છે.

જ્હૉન અબ્રાહમ
જ્હૉન અબ્રાહમ પણ પોતાના ડૉગીસને બહુ પ્રેમ કરે છે.

અનુષ્કા શર્મા
પોતાના લૅબ્રાડૉર કૂતરા સાથે રમત કરતાં અનુષ્કા શર્મા.

અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન પોતાના કૂતરા શૉનક સાથે મસ્તીએ ચઢ્યાં. જોકે હવે આ કૂતરાનું મોત થઈ ચુક્યું છે.

બિપાશા બાસુ
પોતાના કૂતરા ચિહુઆહુઆ સાથે બિપાશા બાસુ.

અર્જુન રામપાલ
પોતાના કૂતરાને વહાલ કરતાં અર્જુન રામપાલ.

શિલ્પા શેટ્ટી
પેટા એક્ટિવિસ્ટ શિલ્પા શેટ્ટી પાસે એક કૂતરૂ અને બે બિલાડીઓ છે.

વીર દાસ
રિવૉલ્વર રાણીમાં દેખાયેલા વીર દાસ પોતાના ડૉગી સાથે.

તુષાર કપૂર
પોતાના કૂતરા સાથે રમતા તુષાર કપૂર.

અહાના દેઓલ
અહાના દેઓલ જ નહીં, પણ એશા દેઓલ આ કૂતરાને બહુ પ્રેમ કરે છે.

ગુલ પનાગ
ગુલ પનાગ આ કૂતરાના પ્રેમી છે.












Click it and Unblock the Notifications
