રજ્જોના નાયક ચંદૂની વય સામે સેંસર બોર્ડને વાંધો
મુંબઈ, 13 નવેમ્બર : એક બાજુ 15મી નવેમ્બરે રિલીઝ થનાર રામલીલાને પ્રતિબંધિત કરવામાં આવી છે, તો બીજી બાજુ આ જ દિવસે રિલીઝ થતી વધુ એક ફિલ્મ રજ્જોમાં પણ કેટલાક ફેરફાર કરવાહની સલાહ સેંસર બોર્ડે ફિલ્મની ટીમને આપી છે. કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડે રજ્જોના ફિલ્મકાર તેમજ નિર્માતાઓને જણાવ્યું છે કે તેઓ પોતાની ફિલ્મમાં થોડાક ફેરફાર કરે અને પોતાના હીરોની ઉંમર 17 વર્ષના સ્થાને 21 વર્ષ કરે, કારણ કે એટલી ઓછી વયના છોકરાના લગ્ન ફિલ્મની હીરોઇન સાથે થતા સમાજમાં ખોટો સંદેશ જશે.

દિગ્દર્શક વિશ્વાસ પાટિલે જણાવ્યું - હું સેંસર બોર્ડના નિર્ણયનો સન્માન કરુ છું. સદ્ભાગ્યે ફિલ્મમાં એક પણ દૃશ્ય એવું નથી કે જેમાં કંગના રાણાવત અને પારસ અરોરાની ઉંમરનો ઉલ્લેખ હોય. એવું એટલા માટે હતું કે મેં જયંત પવારની એક લઘુકથા પર આ ફિલ્મ બનાવી. ફિલ્મ રિલીઝ થતા જ હું સેંસર બોર્ડને પત્ર લખીશ.
નોંધનીય છે કે રજ્જો ફિલ્મ એક મહિલા પ્રધાન ફિલ્મ છે અને પારસનો રોલ ફિલ્મમાં નાનકડો જ છે, પણ પારસ અરોરાને આ વાતથી કોઈ ફરક નથી પડતો. તેનું કહેવું છે કે મહિલા પ્રધાન ફિલ્મ રજ્જોના રોલથી તેમને અસલામતી નહીં, પણ ખુશી અનુભવાય છે.












Click it and Unblock the Notifications
