‘હૃદયસ્પર્શી છે પ્રકાશ ઝાની ફિલ્મ ચક્રવ્યૂહ’
મુંબઈ, 25 ઑક્ટોબર : હૃદયે દસ્તક આપે છે પ્રકાશ ઝાની ચક્રવ્યૂહ ફિલ્મ. આમ કહેવું છે તે દર્શકોનું કે જેઓ દશેરાના દિવસે રિલીઝ થયેલી ફિલ્મ ચક્રવ્યૂહ જોઈ આવ્યા છે. એવા જ કેટલાંક લોકો સાથે વનઇન્ડિયાએ વાત કરી, તો તેમણે પ્રકાશ ઝાની ફિલ્મ ચક્રવ્યૂહના ખુલ્લા દિલે વખાણ કર્યાં.

નોએડાની આઈટી કમ્પનીમાં કામ કરતાં એંજીનિયર વિશાળ શર્માને જ્યારે વનઇન્ડિયાએ ફિલ્મ અંગે પ્રતિક્રિયા જાણવા માંગી તો તેમનો જવાબ હતો કે ફિલ્મ સારી છે. અભય દેઓલ, મનોજ બાજપાઈ અને અર્જુન રામપેલા મસ્ત કામ કર્યું છે. નવોદિત કલાકાર અંજલિ પાટિલનું કામ પણ બહું સારું છે. તેમને આગળ આનાથી વધુ સારું કામ મળશે. એટલું જ નહિં વિશાળે પોતાની ફેસબુક વૉલે ચક્રવ્યૂહ માટે લખ્યું Excellent movie...excellent direction and wonderful acting by all artists....abbey Deol differs from his cousins sunny and bobby deol...he is wonderful and natural actor...rampal too good... anjali patil impresses but esh gupta is average....overall this movies is again a master piece by parkash jha.
આપને જણાવી દઇએ ફિલ્મમાં નક્સલીઓની સમસ્યા દર્શાવાઈ છે. દેશના જ્વલં મુદ્દે બનેલ આ ફિલ્મ પ્રકાશ ઝાની બહેતરીન ફિલ્મોમાંથી એક છે. ફિલ્મ જે રીતે રજુ કરવામાં આવી છે, તે વાસ્તવમાં વખાણવા લાયક છે. કાયમ સામાજિક મુ્દાઓને કેન્દ્રમાં રાખી ફિલ્મ બનાવનાર પ્રકાશ ઝાએ ચોક્કસ સારું દિગ્દર્શન કર્યું છે. વગર કોઈ તામઝામે તેમણે એક સારી ફિલ્મ બનાવી છે. ફિલ્મમાં અભય દેઓલ, અર્જુન રામપાલ, ઈશા ગુપ્તા, ઓમ પુરી, મનોજ બાજપાઈ, અંજલિ પાટિલ, ચેતન પંડિત, સમીરા રેડ્ડી મુખ્ય ભૂમિકામાં છે.
સમીક્ષકોએ પણ ચક્રવ્યૂહને ગંભીર મુદ્દે બનેલી સારી ફિલ્મ ગણાવી છે અને જણાવ્યું છે કે આ ફિલ્મ તેવા લોકોને સારી લાગશે કે જેઓ બૌદ્ધિક રીતે વિચારે છે.












Click it and Unblock the Notifications
