OMG : સૌથી મોંઘુ છે જ્હૉનનું Butt, તો સ્મિતના કૉપીરાઇટ્સ મેળવવા માંગે છે પ્રિયંકા...

મુંબઈ, 30 ઑગસ્ટ : ક્યારેય સાંભળ્યું છે કિમ કાર્દશિયનના નિતંબના વીમા વિશે? હા, આ સેક્સી અમેરિકન સ્ટાર પોતાના ઓહ-સો-ફૅમસ અને કર્વી બટ્ટ માટે જાણીતા છે. કિમનું તો આખુ બૉડી દોલત સમાન છે, પણ તેમણે પોતાનુ બટ્ટ 21 મિલિયન ડૉલરમાં ઇંસ્યોર કરાવ્યું છે.

ખેર, તેમાં કંઈ ખોટુ પણ નથી કે અમુક સેલિબ્રિટીઓ પોતાના શારીરિક અંગોનો વીમો કરાવે અને તેની ઉપર પૈસા ખર્ચે છે. જોકે આ ટ્રેંડ શરૂ થયું હૉલીવુડમાંથી અને બૉલીવુડ પણ તેની પાછળ ચાલવા લાગ્યું. કેટલીક બૉલીવુડ સેલિબ્રિટીઓએ પોતાના અંગોનો વીમો કરાવ્યો છે. દાખલા તરીકે ભૂતપૂર્વ બ્યૂટી ક્વીન પ્રિયંકા ચોપરાએ પોતાના સ્મિતનું પેટેંટ કરાવ્યુ છે અને તેઓ કૉપીરાઇટ્સ પણ મેળવવા માંગે છે. કહેવાય છે કે અનેક ડેંટિસ્ટોએ પોતાનો ધંધો વધારવા માટે પ્રિયંકાના દાંતોનો ઉપયોગ કર્યો હતો. પ્રિયંકા માને છે કે તેમનું સ્મિત તેમનું પોતાનું છે અને કોઈને પણ તેની કૉપી કરવાનો હક નથી.

પ્રિયંકા ચોપરા જ નહીં, બૉલીવુડના હૅંડસમ હંક જ્હૉન અબ્રાહમે પણ પોતાના બટ્ટનો 10 કરોડનો વીમો કરાવ્યો છે. જ્હૉનને દસ કરોડના વીમાની ઑફર કરાઈ હતી અને તેમણે તે ઑફર સ્વીકારી લીધી.

ચાલો તસવીરો સાથે બતાવીએ પોતાના બૉડી પાર્ટ્સનો વીમો ઉતરાવનાર બૉલીવુડ સેલિબ્રિટીઓ વિશે :

જ્હૉન અબ્રાહમ

જ્હૉન અબ્રાહમ

જ્હૉન અબ્રાહમે પોતાના ટૅંટલાઇઝિંગ બટ્ટનું દોસ્તાનામાં પ્રદર્શન કર્યુ હતું. તેમને એક વીમા કમ્પનીએ તેમના બટ્ટના 10 કરોડના વીમાની ઑફર કરી અને જ્હૉને તે ઑફર સ્વીકારી લીધી. આમ આપણે કહી શકીએ કે જ્હૉનના બટ્ટ મોસ્ટ એક્સપેંસિવ બટ્ટ છે બૉલીવુડમાં.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

ભૂતપૂર્વ મિસ વર્લ્ડ 2000 પ્રિયંકા ચોપરાનું સ્મિત સૌને આકર્ષે છે. કેટલાક ડેંટિસ્ટ્સ પ્રિયંકાના સ્મિતનો પોતાના ગ્રાહકોને રિઝાવવા માટે મિસ-યૂઝ કરે છે. એટલે જ પ્રિયંકા પોતાના સ્મિતનું કૉપીરાઇટ હાસલ કરવા માંગે છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

બૉલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન તે વખતે સાચે જ અપસેટ થઈ જાય છે કે જ્યારે કેટલાક વૉઇસ આર્ટિસ્ટ્સ તેમના અવાજનો કોઇક પ્રોડક્ટના વેચાણ માટે ઉપયોગ કરે છે. કહે છે કે અમિતાભ પોતાના અવાજનો કૉપીરાઇટ હાસલ કરવા માંગે છે.

નેહા ધુપિયા

નેહા ધુપિયા

એક અમેરિકન કમ્પનીએ નેહા ધુપિયાને તેમના બટ્ટનો વીમો ઉતરાવવાની ઑફર આપી છે. આ કમ્પનીએ જેનિફર લોપેઝના બટ્ટનો વીમો ઉતાર્યો છે. નેહાએ ઑન-રેકૉર્ડ સ્વીકાર્યુ છે કે તેઓ અમેરિકન કમ્પનીની આ ઑફર વિશે વિચારી રહ્યા છે.

સન્ની દેઓલ

સન્ની દેઓલ

ઘણી વખતે આપણે સન્ની પાજીના ફન્ની જોક્સ અને ડાયલૉગ્સની રીમેક્સ જોઇએ છીએ. આ અંગે એક વખત સન્ની એકદમ ઉશ્કેરાઈ ગયા હતાં અને કહ્યુ હતું - મારા અવાજની નકલ કરાય, તેમાં મને કોઈ વાંધો નથી, પણ તેમાંય કોઇક તો મર્યાદા રાખવી જોઇએ. કેટલાક લોકો હલ્કી કક્ષાની મિમિક્રી માટે મર્યાદા ઓળંગે છે, ત્યારે હું અપસેટ થઈ જાઉ છું. એવી અટકળો ચાલતી હતી કે સન્ની દેઓલ પોતાના અવાજનુ પેટેંટ કરાવવાની તૈયારી કરી રહ્યા છે.

રાખી સાવંત

રાખી સાવંત

એક ચોક્કસ વર્ગમાં લોકપ્રિય રાખી સાવંત પોતાના નિતંબનો વીમો ઉતરાવવાનું આયોજન કરી રહ્યા છે. આપણને આશ્ચર્ય થાય કે વધતી વયની આ અભિનેત્રીમાં અને તેના નિતંબમાં કોને આટલો ઇંટરેસ્ટ હશે?

મિનીષા લાંબા

મિનીષા લાંબા

મિનીષા લાંબા વિશે 2010માં જાણવા મળ્યુ હતું કે તેઓ પોતાના નિતંબ ઇંસ્યોર કરવા માંગે છે. જોકે પછી તેના વિશે કંઈ અપડેટ નથી.

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત

મર્ડર ગર્લ મલ્લિકા શેરાવતના શરીરના 50 કરોડના વીમા માટે ઇંટરનેશનલ ઇંસ્યોરંસ ઑર્ગેનાઇઝેશને ઑફર કરી હતી. 2009માં અહીં સુધી કહેવાતુ હતું કે મલ્લિકા પોતાના શરીરનો વીમો કરાવવા માંગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X