Casting Couch : ‘Role જોઇતો હોય તો મારી સાથે સુવૂં પડશે.

મુંબઈ, 23 સપ્ટેમ્બર : બૉલીવુડ બૉલીવુડ હોય કે મૉડેલિંગ જગત, કાસ્ટિંગ કાઉચની ખબરો સમયાંતરે બહાર આવતી જ રહે છે. ફરી એક વખત બે મૉડેલોએ એક ફિલ્મ પ્રોડ્યુસર સામે જાતિય શોષણનો આરોપ લગાવ્યો છે. પોલીસે આરોપી પ્રોડ્યુસર જે ચમનલાલ દેસાઈની ધરપકડ કરી લીધી છે. બંને મૉડેલોના આરોપ છે કે પ્રોડ્યુસરે ટેલીફિલ્મમાં રોલ અપાવવા માટે તેની સાથે એક-એક રાત પસાર કરવા કહ્યુ હતું.

બંને મૉડેલ મૂળત્વે આસામની છે અને મુંબઈમાં પોતાના એક સંબંધીને ત્યાં રહે છે. પોલીસે આરોપીને શનિવારે કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે તેને 26મી સપ્ટેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. પોલીસને શંકા છે કે આરોપીએ અન્ય યુવતીઓનું પણ જાતિય શોષણ કર્યુ હશે. પોલીસ તપાસ કરી રહી છે. પ્રોડ્યુસરે મૉડેલ સાથે સોશિયલ મીડિય દ્વારા સમ્પર્ક સાધ્યો હતો.

પોલીસે જણાવ્યું કે આરોપી પ્રોડ્યુસરે મૉડેલને ટેલીફિલ્મમાં રોલ માટે એગ્રીમેંટ સાઇન કરવા અને એડવાંસ પેમેંટ લેવા માટે એક હોટેલમાં બોલાવી હતી. ઘટના ગત શુક્રવાર સાંજની છે. પ્રોડ્યુસરે મૉડેલને બાલીગંજ ખાતેની હોટેલમાં બોલાવી હતી કે જ્યાં મૉડેલ પોતાની એક મિત્ર સાથે ગઈ હતી. પછી પ્રોડ્યુસરે બંને યુવતીઓને સાથે રાત પસાર કરવા કહ્યું. જ્યારે બંનેએ ઇનકાર કર્યો, તો પ્રોડ્યુસરે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો.

ચાલો તસવીરો સાથે જાણીએ કેટલાક તાજેતરના કાસ્ટિંગ કાઉચના કિસ્સા :

મૉડેલ્સને સાથે સૂવા કહ્યું...

મૉડેલ્સને સાથે સૂવા કહ્યું...

બૉલીવુડ હોય કે મૉડેલિંગ જગત, કાસ્ટિંગ કાઉચની ખબરો સમયાંતરે બહાર આવતી જ રહે છે. ફરી એક વખત બે મૉડેલોએ એક ફિલ્મ પ્રોડ્યુસર સામે જાતિય શોષણનો આરોપ લગાવ્યો છે. પોલીસે આરોપી પ્રોડ્યુસર જે ચમનલાલ દેસાઈની ધરપકડ કરી લીધી છે. બંને મૉડેલોના આરોપ છે કે પ્રોડ્યુસરે ટેલીફિલ્મમાં રોલ અપાવવા માટે તેની સાથે એક-એક રાત પસાર કરવા કહ્યુ હતું.

15 વાર બળાત્કાર

15 વાર બળાત્કાર

મુંબઈમાં ગત વર્ષ ડિસેમ્બરમાં એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. એક સ્ટ્રગલિંગ અભિનેત્રીએ એક કૅમેરામૅન સામે સીરિયલમાં કામ અપાવવના નામે 15 વખત બળત્કાર ગુજારવાનો આરોપ લગાવ્યો હતો. આ અભિનેત્રીએ એવો આરોપ પણ મૂક્યો હતો કે મુંબઈ નિવાસી અને સીરિયલમાં કૅમેરામૅન તરીકે કામ કરતા રવીન્દ્રનાથ ઘોષે સીરિયલમાં કામ અપાવવના નામે અનેક મહિલાઓનું યૌન શોષણ કર્યું. આ અંગે મુંબઈના અંધેરી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવાઈ હતી.

ઑડિશનની જગ્યાએ છેડછાડ...

ઑડિશનની જગ્યાએ છેડછાડ...

ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રી તરીકે કામ કર્યા બાદ પાયલ સિન્હા (પરિવર્તિત નામ) ગત વર્ષે ડિસેમ્બરમાં બૉલીવુડ ફિલ્મો માટે ઑડિશન આપવા આવી હતી. તે સૈફ નામના એક દિગ્દર્શકને ત્યાં ઑડિશન આપવા પહોંચી અને સૈફ પાયલને સ્ટોરીની ડિમાંડ જણાવી કપડા ઉતારવા કહી તેની સાથે છેડછાડ કરવા લાગ્યો. જ્યારે સૈફે પાયલનો હાથ પકડ્યો, તો તે ત્યાંથી ઊભી થઈ જવા લાગી.

પૂજા મિશ્રાનો આરોપ

પૂજા મિશ્રાનો આરોપ

હૉટ એન્ડ બોલ્ડ મૉડેલ તથા રિયલિટી શો બિગ બૉસ 5ના સ્પર્ધક પૂજા મિશ્રાએ ગત જુલાઈમાં અભિનેત્રી ઈશા કોપીકરના પતિ ટિમી નારંગ તેમજ પોતાના બનેવી રાહુલ સામે છેડતીનો ગંભીર આરોપ લગાવ્યો હતો. પૂજાએ આ વિસે પુણેના મુંડવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી છે.

ગીતિકાનો આરોપ

ગીતિકાનો આરોપ

જાણીતા દિગ્દર્શક સુભાષ કપૂર પણ ઉભરતી અભિનેત્રી ગીતિકાના કાસ્ટિંગ કાઉચના આરોપનો ભોગ બની ચુક્યા છે. સુભાષ કપૂરની આ મામલે ધરપકડ પણ થઈ હતી અને પછી તેઓ જામીન પર છુટી ગયા. ગીતિકાએ વીડિયો જારી કરી સુભાષ કપૂર સામે જાતિય શોષણનો આરોપ લગાવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X