સુશાંત સિંહને આ રિસોર્ટમાં રિયાએ બળજબરીથી 2 મહિના સુધી કેમ રાખ્યા હતા?
સીબીઆઈની ટીમ રવિવારે એક રિસોર્ટમાં ગઈ જ્યાં સુશાંતને રિયા ચક્રવર્તીએ બે મહિના સુધી રાખ્યો હતો.
સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ ઝડપથી આગળ વધી રહી છે. સુશાંતના બાંદ્રા ફ્લેટમાં ક્રાઈમ સીન રિક્રિએટ કર્યા બાદ આ કડીમાં સીબીઆઈની ટીમ રવિવારે એક રિસોર્ટમાં ગઈ જ્યાં સુશાંત અને રિયા ચક્રવર્તીએ બે મહિના ગાળ્યા હતા. રિપોર્ટ્સ છે કે રિયા અને તેના પરિવારે સુશાંતને બળજબરીથી આ રિસોર્ટમાં બે મહિના સુધી રાખ્યો હતો. આઈએએનએસ અનુસાર તેમણે એ જાણવાનો પ્રયત્ન કર્યો કે રિસોર્ટમાં રહેતી વખતે સુશાંતનો વ્યવહાર કેવો હતો. સુશાંતના પરિવારે ફેબ્રુઆરી 2020માં મુંબઈ પોલિસને કરેલી ફરિયાદમાં આ રિસોર્ટનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યુ હતુ કે રિયાનો પરિવાર 'તેમનુ ડિપ્રેશન ઠીક કરવાનુ બહાનુ' બનાવીને તેમને બળજબરીથી આ રિસોર્ટમાં લઈ ગયો હતો. અભિનેતાના પિતાએ એ પણ કહ્યુ હતુ કે તેમના દીકરાના જીવને જોખમ છે.

સીબીઆઈને રિસોર્ટમાં ન જવા દીધા
રિપલ્બિક ભારતમાં આપેલા રિપોર્ટની માનીએ તો રવિવારે પહોંચેલી સીબીઆઈ ટીમના અધિકારીઓને રિસોર્ટની અંદર જવાની મંજૂરી આપવામાં આવી નહિ અને તેમને બહારથી જ પૂછપરછ કરીને ત્યાંથી જવુ પડ્યુ. વળી, રવિવારે સાંજે સુશાંતના ઘરે સિદ્ધાર્થ પિઠાની અને કુક નીરજની પૂછપરછ બાદ આ બંનેને લઈને સીબીઆઈની ટીમ ત્યાંથી નીકળી ગઈ. સીબીઆઈની ટીમે સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાની, હેલ્પર દીપેશ અને કુક નીરજ સિંહની લગભગ 3 કલાક સુધી 13 અને 14 જૂનની ઘટના વિશે સવાલ કર્યા. સૂત્રોનુ કહેવુ છે કે ક્રાઈમ સીન સીકવન્સ, લાશ ઉતારવા અને 13-14 જૂનની ઘટના વિશે ત્રણેના નિવેદન વિરોધાભાસી છે એટલે કે અલગ અલગ છે.

રિયાની પૂછપરછ
સીબીઆઈ જલ્દી રિયા ચક્રવર્તીની પણ પૂછપરછ કરવાની છે. ટીમ સુશાંત, રિયા અને આ કેસ સાથે જોડાયેલા લોકોની કૉલ ડીટેલ તપાસશે. સુશાંતના ડિપ્રેશન વિશે જાણવા માટે સીબીઆઈની ટીમ હિંદુજા હોસ્પિટલ પહોંચી ચૂકી છે જ્યાં તે ડૉક્ટર કેરસી ચાવડાની પૂછપરછ કરી રહી છે. 14 જીને અભિનેતાના મોત બાદ એવુ કહેવામાં આવી રહ્યુ છે કે તે કથિત રીતે ડિપ્રેશનમાં હતા અને માટે તેમણે આત્મહત્યા કરી લીધી.

મકાનમાલિકની પણ પૂછપરછ
આ ઉપરાંત સુશાંતના બાંદ્રા ફ્લેટના માલિકની પણ સીબીઆઈએ પૂછપરછ માટે બાંદ્રા કુર્લા કૉમ્પ્લેક્સ સ્થિત મુખ્યાયલમાં બોલાવ્યા છે. સીબીઆઈ સુશાંતના બાંદ્રા સ્થિત ઘરના માલિકનુ નિવેદન નોંધી રહી છે. ઉલ્લેખનીય છે કે સુશાંત કેસમાં સીબીઆઈ તપાસનો આજે ચોથો દિવસ છે. સમાચાર એજન્સી આઈએએનએસના જણાવ્યા અનુસાર ગુરુવારથી સીબીઆઈએ અત્યાર સુધી પિઠાની અને નીરજની ત્રણ વાર પૂછપરછ કરી ચૂકી છે. તપાસ એજન્સી જલ્દી રિયા અને પરિવારના સભ્યોની પણ પૂછપરછ કરી શકે છે.












Click it and Unblock the Notifications
